સ્થાપત્યકલા
માળવાનું ઇસ્લામી સ્થાપત્ય
માળવાનું ઇસ્લામી સ્થાપત્ય : ધાર અને માંડૂમાં રચાયેલ ઇસ્લામી સ્થાપત્યો. માળવાનાં ઘોરી અને ખલજી સુલતાનોએ પ્રાચીન રાજધાની ધાર અને નવીન રાજધાની માંડૂને ઇમારતોથી સજાવી હતી. આમાં માંડૂની ઇમારતો શુદ્ધ ઇસ્લામી સ્થાપત્યસ્વરૂપ ધરાવે છે, જ્યારે ધારની ઇમારતો પર હિંદુ કલાનો વ્યાપક પ્રભાવ જોવામાં આવે છે. ઇમારતોના ઘુંમટ સારી રીતે બનાવેલા છે…
વધુ વાંચો >માંડવીનું સુંદરવનનું મંદિર
માંડવીનું સુંદરવનનું મંદિર (ઈ. સ. 1574) : કચ્છના રાવ ખેંગારજીએ વિ. સં. 1631માં બંધાવેલું મંદિર. મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહ અંદરના ભાગમાં 3 303 મીટરનું છે. એની અંદર કમલાસન પર લાકડાના પરિકરમાં સુંદરવરજીની ઊભી શ્યામ-શિલામાં કંડારેલી પ્રતિમા નજરે પડે છે. સભામંડપમાં દાખલ થવા માટે ત્રણે બાજુ મુખમંડપ કાઢેલા છે. મંડપનું વિતાનક…
વધુ વાંચો >મિનોઅન કલા
મિનોઅન કલા (Minoan Art) : ભૂમધ્ય સાગરમાં ગ્રીસ નજીક ઇજિયન (Aegean) સમુદ્રકાંઠાના ક્રીટ (Crete) ટાપુની પ્રાચીન કલા. ક્રીટના સમૃદ્ધ રાજા મિનોસ(Minos)ના નામ ઉપરથી આ ટાપુની સંસ્કૃતિ અને કલા ‘મિનોઅન’ નામે ઓળખ પામી. ગ્રીક મહાકવિ હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસિ’માં આ ટાપુ અને તેની સંસ્કૃતિના ઉલ્લેખો ટ્રોજન યુદ્ધના સંદર્ભે મળે છે.…
વધુ વાંચો >મુખમંડપ
મુખમંડપ : મંદિરના ગર્ભગૃહ અથવા મંડપની પ્રવેશચોકી. તેને અર્ધમંડપ કે શૃંગારચોકી પણ કહેવામાં આવે છે. ‘સમરાંગણ સૂત્રધાર’માં એને ‘પ્રાગ્રીવ’ કે ‘પ્રાગ્ગ્રીવ’ નામે ઓળખાવેલ છે. એની રચના ગર્ભગૃહની સંમુખ થાય ત્યારે તેના તલમાનનું પ્રમાણ ગર્ભગૃહ જેટલું કે તેનાથી ઓછું રખાય છે. મોટાં મંદિરોમાં તેનું પ્રમાણ ગર્ભગૃહથી ત્રીજા ભાગનું અર્થાત્ 3 :…
વધુ વાંચો >મુઘલ સ્થાપત્ય
મુઘલ સ્થાપત્ય : મુઘલ શાસકો(1526–1707)ના રાજ્યાશ્રય અને પ્રોત્સાહનથી ભારતમાં નિર્માણ પામેલું સ્થાપત્ય. મુઘલ સમ્રાટો સ્થાપત્યપ્રેમી હતા અને તેમની પાસે અઢળક ખજાનો હતો તેથી તેમના શાસનકાલમાં સ્થાપત્યકલાની અભૂતપૂર્વ ઉન્નતિ થઈ. તેમણે ઈરાની અને ભારતીય શૈલીના સમન્વય દ્વારા મુઘલ સ્થાપત્યશૈલીનો વિકાસ કર્યો. બાબર સ્થાપત્યકલાનો ચાહક હતો. તેણે બંધાવેલી ઘણીખરી ઇમારતો નાશ પામી…
વધુ વાંચો >મુનિબાવાનું મંદિર
મુનિબાવાનું મંદિર : ગુજરાત રાજ્યમાં થાન(તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)ની દક્ષિણમાં આવેલું સોલંકીકાલીન મંદિર. એકાંડી (એક- શિખર) શૈલીનું આ મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરના ગર્ભગૃહ આગળ ખુલ્લા મંડપની રચના જોવા મળે છે. ગર્ભગૃહનું તલમાન ‘પંચરથ’ પ્રકારનું છે. ગર્ભગૃહના દ્વાર પર શિવ મુખ્ય દેવ તરીકે બિરાજે છે. દ્વાર ઉપરના ઓતરંગમાં બ્રહ્મા અને વિષ્ણુનાં…
વધુ વાંચો >મુલતાનની મુસ્લિમ ઇમારતો
મુલતાનની મુસ્લિમ ઇમારતો : વિદેશી મુસ્લિમ સ્થાપત્યશૈલી અનુસાર સૈકાઓ સુધી બંધાયેલી ભવ્ય ઇમારતો. આ પ્રાંતમાં 8મી સદીમાં મોહમ્મદ બિન કાસિમ દ્વારા આધિપત્ય સ્થપાયા પછી અનેક સદીઓ સુધી મુસ્લિમ સ્થાપત્યો બંધાતાં રહ્યાં. ઊંચી પીઠ, મહેરાબદાર તોરણદ્વારો, વિશાળ ઊંચા ઘુંમટ, દીવાલોમાં મોટા ગોખલા, કળશયુક્ત બુરજો વગેરે મુલતાની ઇમારતોનાં લક્ષણ છે. આ ઇમારતો…
વધુ વાંચો >મૂર, ચાર્લ્સ વિલાર્ડ
મૂર, ચાર્લ્સ વિલાર્ડ (જ. 31 ઑક્ટોબર 1925, બેન્ટન હાર્બર, મિશિગન; અ. 16 ડિસેમ્બર 1993 ઑસ્ટિન, ટેક્સાસ) : અમેરિકાના સ્થપતિ, શિક્ષક અને લેખક. 1960 પછીના દાયકામાં સ્થાપત્યની આંતરરાષ્ટ્રીય શૈલી પરત્વે ઉદભવેલી પ્રતિક્રિયાના તેઓ અગ્રેસર સ્થપતિ હતા. તેમણે રચેલી સુખ-સગવડભરી અને સુંદર દેખાવની ઇમારતો વ્યવસાયી વર્ગમાં તેમજ સામાન્ય પ્રજાવર્ગમાં પ્રભાવક બની રહી.…
વધુ વાંચો >મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની
મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની (જ. 7 જૂન 1868, ગ્લાસગો, પ. સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 10 ડિસેમ્બર 1928, લંડન, યુ.કે.) : જાણીતા સ્થપતિ, ડિઝાઇનકાર અને ચિત્રકાર. પ્રારંભમાં તેઓ ગ્લાસગો સ્કૂલ ઑવ્ આર્ટ ખાતે સાંજના વર્ગોમાં જોડાયા હતા. 1889માં હનીમૅન ઍન્ડ કૅપલ નામની વિખ્યાત પેઢીમાં જોડાયા. 1900માં તેમણે માર્ગારેટ મૅકિનટૉશ સાથે લગ્ન કર્યાં અને…
વધુ વાંચો >મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર
મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર : ઇજિપ્તની સ્થાપત્યકલાનું એક નમૂનેદાર મંદિર. તેના નિર્માણનો પ્રારંભ રાણી હેટ સેપ્સરે ઈ. સ. પૂ. 1470ના અરસામાં કરેલો. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે થીબ્ઝ ખાતે આવેલાં કરનાક અને લેક્સરનાં મંદિરોની હરોળનું આ મંદિર અસલ નગરની ઉત્તરે નદીને પશ્ચિમ કાંઠે મહત્વના દેવાલય-ગભારા (sanctuary) રૂપે આવેલું છે.…
વધુ વાંચો >