સ્થાપત્યકલા

આર્ટ નૂવો

આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી…

વધુ વાંચો >

આર્યક સ્તંભો

આર્યક સ્તંભો : સ્તૂપની વર્તુલાકાર પીઠિકાની ચારે દિશાએ નિર્ગમિત ઊંચા મંચ કરીને દરેક મંચ ઉપર પાંચ પાંચ સ્તંભો મૂકવામાં આવતા. આ સ્તંભોને આયક કે આર્યક સ્તંભો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના સ્તૂપોની આ એક વિશેષતા છે. અમરાવતી અને નાગાર્જુનકોંડાના સ્તૂપમાં આ પ્રકારના આર્યક સ્તંભો આવેલા હતા. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

આલ્ટો, અલ્વર

આલ્ટો, અલ્વર (જ. 3 ફેબ્રુઆરી 1898; અ. 11 મે 1976) : ફિનિશ સ્થપતિ. આખું નામ હ્યુગો અલ્વર હેન્રિક આલ્ટો. વીસમી સદીનો અગ્રણી સ્થપતિ ગણાય છે. તેણે કેવળ પોતાના દેશ ફિનલૅન્ડમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં આધુનિક સ્થાપત્ય વિશે નવીન વિચારધારા સર્જી અને તેનો વિનિયોગ તેણે સ્થાપત્ય, નગર-યોજના અને રાચ-રચીલાની ડિઝાઇનમાં કરી…

વધુ વાંચો >

આલ્બર્તી, લિયોન બાત્તિસ્તા

આલ્બર્તી, લિયોન બાત્તિસ્તા (Alberti, Leon Battista) (જ. 14 ફેબ્રુઆરી 1404; અ. 25 એપ્રિલ 1472) : સ્થાપત્યના સિદ્ધાન્તોનો પાયો નાખનાર અને રોમન સ્થાપત્યના નવજાગૃતિકાળનો બહુમુખી પ્રતિભા ધરાવનાર ઇટાલિયન સ્થપતિ. તે નાટકકાર, સંગીતકાર, ચિત્રકાર, ગણિતજ્ઞ, વૈજ્ઞાનિક, તત્વચિંતક અને કવિ પણ હતો. ફ્લૉરેન્સમાં દેશવટો પામેલ પિતાનો તે અનૌરસ પુત્ર હતો. તેણે મૂળ તો…

વધુ વાંચો >

આસામનાં વાંસનાં ઘરો

આસામનાં વાંસનાં ઘરો : આસામમાં અનોખી શૈલીથી બનાવેલાં વાંસનાં ઘરો. ભારતના પૂર્વમાંના હિમાલય પર વાંસનાં જંગલો વિસ્તૃત છે. આને લઈને આસામના પ્રદેશમાં વાંસ લોકોને માટે એક અત્યંત સહેલાઈથી મળતો ઇમારતી માલસામાન છે. વાંસનો ઉપયોગ જીવન-જરૂરિયાતની લગભગ બધી જ જગ્યાએ અત્યંત કાબેલિયત સાથે લોકો કરે છે. વાંસનાં ઘરોની બાંધણી પણ અત્યંત…

વધુ વાંચો >

ઇક્ટિનસ

ઇક્ટિનસ (Ictinus) (ઈ. સ. પૂ. પાંચમી સદી) : ગ્રીસના પેરિક્લિસ યુગનો ઇજનેર અને સુપ્રસિદ્ધ સ્થપતિ. ઈરાની શહેનશાહ ઝર્કસિસે એથેન્સને ખંડેર બનાવી દીધું. તે પછી પેરિક્લિસે એથેન્સનું નગરઆયોજનનું કાર્ય તેને સોંપ્યું હતું. તેણે ભવ્ય મંદિરો, મહાલયો અને નાટ્યઘરોનું નિર્માણ કરીને એથેન્સને પુન: શણગાર્યું. એક્રોપોલિસની ટેકરી પર આવેલા પાર્થેનોનના મંદિરનો અને સૌંદર્યની…

વધુ વાંચો >

ઇગ્રેટ કિલ્લો

ઇગ્રેટ કિલ્લો : જાપાનના સૌથી મોટા ટાપુ હોન્શુના અગ્નિખૂણાના કિનારે હિમેજી શહેરમાં આવેલો કિલ્લો. હિમેજી હરિમા મેદાનના મધ્ય ભાગમાં હ્યોગો જિલ્લામાં આવેલું છે. તેનું બાંધકામ સોળમી સદીમાં થયેલું. આ કિલ્લો બાહ્ય આક્રમણથી રક્ષિત એક ભુલભુલામણી જેવો છે. તેની અંદરનાં મકાનો પથ્થરના પાયા પર કાષ્ઠઘટકોનાં બનેલાં છે. પથ્થરના પાયાને અંતર્ગોળ આકાર…

વધુ વાંચો >

ઇજિપ્તની કલા

ઇજિપ્તની કલા (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) : ઇજિપ્તની કલા ઈસુ પૂર્વે પાંચમી સહસ્રાબ્દીથી શરૂ થઈ હોવાનું મનાય છે અને તે ઈસુ પછી ત્રીજી શતાબ્દી સુધી, એમ કુલ 5,300 વરસના લાંબા ગાળાનો વિસ્તૃત ઇતિહાસ ધરાવે છે. અત્યંત મૌલિક હોવા ઉપરાંત ઇજિપ્તની કલાનો ગ્રીક કલા ઉપર પણ ઊંડો પ્રભાવ પડ્યો છે. ચિત્રકલા…

વધુ વાંચો >

ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો

ઇત્મદ ઉદ્-દૌલાનો મકબરો (1628) : યમુના નદીને કિનારે આગ્રામાં જહાંગીરની બેગમ નૂરજહાંના પિતાની યાદગીરીમાં ઊભી કરાયેલી ઇમારત. એક રહેઠાણના માળખા પ્રમાણે બનાવવામાં આવેલી આ ઇમારત મુઘલ સમયની શૈલીમાં લાલ પથ્થરના વપરાશ પરથી શાહજહાંના સમય દરમિયાનના આરસપહાણના ઉપયોગ તરફનો ઝોક દર્શાવે છે. વચ્ચેના સમચોરસ ઓરડાની આજુબાજુ લંબચોરસ ઓરડા, ખૂણામાં નાની સમચોરસ…

વધુ વાંચો >

ઇબ્ન તુલુનની મસ્જિદ (કેરો)

ઇબ્ન તુલુનની મસ્જિદ, કૅરો (876-879) : ઇબ્ન તુલુનના ફુસ્તાનની ઉત્તરે અલ્-કતાઈમાં આવેલી જુમા મસ્જિદ. ઇબ્ન તુલુને લશ્કરી તાલીમ ઇરાકમાં મેળવેલી. તેથી સમારાની મસ્જિદની અસર તેના સ્થાપત્યમાં દેખાય છે. ઈંટેરી બાંધકામવાળી આ મસ્જિદમાં મુખ્યત્વે વિશાળ કમાનો છે. તેના દ્વારા તેના વચલા ભાગો પટાંગણમાં ખૂલે છે. ત્રણ બાજુએ પરસાળ છે. સમારાની મસ્જિદની…

વધુ વાંચો >