સ્થાપત્યકલા

અમૃતવર્ષિણી વાવ

અમૃતવર્ષિણી વાવ (1723) : અમદાવાદમાં પાંચકૂવા દરવાજા પાસે આવેલી વાવ. આ નંદાપ્રકારની વાવમાં એક પ્રવેશ અને ત્રણ કૂટ (મંડપ) છે. જોકે તેમાં કાટખૂણાકાર રચના કરેલી હોઈ તે આ પ્રકારની વાવોમાં વિશિષ્ટ ભાત પાડે છે. પશ્ચિમ દિશામાંથી વાવમાં પ્રવેશતાં બે કૂટ વટાવ્યા પછી બીજો ચોરસ પડથાર આવે છે. ત્યાંથી વાવ કાટખૂણે…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલવિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે. ઉત્તર…

વધુ વાંચો >

અર્ધચંદ્ર

અર્ધચંદ્ર : મંદિરમાં ગર્ભગૃહમાં દાખલ થવા માટે ઉંબરામાં આવેલ અર્ધવૃત્તાકાર પગથિયું. એને ચંદ્રશિલા પણ કહે છે. અત્યંત સંભાળપૂર્વક કોતરાયેલું આ પગથિયું દરવાજાની રચના સાથે સંલગ્ન કરવામાં આવતું. પશ્ચિમ ભારતનાં મંદિરોમાં અને ખાસ કરીને જૈન મંદિરો અને રાજસ્થાનના ગૂર્જર સ્થાપત્યનાં મંદિરોમાં આવી રચના જોવા મળે છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

અલ્-હમ્-બ્રા

અલ્-હમ્-બ્રા : સ્પેનના ગ્રેનેડા શહેરમાં આવેલો કિલ્લેબંધ મહેલ. લાલ પથ્થર(હમ્બ્ર)થી બનેલો હોવાને કારણે એને અલ-હમ્-બ્રા કહે છે. સ્પેનના ઉમય્યા વંશના સુલતાન અલ્-ગાલિબે આ અત્યંત ખૂબસૂરત ઇમારત બંધાવેલી અને પછીના મૂરવંશના સુલતાનોએ તેને સજાવીને ભવ્ય બનાવી હતી. ઊંચી ટેકરી પર રચાયેલ આ ઇમારત મૂળ સ્થાપત્યનો ગણનાપાત્ર નમૂનો છે. તેનો બાહ્ય દેખાવ…

વધુ વાંચો >

અવન્તીસ્વામી મંદિર

અવન્તીસ્વામી મંદિર : અવન્તિવર્માએ અવન્તીપુર(કાશ્મીર)માં બંધાવેલું અવન્તીસ્વામીનું મંદિર તે પૂર્વાભિમુખ વિષ્ણુ પંચાયતનનું મંદિર છે. આશરે 4૦ × 5૦ મી. મોટી જગતી ઉપર ઊભેલું આ મંદિર છે. તેની રચના માટે બે અધિષ્ઠાન અથવા જગતી ઉપર સમચોરસ બાંધેલું મંદિર આશરે 1૦ મી. × 1૦ મીનું છે. મુખ્ય જગતીના ચાર ખૂણા પર ચાર…

વધુ વાંચો >

અશરફી મહલ

અશરફી મહલ : માંડુ(માંડવગઢ)માં સુલતાન મુહંમદ ખલજીએ પંદરમી સદીમાં બંધાવેલો મહેલ. મુહંમદ ખલજીના પિતા હોશંગશાહે (1405-34) માંડુના કિલ્લામાં સુંદર સ્થાપત્યો બંધાવવાની શરૂઆત કરી હતી. માંડુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઇન્દોરથી પશ્ચિમે 99.2 કિમી. દૂર આવેલું ઇતિહાસપ્રસિદ્ધ નગર છે. હોશંગશાહે બંધાવેલ જામી મસ્જિદ સામે અશરફી મહલ નામે રાજમહલ બંધાવેલ છે. અશરફી મહલની…

વધુ વાંચો >

અષ્ટભદ્ર

અષ્ટભદ્ર : મંદિરના પાયામાં રચાતી અષ્ટકોણાકાર કૃતિ. ચાલુક્ય સ્થાપત્યમાં મંદિરોના પાયાનો આકાર આ રીતે કરવામાં આવતો. આવો આકાર સમચતુષ્કોણ લઈને તેને તેના કેન્દ્ર પર એવી રીતે ફેરવવામાં આવતો કે અષ્ટકોણાકાર તારા જેવી રચના થાય. આવી જાતનો આકાર ભારતમાં બીજી શૈલીનાં મંદિરોમાં પણ કરવામાં આવતો. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

અહમદશાહની મસ્જિદ

અહમદશાહની મસ્જિદ : સુલતાન અહમદશાહે બંધાવેલી અમદાવાદની મસ્જિદ. અમદાવાદની સર્વપ્રથમ સ્થાપત્યકીય ઇમારત મનાતી આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. તે જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. શાહી કિલ્લાની અંદર હોઈ તેનું બાદશાહના ખાનગી પ્રાર્થનાગૃહ તરીકે નિર્માણ થયું હોય તે બનવાજોગ છે.…

વધુ વાંચો >

અંતરાલ

અંતરાલ : મંદિરોના સ્થાપત્યમાં લગભગ સાતમી સદી સુધી ગર્ભગૃહ અને મંડપ વચ્ચે જગ્યા રહેતી અને બંનેનું બાંધકામ કશા જ જોડાણ વગર કરવામાં આવતું (દા.ત., મોઢેરાનું સૂર્યમંદિર). આ બંને ભાગોને જોડતા ભાગને અંતરાલ કહેવામાં આવે છે, જેનાથી મંદિરોની ઇમારતોનું બાંધકામ અને આકાર સંયોજિત રીતે થવા લાગેલાં. તેથી સભામંડપ અને ગર્ભગૃહને જોડતા…

વધુ વાંચો >

આચાર્ય, પ્રસન્નકુમાર

આચાર્ય, પ્રસન્નકુમાર (189૦-196૦) : ભારતીય વાસ્તુવિદ્યાના નિષ્ણાત. તેમણે ચિતાગોંગ કૉલેજ અને કલકત્તા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. 1914માં શિષ્યવૃત્તિ મેળવીને તેઓ ઇંગ્લૅડ ગયા હતા. ત્યાં તેમણે ભારતીય સ્થાપત્ય અંગેનો કોષ તૈયાર કર્યો હતો. તેને માટે તેમને ડી. લિટ. ની પદવી આપવામાં આવેલી. 1923થી 195૦ સુધી તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ,…

વધુ વાંચો >