સ્થાપત્યકલા

આઝમખાનની સરાઈ

આઝમખાનની સરાઈ (1637) : શાહજહાંના સમયના ગુજરાતના સૂબેદાર આઝમખાને અમદાવાદમાં બંધાવેલી સરાઈ. આ સરાઈ અમદાવાદના ભદ્રના કિલ્લાના મેદાને શાહ તરફ પડતા દરવાજાના અનુસંધાનમાં દક્ષિણ તરફ પડતા ખૂણામાં બંધાવી હતી. 72 મીટર લાંબી અને 63 મીટર પહોળી આ વિશાળ ઇમારતની ઉત્તરની પાંખ સદરહુ દરવાજાની દક્ષિણ દીવાલ સાથે સહિયારી હતી. સરાઈનું ભવ્ય…

વધુ વાંચો >

આઝમ-મુઆઝમનો રોજો

આઝમ–મુઆઝમનો રોજો : અમદાવાદમાં વાસણા પાસે સરખેજ જવાના માર્ગ પર આવેલો રોજો. આઝમખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓ હતા. તેઓ મહમૂદ બેગડાના સમયના અચ્છા તીરંદાજ હતા. આ બે ભાઈઓ સરખેજના રોજાના મિસ્ત્રીઓ હતા. એવી કિંવદંતી છે કે એ બાંધકામ દરમ્યાન તેમણે ખોટી રીતે લાભ મેળવી પોતાનો રોજો બાંધ્યો હતો.…

વધુ વાંચો >

આડભીંત

આડભીંત : જુઓ, સ્થાપત્યકલા

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : ગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખતરતવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા લેખ…

વધુ વાંચો >

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…

વધુ વાંચો >

આમલક, આમલશિલા

આમલક, આમલશિલા : ભારતીય મંદિરના શિખર કે સ્તંભની ઉપર મૂકવામાં આવતો ગોળાકાર પથ્થર. આમલક (આમળા) ફળના આકાર સાથેના સામ્યને કારણે તેને આમલક કહે છે. શિખરની ઉપર શીર્ષ કે કળશ તરીકે તેની સ્થાપના થાય છે. તે સામાન્ય રીતે ધ્વજસ્તંભના આધારરૂપ હોય છે. આમલકની અગત્ય દર્શન અને બાંધકામની ર્દષ્ટિએ ઘણી હતી. જુદી…

વધુ વાંચો >

આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો : કછવાહોની રાજધાનીનું નગર. એ જયપુરની પાસે પહાડોથી વીંટળાયેલી ખીણમાં આવેલું છે. એના કિલ્લાની દીવાલો આ પહાડો પર બાંધીને આખા નગરને સુરક્ષિત કરેલું છે, જેમાં કછવાહોના રાજમહેલો આવેલા છે. આમેરની વસાહત આશરે દશમી શતાબ્દી જેટલી પ્રાચીન હોવા છતાં ત્યાંના રાજમહેલો પ્રમાણમાં નવા છે. રાજા માનસિંહ (1592-1615) અને રાજા…

વધુ વાંચો >

આયોનિક

આયોનિક : પાશ્ચાત્ય દેશોના શાસ્ત્રીય સ્થાપત્યમાં સ્તંભના વિવિધ પ્રકારોમાંનો એક. આ પ્રકારના સ્તંભનો ઉપયોગ એશિયા માઇનોરમાં લગભગ ઈસુ પૂર્વેની છઠ્ઠી સદીમાં પ્રચલિત થયો. બીજા પ્રકારના સ્તંભો ડૉરિક, કૉરિન્થિયન, ટસ્કન સહિત વિટ્રુવિયસે વર્ણવ્યા છે. ઈ. સ. 1540 માં સર્લીઓએ એક પુસ્તક લખીને આ સ્તંભોનાં રચના અને પ્રમાણ વિશે વિસ્તૃત માહિતી સ્થપતિઓ…

વધુ વાંચો >

આર્કિગ્રામ

આર્કિગ્રામ (1961) : સ્થાપત્યની નૂતન વિચારસરણી ધરાવતું યુવાન બ્રિટિશ સ્થપતિઓનું એક જૂથ. 1961માં બ્રિટનની સ્થાપત્યશાળાઓના વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતાઓના વિચારમંથનમાંથી એક જ વિચારસરણી ધરાવતા ‘આર્કિગ્રામ’ નામના જૂથનો જન્મ થયેલો. તે વિચારસરણીનો પહેલો ગ્રંથ આર્કિટેકચરલ ટેલિગ્રામ તરીકે પ્રકાશિત થયેલો (1961), તેના પરથી આર્કિગ્રામ નામ પ્રચલિત થયેલું. આ યુવાનોનાં જૂથો રીજન્ટ સ્ટ્રીટ પૉલિટેકનિક,…

વધુ વાંચો >

આર્ચ

આર્ચ : જુઓ કમાન; તોરણ

વધુ વાંચો >