સ્થાપત્યકલા

અહમદશાહની મસ્જિદ

અહમદશાહની મસ્જિદ : સુલતાન અહમદશાહે બંધાવેલી અમદાવાદની મસ્જિદ. અમદાવાદની સર્વપ્રથમ સ્થાપત્યકીય ઇમારત મનાતી આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. તે જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. શાહી કિલ્લાની અંદર હોઈ તેનું બાદશાહના ખાનગી પ્રાર્થનાગૃહ તરીકે નિર્માણ થયું હોય તે બનવાજોગ છે.…

વધુ વાંચો >

અંતરાલ

અંતરાલ : મંદિરોના સ્થાપત્યમાં લગભગ સાતમી સદી સુધી ગર્ભગૃહ અને મંડપ વચ્ચે જગ્યા રહેતી અને બંનેનું બાંધકામ કશા જ જોડાણ વગર કરવામાં આવતું (દા.ત., મોઢેરાનું સૂર્યમંદિર). આ બંને ભાગોને જોડતા ભાગને અંતરાલ કહેવામાં આવે છે, જેનાથી મંદિરોની ઇમારતોનું બાંધકામ અને આકાર સંયોજિત રીતે થવા લાગેલાં. તેથી સભામંડપ અને ગર્ભગૃહને જોડતા…

વધુ વાંચો >

અંધ્રી

અંધ્રી : જુઓ, સ્થાપત્યકલા

વધુ વાંચો >

આગાર

આગાર : જુઓ, સ્થાપત્યકલા

વધુ વાંચો >

આચાર્ય, પ્રસન્નકુમાર

આચાર્ય, પ્રસન્નકુમાર (189૦-196૦) : ભારતીય વાસ્તુવિદ્યાના નિષ્ણાત. તેમણે ચિતાગોંગ કૉલેજ અને કલકત્તા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. 1914માં શિષ્યવૃત્તિ મેળવીને તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. ત્યાં તેમણે ભારતીય સ્થાપત્ય અંગેનો કોષ તૈયાર કર્યો હતો. તેને માટે તેમને ડી. લિટ. ની પદવી આપવામાં આવેલી. 1923થી 195૦ સુધી તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ,…

વધુ વાંચો >

આઝમખાનની સરાઈ

આઝમખાનની સરાઈ (1637) : શાહજહાંના સમયના ગુજરાતના સૂબેદાર આઝમખાને અમદાવાદમાં બંધાવેલી સરાઈ. આ સરાઈ અમદાવાદના ભદ્રના કિલ્લાના મેદાને શાહ તરફ પડતા દરવાજાના અનુસંધાનમાં દક્ષિણ તરફ પડતા ખૂણામાં બંધાવી હતી. 72 મીટર લાંબી અને 63 મીટર પહોળી આ વિશાળ ઇમારતની ઉત્તરની પાંખ સદરહુ દરવાજાની દક્ષિણ દીવાલ સાથે સહિયારી હતી. સરાઈનું ભવ્ય…

વધુ વાંચો >

આઝમ-મુઆઝમનો રોજો

આઝમ–મુઆઝમનો રોજો : અમદાવાદમાં વાસણા પાસે સરખેજ જવાના માર્ગ પર આવેલો રોજો. આઝમખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓ હતા. તેઓ મહમૂદ બેગડાના સમયના અચ્છા તીરંદાજ હતા. આ બે ભાઈઓ સરખેજના રોજાના મિસ્ત્રીઓ હતા. એવી કિંવદંતી છે કે એ બાંધકામ દરમિયાન તેમણે ખોટી રીતે લાભ મેળવી પોતાનો રોજો બાંધ્યો હતો.…

વધુ વાંચો >

આડભીંત

આડભીંત : જુઓ, સ્થાપત્યકલા

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…

વધુ વાંચો >