સ્થાપત્યકલા

ટ્રાયફોરિયમ

ટ્રાયફોરિયમ : ચર્ચની મધ્યવીથિ સન્મુખ, ઉપરના કમાનવાળા છાપરા કે છત નીચે ત્રણ સ્તરે ખૂલતા ઝરૂખા. રોમનેસ્ક સ્થાપત્યશૈલીમાં તે ચર્ચનું મહત્વનું અંગ બની રહ્યું હતું પણ ગૉથિક સ્થાપત્યમાં તે લુપ્ત થયું. લૅટિન ભાષામાં tresનો અર્થ ત્રણ અને foresનો અર્થ વાતાયન (openings) થાય છે. તેથી ટ્રાયફોરિયમ શબ્દ સામાન્ય રીતે ત્રણ માળના ખૂલતા…

વધુ વાંચો >

ટ્રાયમ્ફલ કમાન

ટ્રાયમ્ફલ કમાન : આવનજાવનના માર્ગ પર કોઈ પ્રસંગ કે વ્યક્તિના સંભારણા માટે બનાવવામાં આવેલી વિશાળ સ્મારકરૂપ કમાન. ઇમારતથી આ કમાન અલાયદી હોય છે. તેની રચનામાં બે અથવા ચાર વિશાળ સ્તંભ બનાવાય છે. આવા બે સ્તંભવાળી રચનામાં ઉપર એક કમાન જ્યારે ચાર સ્તંભવાળી રચનામાં વચમાં એેક મોટી અને તેની બંને બાજુ…

વધુ વાંચો >

ટ્રેબિયેટેડ

ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું  નામ. આ જાતની બાંધણી  દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે.…

વધુ વાંચો >

ટ્રૉય

ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…

વધુ વાંચો >

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ (જ. 30 સપ્ટેમ્બર 1921, અમદાવાદ; અ. 30 ઑક્ટોબર 2002, અમદાવાદ) : ગુજરાતની અનેક અદ્યતન ઇમારતોના મૌલિક દૃષ્ટિ ધરાવતા આર્કિટેક. તેમના પિતા કૃષ્ણલાલે થાણાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, કચ્છની હાઇકોર્ટ અને જામનગરની કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેઓ ખંભાતના દીવાન હતા. તેમણે શિરોહીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી…

વધુ વાંચો >

ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ

ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ : પ્રાચીન ગ્રીસ તથા રોમમાંની ઇમારતોનો એક પ્રકાર. તેમાં આવેલા સ્તંભની સંખ્યા પરથી તેની બાંધણી નક્કી થતી. જો ઇમારતની આગળ બે સ્તંભવાળો મંડપ હોય તો તે શૈલી ડાયસ્ટાઇલ તરીકે ઓળખાતી. દશ સ્તંભવાળી કે દશ સ્તંભની હારવાળી ઇમારતને ડેકાસ્ટાઇલવાળી ગણાતી. સ્તંભની સંખ્યા પરથી મકાનનું પ્રમાણ-માપ નક્કી થતું  હોવાથી પછી આ…

વધુ વાંચો >

ડીઓક્લેશિયન થર્મે, રોમ

ડીઓક્લેશિયન થર્મે, રોમ : રોમન સ્થાપત્યશૈલીમાં લોકોપયોગી સ્થાપત્યનો એક પ્રકાર. થર્મે એટલે સ્નાનાગાર,  જેમાં સ્નાન ઉપરાંત અનેક જુદી જુદી સગવડોનો સમાવેશ કરાતો. જેમ કે પુસ્તકાલય, સ્વાસ્થ્યને લગતી જુદી જુદી સગવડો, સભાઓ માટે પ્રાંગણ વગેરે. રોમમાં તેના ઉપલબ્ધ અવશેષો પરથી તે સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાયેલ છે. સત્તરમી સદીના સ્થપતિઓએ આનો અભ્યાસ…

વધુ વાંચો >

ડૉજિસ પૅલેસ, વેનિસ

ડૉજિસ પૅલેસ, વેનિસ : ઇટાલીમાં વિવિધ સ્થાપત્યશૈલીમાં બનાવાયેલ ઇમારત-સંકુલમાં આવેલો વિખ્યાત પૅલેસ. સેન્ટ માર્કો પ્લાઝામાં આવેલ આ પૅલેસ સૌપ્રથમ નવમી સદીમાં બનાવાયો પણ એક યા બીજા કારણસર તેને ફરી ફરી બનાવવો પડ્યો. અત્યારના ડૉજિસ પૅલેસની રચના ઈ. સ. 1303થી 1438ના 135 વર્ષના સમયગાળામાં થયેલી. આ પૅલેસ ઇટાલીના મુક્ત સ્થાપત્યનું ઉત્કૃષ્ટ…

વધુ વાંચો >

ડોનેર કુમ્બેટ, કૈઝરી

ડોનેર કુમ્બેટ, કૈઝરી (તુર્કસ્તાન) : તેરમી સદીના અંતભાગમાં તુર્કસ્તાન સેલ્યૂક શાસનકાળમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું એક અગત્યનું ઉદાહરણ. મકબરા તરીકે બનાવાયેલ આ ઇમારતમાં દફન માટે ઓટલા જેવો પથ્થરનો પાયો રચાતો, જેના પર મકબરાની મુખ્ય ઇમારત બનતી. ડોનેરના મકબરામાં આવી 12 બાજુવાળી ઇમારત પર શંકુ આકારના ઘુમ્મટની રચના કરાઈ હતી. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ડોમસ

ડોમસ : પ્રાચીન રોમનાં મકાનોની રચનાના ત્રણ પ્રકારમાંનો એક પ્રકાર. રોમમાં  ત્રણ પ્રકારના આવાસ બનાવાતા. ઍપાર્ટમેન્ટ પ્રકારના ઇન્સ્યુલા, નગરની બહાર કે ગ્રામીણ વિસ્તારમાં બનાવાતા વિલા તથા શહેરના અલાયદા સ્વતંત્ર આવાસ ડોમસ. આ શબ્દ ગ્રીક તથા હેલેનિક ભાષામાંથી આવ્યો છે. ડોમસ એક માળના હતા, જેમાં મધ્યમાં આવેલ ચોકની ચારે તરફ ઓરડા…

વધુ વાંચો >