સ્થાપત્યકલા
કોનારકનું મંદિર
કોનારકનું મંદિર : ઇજિપ્તનું પ્રાચીન સમયનું મંદિર. સ્થાપત્યની આ ભવ્ય ઇમારત ઇજિપ્તની સંસ્કૃતિના સામ્રાજ્ય યુગ(ઈ. પૂર્વે 1580થી 1150)નાં મહાન સમ્રાજ્ઞી હેટશેપસુટ(ઈ. પૂર્વે 1500થી 1479)ના સમય દરમિયાન થીબ્ઝ નગર પાસે બંધાઈ હતી. આ મંદિર બાંધતાં ઘણાં વર્ષો લાગ્યાં હતાં. છતાં મુખ્ય બાંધકામ રાણી હેટશેપસુટ અને થુતમોસ ત્રીજાના શાસન દરમિયાન થયું હતું.…
વધુ વાંચો >કોન્યાનું ઘર
કોન્યાનું ઘર : ઘરબાંધણીની એક શૈલી. તે તુર્કસ્તાનના પ્રદેશમાં તાપમાનમાં ઓચિંતા થતા તીવ્ર ફેરફાર સામે ટકી રહેવાની પ્રયુક્તિ સૂચવે છે. ઈંટોથી બનેલા એક માળના મકાનના છાપરા પર માટીનો જાડો થર પાથરવામાં આવતો, પરિણામે બાહ્ય ગરમી અને ઠંડી સામે રક્ષણ મળતું. એના ખંડોના મધ્યમાં બગીચો રાખવામાં આવતો. મન્વિતા બારાડી
વધુ વાંચો >કોપ્રુલુ-યાલીસી
કોપ્રુલુ-યાલીસી : એનાડોલીહીસારીમાં સત્તરમી સદીના અંતમાં બોસપોરસ નદીના એશિયન કાંઠા પર બંધાયેલી ઇમારત. અત્યારે તેનો બેઠકખંડ જ બાકી રહ્યો છે. આ ખંડ અડધો પાણી પર બાંધવામાં આવેલો હતો, જેથી બેઉ કાંઠા જોઈ શકાતા. બારીઓ ખોલી નાખવાથી જાણે ખંડ પાણી પર તરતો હોય એવો ભાસ થતો. આ ઇમારતનો સ્થપતિ કોપ્રુલા ખાનદાનનો…
વધુ વાંચો >કૉફર
કૉફર : ઇમારતની છતના બાંધકામમાં કૉંક્રીટની બે દિશાની ઊંડી પાટડીઓ વચ્ચેની દબાયેલી જગ્યા. લાકડામાંથી બનાવાતી છતની જેમ જ કૉંક્રીટમાં બનાવાતી મોટા ગાળાની છત પણ ઊંડી પાટડી દ્વારા બનતી હોય છે. બંને દિશાની ઊંડી પાટડીઓ વચ્ચે કૉફર આવે છે. સામાન્ય રીતે આ પાટડીઓની ઊંડાઈ વધારે હોય છે અને તેની વચ્ચે પાતળો…
વધુ વાંચો >કોરિન્થિયન ઑર્ડર
કોરિન્થિયન ઑર્ડર : ગ્રીક સ્થાપત્યના સ્તંભોની રચનાનો એક પ્રકાર. રોમનકાળમાં તેનો પૂર્ણ વિકાસ થયેલો. તેની ટોચનો ભાગ ઊંધા ઘંટ જેવો હોય છે. પાંદડાની વચ્ચેથી એનું થડ જાણે કે ઉપરના ભાગને આધાર આપતું હોય એમ લાગે છે. કોરિન્થિયન ઑર્ડર હેલેનિક ગ્રીક લોકોએ શોધ્યો. ગ્રીક સ્થાપત્યશૈલીમાં મુખ્યત્વે સ્તંભ અને પીઢિયાંનો ઉપયોગ થયેલો…
વધુ વાંચો >કૉર્ડોવાની મસ્જિદ
કૉર્ડોવાની મસ્જિદ (785થી 987) : અસંખ્ય સ્તંભ અને વિવિધ પ્રકારની કમાનોનું અતિ સુંદર સ્થાપત્ય ધરાવતી ભવ્ય મસ્જિદ. સીરિયામાંથી ટ્યુનિસિયા અને ત્યાંથી સ્પેન આવી વસેલા મુસલમાન સરદાર આયદ-અર-રહેમાનની આગેવાની હેઠળ કૉર્ડોવાની મુખ્ય મસ્જિદનું બાંધકામ શરૂ થયું હતું. ત્યારબાદ ત્રણ જુદા જુદા આગેવાનોએ લગભગ બસો વર્ષમાં તે પૂરી કરી. તેમાં 950માં વિજયસ્તંભ…
વધુ વાંચો >કૉર્નિસ
કૉર્નિસ : છતની દીવાલ કે નેવાંના છજા પર રક્ષણાર્થે અથવા ફક્ત શોભા માટે ચણવામાં આવતી આગળ પડતી કાંગરી. આ શબ્દ સ્થાપત્યના કોઈ પણ ભાગ પર બાંધવામાં આવેલા આગળ પડતા ઘટક માટે પણ વપરાય છે. મન્વિતા બારાડી
વધુ વાંચો >કૉર્બૂઝિયે લ.
કૉર્બૂઝિયે, લ. (જ. 6 ઑક્ટોબર 1887, લા ચો-દ-ફોન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 ઑગસ્ટ 1965, કેપ માર્ટિન, ફ્રાંસ) : ક્રાન્તિકારી સ્થાપત્યના પ્રણેતા. મૂળ નામ શાર્લ એદવાર ઝનિરે. સ્વિટ્ઝર્લૅન્ડના ફ્રાંસની સરહદે આવેલા લા-શૉદ-ફૉના મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. સ્થપતિ, શિલ્પી, ચિત્રકાર, કવિ, ફિલસૂફ અને સ્થાપત્યના એક નવા યુગના સર્જક કૉર્બૂઝિયેએ મૂળ તાલીમ તો કોતરણીકાર (engraver)…
વધુ વાંચો >કૉલોનેડ
કૉલોનેડ : પાશ્ચાત્ય સ્થાપત્ય અનુસાર મકાનની આગળ અથવા ચારે બાજુ સ્તંભોની હારમાળાથી બંધાયેલ અંતરાલ. શાસ્ત્રીય નિયમો પ્રમાણે, દેવળોના સ્થાપત્યમાં આવા કૉલોનેડની રચના માટે કેટલાંક નિશ્ચિત ધોરણ હતાં. જેમ કે કૉલોનેડમાં સ્તંભોની સંખ્યા હંમેશાં બેકી રહે અને તેની વચ્ચેના ગાળા એકી સંખ્યામાં રહે. ગ્રીક દેવળોમાં કૉલોનેડની રચના પ્રમાણે દેવળોનું વર્ગીકરણ થતું.…
વધુ વાંચો >