સિવિલ ઇજનેરી
પાદવિન્યાસ
પાદવિન્યાસ : મકાનોના નકશા માટે પ્રચલિત શબ્દ. જમીનતલ કે ભૂતલને પણ ઇમારતના ‘પગલા’ તરીકે વર્ણવાય. જમીન-સ્તરે મકાનની ઇમારતી છબીને પાદવિન્યાસ તરીકે વર્ણવાય છે. મકાનોના બાંધકામની પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે ઇમારતની દીવાલો તથા આધારોનાં રેખાંકન પ્રથમ જમીન પર કંડારાય છે અને તેના આધારે બાંધકામની શરૂઆત કરાય છે. આ રેખાંકનને પણ પાદવિન્યાસ…
વધુ વાંચો >પુલ (bridge)
પુલ (bridge) : નદી, નહેર, ખાડી કે રેલવેલાઇનને ઓળંગવા માટે તૈયાર કરાતું બાંધકામ. પુલને લીધે એ ઓળંગવું સહેલું બને છે અને વાહનવ્યવહાર ઝડપી બને છે. પુલનો મહિમા માનવજાતના ઇતિહાસ સાથે ઘણા લાંબા-પુરાણા કાળથી સંકળાયેલો છે. રામાયણમાં શ્રીરામ વાનરસેનાની મદદથી રામેશ્વર પાસે પુલ બાંધી ખાડી ઓળંગીને લંકા પહોંચે છે તે વાત…
વધુ વાંચો >પૉર્ટલૅન્ડ સિમેન્ટ (Portland cement)
પૉર્ટલૅન્ડ સિમેન્ટ (Portland cement) : પથ્થર, ઈંટો, રેતી-કાંકરી વગેરે બાંધકામમાં વપરાતા માલ માટે બંધક તરીકે વપરાતો પદાર્થ. આધુનિક સમયમાં બાંધકામ માટે વપરાતા ઇજનેરી માલસામાનમાં સિમેન્ટનું સ્થાન અનોખું છે. અગાઉ સિમેન્ટની જગ્યાએ જલદૃઢ (hydraulic) ચૂનો, કુદરતી સિમેન્ટ, પૉઝોલૅનિક સિમેન્ટ, જિપ્સમ વગેરેનો ઉપયોગ થતો હતો. 2૦ % થી 4૦ % મૃણ્મય પદાર્થો…
વધુ વાંચો >પૉં દુ ગાર્દ
પૉં દુ ગાર્દ : ઈ. સ. 14માં ફ્રાન્સમાં નિમેસ ખાતે ગાર્દ નદી પરનો પુલ. પાણીની નહેરના બાંધકામના એક ભાગ રૂપે બંધાયેલ. નદીના પટમાં 269 મી. લાંબી આ ઇમારત બેવડું કામ કરવા બંધાયેલ. પાણીની નહેર અને નીચેના ભાગમાં રસ્તો. આ જાતની રચના યુરોપીય દેશોમાં પાણીની નહેરને ઊંચાઈ ઉપરના ભાગમાં લઈ જવા…
વધુ વાંચો >પ્રકલ્પ-આયોજન (project planning)
પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…
વધુ વાંચો >પ્રકાશ-આયોજન
પ્રકાશ-આયોજન : નિર્ધારિત સ્થળે જરૂરિયાત પ્રમાણે પ્રકાશ મળી રહે તે માટેની વ્યવસ્થા. નિયત સ્થળે જે કાર્ય કરવાનું હોય તે માટે જરૂરી પ્રમાણમાં પ્રકાશ મળી રહે તે જરૂરી હોય છે. ઘર, ઑફિસ, કારખાનું, વાચનસ્થળ, શાળાઓ, હૉસ્પિટલો (હૉસ્પિટલોમાંનાં ઑપરેશન-થિયેટરો), પુસ્તકાલયો, ચલચિત્ર ઉતારવાનાં સ્થળો–સ્ટુડિયો એમ અનેક પ્રકારનાં સ્થળો માટે જુદી જુદી તીવ્રતાના પ્રકાશની…
વધુ વાંચો >પ્રકાશ-આલેખ (light curve)
પ્રકાશ-આલેખ (light curve) : પરિવર્તનશીલ (variable) તારાઓના પ્રકાશના ફેરફારોનું આલેખીય (graphical) વર્ણન. તારાના પ્રકાશમાં થતા ફેરફારો નિયમિત (periodic) અથવા લગભગ નિયમિત હોય તો દ્યુતિ (brightness) અને કલા (phase) વચ્ચે આલેખ તૈયાર કરી શકાય છે. અવલોકન વખતનો સમય અને પ્રકાશ-આલેખ ઉપર તારાનું સ્થાન સહેલાઈથી નક્કી કરી શકાય તેવા ભાગ ઉપરનો સમય…
વધુ વાંચો >પ્લમ્બિંગ
પ્લમ્બિંગ પ્લમ્બિંગ એટલે પાઇપની ગોઠવણી. તેમાં પાઇપ તથા તેને સંબંધિત સાધનોની ગોઠવણી, જાળવણી તથા કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. પાઇપની ગોઠવણી, પીવાનું તથા ઘરવપરાશ માટેનું પાણી પહોંચાડવા માટે તથા વપરાયેલા ગંદા પાણીનો તથા અન્ય ગંદા પ્રવાહીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પ્લમ્બિંગના હેતુઓ : (ક) શહેરની પાણીની ટાંકી કે જળાશયમાંથી…
વધુ વાંચો >પ્લાસ્ટર ઑવ્ પૅરિસ
પ્લાસ્ટર ઑવ્ પૅરિસ : ચિરોડી(gypsum)ના નિસ્તાપનથી મેળવાતો સફેદ, બારીક પાઉડર. જિપ્સમ અને પ્લાસ્ટર ઑવ્ પૅરિસ બંનેને થિયોફ્રેસ્ટસે ચૉક (chalk) તરીકે ઓળખાવ્યાં હતાં. જિપ્સમ(CaSO4 · 2H2O)નું 120° સે. થી 180° સે. (કેટલીક વાર 250° સે. પણ) તાપમાને ભસ્મીકરણ (calcination) થતાં તેમાંનું 75% જેટલું સ્ફટિકજળ ઊડી જઈ પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, કૅલ્શિયમ સલ્ફેટ…
વધુ વાંચો >ફરમાકામ
ફરમાકામ : પ્રબલિત સિમેન્ટ કૉન્ક્રીટના બાંધકામ માટે તૈયાર કરાતું માળખું. માળખા દ્વારા જરૂરિયાત મુજબની બાજુઓ રચાય છે. આવી રીતે તૈયાર થયેલ માળખા-ફરમાકામમાં કૉન્ક્રીટ ઢાળવામાં આવે છે. ફરમાને શટરિંગ પણ કહેવાય છે. ફરમાકામ લાકડાં, પ્લાયવુડ કે લોખંડનાં પતરાંનું બનાવાય છે. જે આકારના પ્રબલિત સિમેન્ટ-કૉન્ક્રીટનું બાંધકામ કરવાનું હોય તે આકારની પેટી જેવી…
વધુ વાંચો >