સમાજશાસ્ત્ર
સમાજ (society)
સમાજ (society) : સામાજિક સંબંધોનું ગુંફન. સામાજિક સંબંધોની અટપટી વ્યવસ્થા કે જેમાં માનવ સમાજ-જીવન જીવે છે, તે સમાજ છે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવે છે. આમ તો જીવસૃદૃષ્ટિના ઉદ્ભવની સાથે સમાજ અને સમાજ-જીવન ઉત્ક્રાન્ત થયાં છે. માનવનું સમાજ-જીવન એ જીવસૃદૃષ્ટિના વિકાસનો એક તબક્કો…
વધુ વાંચો >સમાજકલ્યાણ
સમાજકલ્યાણ : સમાજના કોઈ સમુદાયની વ્યાધિકીય સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં વ્યક્તિગત અથવા સાર્વજનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા વ્યવસ્થિત પ્રયાસો. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ અનુસાર સમાજકલ્યાણ એ કાયદાની એવી પદ્ધતિ છે જેના દ્વારા સરકાર સંરક્ષણ – સુરક્ષા આપીને પોતાના નાગરિકોને સામાજિક-આર્થિક કલ્યાણ બક્ષે છે. યુનાઇટેડ નૅશન્સે આધુનિક રાજ્યની કલ્યાણપ્રવૃત્તિઓને માનવ-અધિકારો સાથે જોડીને ઘોષણા…
વધુ વાંચો >સમાજમિતિ (sociometry)
સમાજમિતિ (sociometry) : સમાજશાસ્ત્રની એક સંશોધનપ્રવૃત્તિ. જે. એલ. મોરેનો(1934)એ સર્વપ્રથમ આ પદ્ધતિની વાત કરી ત્યારબાદ સુધારા-વધારા સાથે સામાજિક જૂથ અને સામાજિક સંબંધોના સંશોધનમાં આ પદ્ધતિ પ્રયોજાતી રહી છે. ફ્રાન્સના મત મુજબ ‘‘કોઈ એક જૂથના સભ્યો વચ્ચેનાં આકર્ષણ અને અપાકર્ષણના માપન દ્વારા જૂથના સભ્યોની પસંદગી, પ્રત્યાયન અને આંતરક્રિયાની તરાહ’’ જાણવા માટે…
વધુ વાંચો >સમાજશાસ્ત્ર
સમાજશાસ્ત્ર : સામાજિક વિજ્ઞાનની એક શાખા. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં ‘sociology’ કહેવામાં આવે છે. આ શબ્દ મૂળ લૅટિન ભાષાના ‘socius’ (companion એટલે સાથીદાર) અને ગ્રીક ભાષાના ‘ology’ (study of – નો અભ્યાસ) પરથી બન્યો છે. આના આધારે કહીએ તો સમાજશાસ્ત્ર સામાજિક આંતરક્રિયાઓ દ્વારા બનેલા સામાજિક સંબંધોના માળખાનો અભ્યાસ કરે છે. આપણને એ…
વધુ વાંચો >સમાજસુધારણા
સમાજસુધારણા : જનસમુદાયના માનસમાં સ્થિર થયેલાં મનોવલણો, જીવનદર્શન અને તેમના વ્યવહારો જે પ્રગતિશીલ સમાજ સાથે સમાયોજન સાધી શકતા નથી તેમાં પરિવર્તન માટેના પ્રયાસો. આ પ્રયાસ સંપૂર્ણ સામાજિક વ્યવસ્થા અથવા કોઈ એક ભાગમાં ઉત્પન્ન થયેલા દોષો અને કુરિવાજોને દૂર કરવાના હેતુથી પ્રેરિત થાય છે. સમાજસુધારણાનો જન્મ વિવિધ સામાજિક સમસ્યાઓમાંથી થાય છે.…
વધુ વાંચો >સમાજસુરક્ષા
સમાજસુરક્ષા : વિકલાંગતા, વંચિતતા, અજ્ઞાનતા, વૃદ્ધાવસ્થા, બેકારી, બીમારી, અકસ્માત જેવાં સંકટોમાં નાગરિકોને સહાય આપવા માટેનો સામાજિક પ્રબંધ. તેનો આશય આપત્તિગ્રસ્ત વ્યક્તિની આર્થિક સ્થિતિને ન્યૂનતમ સ્તર પર ટકાવી રાખવાનો છે. સામાજિક સુરક્ષાના કાર્યક્રમોમાં ગર્ભાવસ્થા, બીમારી, અકસ્માત, વિકલાંગતા, કુટુંબના મોભીનું અવસાન, બેકારી, વયનિવૃત્તિ, વૃદ્ધાવસ્થા અને અન્ય કારણોને લીધે ગુમાવેલ આવકની ક્ષતિપૂર્તિ કરવી…
વધુ વાંચો >સમાજસેવા
સમાજસેવા : જુઓ સમાજકાર્ય.
વધુ વાંચો >સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ)
સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) : ભારતમાં વસતા બધા નાગરિકોના કૌટુંબિક સંબંધોનું નિયમન કરતા કાયદા કોમી તફાવતો વગર સમાન ધોરણે અમલી બનાવવાનું લક્ષ્ય ધરાવતો ધારો. ધર્મ (સંપ્રદાય) અથવા કોમ-આધારિત વૈયક્તિક કાયદાઓ(પર્સનલ લૉઝ)ને બદલે ભારતમાં વસતી બધી કોમો માટે સમાન નાગરિક ધારો ઘડવાનો અને તેને અમલમાં મૂકવાનો રાજ્ય પ્રયાસ કરે,…
વધુ વાંચો >સર્વોદય
સર્વોદય : પ્રવર્તમાન ઉપભોગવાદી સંસ્કૃતિનો વિકલ્પ પૂરો પાડતી ગાંધીવાદી આચાર-વિચારની પ્રણાલી. સર્વોદય વીસમી સદીમાં ઉદ્ભવેલો એક નવો શબ્દ છે. પરંતુ આજે જે રીતે તે જીવનની એક ફિલસૂફીના અર્થમાં, એક ચોક્કસ વિચારધારાના અર્થમાં પ્રચલિત છે, એ રીતનો તેનો ઉપયોગ તો હજી માત્ર એક જ સદી જૂનો છે. ‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું…
વધુ વાંચો >