સંસ્કૃત સાહિત્ય

શ્રીતિલકાયસોર્ણવ

શ્રીતિલકાયસોર્ણવ: (1969થી 1971) : સંસ્કૃતના વિદ્વાન માધવ શ્રીહરિ અણે (1880-1968) રચિત ગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સંસ્કૃતમાં લખેલો આ તેમનો એકમાત્ર ગ્રંથ છે અને તેનું મરણોત્તર પ્રકાશન થયું હતું. મહાન દેશભક્ત ટિળકના જીવન વિશેનું આ મહાકાવ્ય છે. તેમાં 12 હજાર શ્લોક છે. તેની ચિત્રાત્મક…

વધુ વાંચો >

શ્રીશિવરાજ્યોદયમ્

શ્રીશિવરાજ્યોદયમ્ (1972) : સંસ્કૃત કવિ શ્રીધર ભાસ્કર વર્ણેકર (1919) રચિત કાવ્યગ્રંથ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. વર્ણેકરે નાગપુરમાં શિક્ષણ લીધા પછી નાગપુર યુનિવર્સિટીના સંસ્કૃત ભાષા સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. શ્રી શિવરાજ્યોદયમ્ કૃતિ ઐતિહાસિક કાવ્ય છે. તેના નાયક તરીકે છત્રપતિ શિવાજી…

વધુ વાંચો >

શ્રીહર્ષ

શ્રીહર્ષ : સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીય ચરિત’ના રચયિતા. મહાકવિ શ્રીહર્ષે પોતાના મહાકાવ્યમાં જે માહિતી આપી છે તે મુજબ તેમના પિતાનું નામ હીર પંડિત અને માતાનું નામ મામલ્લદેવી હતું. તેમના પિતા હીર પંડિત તરીકે કનોજના દરબારમાં બેસતા હતા. કનોજના રાઠોડ વંશના રાજા વિજયચંદ્ર અને તેના પુત્ર રાજા જયચંદ્રનો 1156થી 1193 સુધીનો રાજ્યઅમલ…

વધુ વાંચો >

સદ્ગુણ

સદ્ગુણ : સારા ગુણો. ધર્મશાસ્ત્રમાં ષડ્વિધ ધર્મોમાં સામાન્ય ધર્મો માનવીમાં અપેક્ષિત સદાચાર માટેના આવદૃશ્યક સદ્ગુણો ગણાવે છે. ‘સદ્ગુણ’ શબ્દ દુર્ગુણોનો અભાવ અભિવ્યંજિત કરે છે. ઋગ્વેદ (7/104/12)માં કહ્યું છે કે, ‘જે સત્ય અને ઋજુ છે તેની સોમ રક્ષા કરે છે’. આથી જ શતપથ બ્રાહ્મણ (1/1/1) સત્ય સંભાષણનો આગ્રહ રાખે છે. તૈત્તિરીયોપનિષદની…

વધુ વાંચો >

સપ્તર્ષિ

સપ્તર્ષિ : પ્રાચીન ભારતીય સાત ઋષિઓનો સમૂહ. પ્રાચીન દ્રષ્ટાઓને આ રીતે સાતની સંખ્યાના સમુદાયમાં એકસાથે નિર્દેશવામાં આવ્યા છે. સપ્તર્ષિ પદ દ્વારા આકાશમાં રહેલ નક્ષત્રમંડળના સાત તારાઓનું ઝૂમખું એવો અર્થ પણ સ્વીકારાય છે; તેનું કારણ એ છે કે, પ્રાચીન કાળમાં થઈ ગયેલ મોટા જ્યોતિષીઓ તથા આર્ય સંસ્કૃતિના મૂળ સંરક્ષકોને આપણા પૂર્વજોએ…

વધુ વાંચો >

સમયસુંદર

સમયસુંદર [જ. ? સાંચોર, રાજસ્થાન; અ. 1646 (સં. 1702, ચૈત્ર સુદ 13), અમદાવાદ] : મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં પોતાના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન દ્વારા મૂલ્યવાન પ્રદાન કરનાર જૈન સાધુકવિ. તેમનો જન્મ પોરવાડ વણિક જ્ઞાતિમાં થયો હતો. એમનું જન્મવર્ષ નિશ્ચિત રીતે ઉપલબ્ધ નથી. પરંતુ એમની ગુજરાતી કૃતિ ‘સાંબ-પ્રદ્યુમ્ન રાસ’નું સૌથી વહેલું…

વધુ વાંચો >

સમરાઇચ્ચકહા

સમરાઇચ્ચકહા : ઈ. સ.ની આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા યાકિની મહત્તરાના પુત્ર હરિભદ્રસૂરિ કૃત કથા. આ ‘સમરાઇચ્ચકહા’ યા ‘સમરાદિત્યકથા’માં ઉજ્જૈનના રાજા સમરાદિત્ય અને પ્રતિનાયક ગિરિસેન એ બે જીવોના પરસ્પર સંબંધોના નવ જન્માન્તરોની કથા વર્ણવવામાં આવી છે. ગ્રંથની ઉત્થાનિકામાં મંગલાચરણ પછી લેખકે ત્રણ પ્રકારની કથાવસ્તુને ચાર પ્રકારની કથાઓ દ્વારા પ્રસ્થાપિત કરવાની વાત…

વધુ વાંચો >

સમુદ્રબંધ

સમુદ્રબંધ : આલંકારિક લેખક. આચાર્ય રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર તેમણે સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકામાં પોતાના આશ્રયદાતા રાજા રવિવર્મન્ ઉર્ફે સંગ્રામધીર નામના રાજાની પ્રશંસા કરતાં ઉદાહરણો સમુદ્રબંધે આપ્યાં છે. તેથી તે રાજાના સમયમાં તેઓ થઈ ગયા મનાય છે. આ રાજાનો સમય 13મી સદીના અંત અને 14મી સદીના આરંભમાં…

વધુ વાંચો >

સરસ્વતીકંઠાભરણ-1

સરસ્વતીકંઠાભરણ-1 : સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય ભોજરાજાએ લખ્યું હોવાથી તેનું બીજું નામ ‘ભોજવ્યાકરણ’ એવું છે. આ ગ્રંથ પાણિનીય અષ્ટાધ્યાયીને આધારે રચવામાં આવ્યો છે તેથી તેની જેમ તેમાં આઠ અધ્યાયો અને 32 પાદો છે. તેમાં 6,370 સૂત્રો આચાર્ય ભોજે આપ્યાં છે. પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં 4,000થી ઓછાં સૂત્રો છે અને ભોજે 6,370…

વધુ વાંચો >

સરસ્વતીકંઠાભરણ-૨

સરસ્વતીકંઠાભરણ-2 : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આચાર્ય ભોજ તેના રચયિતા છે. આ ગ્રંથ પાંચ પરિચ્છેદોનો બનેલો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યવ્યાખ્યા, કાવ્યના પ્રકારો આરંભમાં રજૂ થયાં છે. એ પછી 16 પદના, 16 વાક્યના અને 16 અર્થના દોષોની ચર્ચા આપી છે. અંતે 24 શબ્દના અને 24 અર્થના ગુણો ચર્ચવામાં આવ્યા છે. બીજા…

વધુ વાંચો >