સંસ્કૃત સાહિત્ય

કારિકા

કારિકા : થોડા શબ્દોમાં ઘણો જ શાસ્ત્રાર્થ વ્યક્ત કરનાર શ્લોક. છંદોબદ્ધ હોવાથી તેને સ્મરણમાં રાખવી સહેલી પડે છે. કારિકામાં પદ્યની જેમ સ્મરણ કરવાની અને સૂત્રની જેમ ઘણી બાબતો થોડા શબ્દોમાં કહેવાની સુવિધા હોય છે. સંસ્કૃતનું કારિકા-સાહિત્ય ઘણું વિશાળ, ગંભીર અને મહત્વનું છે. નાગાર્જુન (ઈ. સ.ની બીજી સદી)ની શૂન્યવાદનું પ્રતિપાદન કરનારી…

વધુ વાંચો >

કાલિદાસ

કાલિદાસ : સંસ્કૃતના પ્રથિતયશ કવિ અને નાટ્યકાર. સંસ્કૃતમાં એમની કક્ષાનો કવિ હજી સુધી થયો નથી. એમની રસાર્દ્ર કૃતિઓએ એમને વૈશ્વિક કવિની ભૂમિકા પર મૂક્યા છે. સંસ્કૃતના અનેક કવિઓની જેમ કાલિદાસે પોતાને વિશે કશુંય કહ્યું નથી. કવિની કાવ્યમાધુરીમાં મગ્ન રસિકવર્ગ પણ કવિના દેશકાલ વિશે કહેવાનું વીસરી ગયો. પરિણામે કાલિદાસના વ્યક્તિત્વ અને…

વધુ વાંચો >

કાવ્યપ્રકાશ

કાવ્યપ્રકાશ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ‘વાગ્દેવતા’ના અવતારરૂપ ગણાતા કાશ્મીરી વિદ્વાન મમ્મટનો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. આ ગ્રંથમાં નાટ્ય સિવાયના કાવ્યને લગતા બધા જ વિષયોનું નિરૂપણ છે. કુલ દસ ઉલ્લાસ (પ્રકરણ) ધરાવતા આ ગ્રંથમાં પ્રથમ ઉલ્લાસમાં કાવ્ય-નિર્માણ, કાવ્ય-હેતુ, કાવ્ય-પ્રયોજન, કાવ્યનું લક્ષણ તથા તેના ભેદો, દ્વિતીય ઉલ્લાસમાં અભિધા, લક્ષણા અને…

વધુ વાંચો >

કાવ્યપ્રકાશખંડન

કાવ્યપ્રકાશખંડન (1646) : આચાર્ય મમ્મટરચિત સંસ્કૃત ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની સિદ્ધિચન્દ્રગણિકૃત આ ટીકામાં ‘કાવ્યપ્રકાશ’ જેવા કઠિન ગ્રંથના પોતાને અસ્વીકાર્ય એવા કેટલાક મુદ્દાઓનું ટીકાકારે ખંડન કર્યું છે. ટીકાનું કદ લઘુ છે. જોકે સિદ્ધિચન્દ્રે ‘કાવ્યપ્રકાશ’ પર બૃહદ્ ટીકા લખી હતી પરંતુ હાલ તે પ્રાપ્ત ન હોવાથી ‘કાવ્યપ્રકાશવિવૃત્તિ’ એવું નામ પણ આપ્યું છે. પરંતુ…

વધુ વાંચો >

કાવ્યમીમાંસા

કાવ્યમીમાંસા (ઈ. દશમી શતાબ્દી) : સંસ્કૃત અલંકાર-સંપ્રદાયમાં કવિઓ માટે વ્યાવહારિક માર્ગદર્શન આપનાર કવિશિક્ષા-વિષયક જાણીતો ગ્રંથ. એના લેખક રાજશેખર (ઉપનામ યાયાવરીય) મહારાષ્ટ્રીય વિદ્વાન હતા. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ ગ્રંથ 18 અધિકરણો કે ભાગોમાં લખ્યો હતો, પરંતુ તેમાંથી ‘કવિરહસ્ય’ નામનું પ્રથમ અધિકરણ જ ઉપલબ્ધ છે. તેમાં કુલ 18 અધ્યાયો છે. એમાં કાવ્યશાસ્ત્રના ઉદભવનું વર્ણન,…

વધુ વાંચો >

કાવ્યાદર્શ

કાવ્યાદર્શ (ઈ. 600 લગભગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો કવિ દંડીરચિત સુપ્રસિદ્ધ ગ્રંથ. દંડીના જીવન વિશેની કેટલીક માહિતી તેમની અન્ય કૃતિ ‘અવન્તિસુંદરીકથા’માં મળી આવે છે, તે પ્રમાણે દંડી દક્ષિણ ભારતના હતા. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી, ‘કાવ્યાલંકાર’ના રચયિતા ભામહ અને ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીના સ્થિતિકાલના પૌર્વાપર્ય વિશે વિદ્વાનોમાં ભારે મતભેદ છે. ‘કાવ્યાદર્શ’માં…

વધુ વાંચો >

કાવ્યાનુશાસન (બારમી સદી)

કાવ્યાનુશાસન (બારમી સદી) : કાવ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ. કર્તા કલિકાલસર્વજ્ઞ જૈનમુનિ આચાર્ય હેમચંદ્ર (1088-1172). તેમના આવા જ બીજા જાણીતા શાસ્ત્રીય ગ્રંથો તે ‘શબ્દાનુશાસન’, ‘કાવ્યાનુશાસન’ અને ‘છન્દોનુશાસન’. ‘કાવ્યાનુશાસન’ની રચના ‘શબ્દાનુશાસન’ પછી અને ‘છન્દોનુશાસન’ પહેલાં, પ્રાય: રાજા કુમારપાલના રાજ્યકાલમાં થઈ હતી. ‘કાવ્યાનુશાસન’માં કુલ આઠ અધ્યાય છે અને કુલ 208 સૂત્રો છે. તેમાં…

વધુ વાંચો >

કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ)

કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ) : અલંકારશાસ્ત્રનો ભામહરચિત સંસ્કૃત ગ્રંથ. ભામહથી પૂર્વે ભરતમુનિરચિત ‘ભરતનાટ્યશાસ્ત્ર’માં જોકે અલંકાર અંગેનું વિવેચન અલ્પ માત્રામાં થયેલું છે. ભરતે તો મુખ્યત્વે નાટ્યને લગતા વિષયોને જ પ્રાધાન્ય આપ્યું છે, તેથી અલંકારશાસ્ત્રના વિવેચ્ય વિષયોની વાસ્તવિક ચર્ચાનો આરંભ તો ભામહની આ કૃતિથી થયેલો ગણાય છે. કાશ્મીરનિવાસી ભામહના પિતા…

વધુ વાંચો >

કાવ્યાલંકાર (ઈ. સ. નવમી સદી)

કાવ્યાલંકાર (ઈ. સ. નવમી સદી) : આચાર્ય રુદ્રટપ્રણીત અલંકારશાસ્ત્રનો મહત્વનો સંસ્કૃત ગ્રંથ. તેમાં સોળ અધ્યાયો છે. મોટેભાગે આર્યા છંદમાં કાવ્ય અને કાવ્યશાસ્ત્રને લગતા વિવિધ વિષયોની હૃદયંગમ ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ અધ્યાયમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ અને કવિમહિમાનું વર્ણન છે; બીજામાં કાવ્યલક્ષણ, શબ્દભેદ, રીતિ, વક્રોક્તિ (શ્લેષ તથા કાકુ), અનુપ્રાસ, તેના ભેદ તથા…

વધુ વાંચો >

કાવ્યાલંકારસૂત્રવૃત્તિ

કાવ્યાલંકારસૂત્રવૃત્તિ (ઈ. 750-850 આશરે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો વામને રચેલો ગ્રંથ. વામન અલંકારશાસ્ત્રમાં ‘રીતિ’ નામના સંપ્રદાયના પ્રવર્તક હતા. કાવ્યનો આત્મા રીતિ (વિશિષ્ટ પદોની રચના) છે તેમ વામને આ ગ્રંથમાં સ્થાપિત કર્યું છે. ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ ગ્રંથમાં સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણો એમ ત્રણ ભાગ છે. તેમાં સૂત્ર તથા વૃત્તિના લેખક તો વામન પોતે જ…

વધુ વાંચો >