સંગીતકલા
મંજીખાં
મંજીખાં (જ. 1888; અ. 1937) : હિંદુસ્તાની સંગીતના જયપુર ઘરાનાના સુપ્રસિદ્ધ ગાયક. તેઓ અગ્રણી સંગીતકાર અલ્લાદિયાખાંસાહેબના પુત્ર હતા. એમના પૂર્વજો હિન્દુ હતા. સ્વામી હરિદાસથી તેમની પરંપરા માનવામાં આવે છે. ઔરંગઝેબના જમાનામાં ધર્મપરિવર્તનને કારણે તેઓ મુસલમાન બન્યા હતા એમ કહેવાય છે. મંજીખાંએ ધ્રુપદ-ગાયકીની તાલીમ સૌપ્રથમ પોતાના કાકા હૈદરખાં પાસેથી મેળવી હતી.…
વધુ વાંચો >માઇબૉરોડા, જ્યૉર્જી
માઇબૉરોડા, જ્યૉર્જી (જ. ? પોલ્ટાવા, યુક્રેન) : પ્રસિદ્ધ યુક્રેનિયન સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણથી જ યુક્રેનના લોકસંગીત અને લોકવાદ્યોનો ઊંડો શોખ. ક્રેમેચન્ગ ઇન્ડસ્ટ્રિયલ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી સોવિયેત પંચવર્ષીય યોજનાના ભાગ રૂપે નિપ્રોગેસ (Dnieproges) પ્રૉજેક્ટમાં કામ કર્યું. આ દરમિયાન 1939માં કવિ શૅવ્યેન્કોના કાવ્ય ‘લિલેયા’ (‘Lileya’) પરથી તે જ નામના સિમ્ફનિક…
વધુ વાંચો >મામાવાળા, કંચનલાલ
મામાવાળા, કંચનલાલ (જ. 1902; અ. 23 એપ્રિલ 1970) : ગુજરાતી સંગીતકાર અને સંગીતવિવેચક. પિતાનું નામ હીરાલાલ. પુષ્ટિમાર્ગી સંસ્કારોએ તેમનામાં નાનપણથી કલાસૂઝ આરોપી. દસ વર્ષની વયથી જ પદ્ધતિસર સંગીતપ્રશિક્ષણ લેવા માંડ્યું. આ રીતે હાર્મોનિયમ ઉપર પ્રભુત્વ જમાવ્યું. પંડિત ઓમકારનાથ ઠાકુર તથા પંડિત ડી. વી. પલુસ્કર જેવા મહાન સંગીતકારોની સંગત કરી. અન્ય…
વધુ વાંચો >મારવા
મારવા : જનક રાગનો એક પ્રકાર. મારવાના સ્વરોમાંથી બીજા ઘણા રાગો ઉત્પન્ન થાય છે, જે મારવા થાટના રાગો કહેવાય છે. મારવામાં રિષભ સ્વર કોમળ તથા મધ્યમ સ્વર તીવ્ર હોય છે. બાકીના સ્વરો શુદ્ધ લાગે છે. મારવા રાગમાં પંચમ સ્વર સંપૂર્ણ વર્જિત રાખવામાં આવે છે. આ રાગમાં છ સ્વરોનો ઉપયોગ થતો…
વધુ વાંચો >માલપેકર, અંજનીબાઈ
માલપેકર, અંજનીબાઈ (જ. 22 એપ્રિલ 1883, માલપે, ગોવા; અ. 7 ઑગસ્ટ 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ વતન ગોવામાં હોવા છતાં પરિવારે મુંબઈમાં સ્થળાંતર કર્યું હતું જેને લીધે તેમનું ઔપચારિક શિક્ષણ એ જ નગરમાં થયું હતું. તેમના માતૃપક્ષ અને પિતૃપક્ષ બંનેમાં પેઢીદરપેઢી શાસ્ત્રીય સંગીતના સંસ્કાર અને…
વધુ વાંચો >માલુર, ગુસ્તાફ
માલુર, ગુસ્તાફ (જ. 7 જુલાઈ 1860, કૅલિસ્ટ, બોહેમિયા; અ. 18 મે 1911) : ઑસ્ટ્રિયાના સંગીત-નિયોજક (composer) અને સંગીત-સંચાલક (conductor). વિશ્વના સૌથી મહાન ઑપેરા-દિગ્દર્શકોમાં તેમની ગણના થાય છે. સંગીતસંચાલન માટેની આર્થિક જરૂરિયાત તેમજ સંગીતનિયોજન માટેની કર્તવ્યબુદ્ધિની અંત:પ્રેરણા વચ્ચે તેમની કારકિર્દી અટવાયા કરતી હતી. પોતાના સહકાર્યકરો પાસે તેઓ અત્યાગ્રહપૂર્વક – કંઈક અંશે…
વધુ વાંચો >માસને, જુએલ
માસને, જુએલ (જ. 12 મે 1842, ફ્રાન્સ; અ. 13 ઑગસ્ટ 1912) : ફ્રાન્સના સંગીત-નિયોજક. તેઓ ‘મૅનન’, ‘થાઇસ’ અને ‘વર્ધર’ નામની તેમની 3 ઑપેરા-રચનાઓ માટે અપાર ખ્યાતિ પામ્યા છે. 9 વર્ષની વયે તેઓ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં દાખલ થયા અને 1863માં તેઓ ‘ડેવિડ રિઝિયો’ નામની સમૂહસંગીત-રચના (cantata) માટે ગ્રાં પ્રી દ રોમના વિજેતા…
વધુ વાંચો >મિયાસ્કૉવ્સ્કી, નિકોલાઇ
મિયાસ્કૉવ્સ્કી, નિકોલાઇ (Myaskovsky, Nikolai) (જ. 20 એપ્રિલ 1881, રશિયા; અ. 8 ઑગસ્ટ 1950, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. પેઢી-દર-પેઢી લશ્કરી હોદ્દા ધરાવતા કુટુંબમાં જન્મ. પોતે પણ લશ્કરી અફસરનો હોદ્દો 1906માં ત્યાગ્યો અને સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં તે જ વર્ષે સંગીતના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અહીં તેજસ્વી વિદ્યાર્થી તરીકે…
વધુ વાંચો >મિરાશીબુવા
મિરાશીબુવા (જ. 1883, ઇચલકરંજી; અ. 5 જાન્યુઆરી 1966, પુણે) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના વિખ્યાત ગાયક. આખું નામ યશવંત સદાશિવ મિરાશી. પિતા ઇચલકરંજી રિયાસતની નોકરીમાં હતા. બાલ્યાવસ્થા દરમિયાન શાસ્ત્રીય સંગીત પ્રત્યે તેમને અણગમો હતો, પરંતુ વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકરની આબેહૂબ નકલ કરતાં કરતાં બાળકૃષ્ણબુવાના જ પ્રોત્સાહનથી તેઓ શાસ્ત્રીય સંગીત…
વધુ વાંચો >મિર્ઝોયાન, એડવર્ડ
મિર્ઝોયાન, એડવર્ડ (જ. 12 મે 1921, ગોરી, જ્યૉર્જિયા; અ. 5 ઑક્ટોબર 2012, યેરેવાન, આર્મેનિયા) : આર્મેનિયન સંગીતકાર અને સંગીતનિયોજક. બાળપણમાં 7–8 વરસની વયથી જ સંગીતની રચનાઓ સર્જવાનું તેમણે શરૂ કર્યું હતું. 1936માં યેરેવાન નગરની યેરેવાન કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સંગીતકાર વેર્ડ્કેસ ટાલ્યાનના શિષ્ય બન્યા. આર્મેનિયન લોકસંગીત…
વધુ વાંચો >