સંગીતકલા

ડાગર, નસીર મોઇનુદ્દીન

ડાગર, નસીર મોઇનુદ્દીન (જ. 24 જૂન 1922, અલ્વર; અ. 24 મે 1966, દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક. વર્તમાનકાળમાં ધ્રુપદ ગાયકીનો પુનરુદ્ધાર કરવામાં અને તે પ્રતિ જનતાનું ધ્યાન દોરવામાં ડાગરબંધુનો પ્રયત્ન પ્રશંસનીય રહ્યો છે. ઉસ્તાદ નસીર મોઇનુદ્દીન અને નસીર અમીનુદ્દીન ‘ડાગરબંધુ’ના નામથી સંગીતજગતમાં વિખ્યાત છે. એમની વંશપરંપરા…

વધુ વાંચો >

ડાગર પરિવાર

ડાગર પરિવાર : ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રાચીન સ્વરૂપ ધ્રુવપદ હતું. આ સ્વરૂપના આવિષ્કારને બાની – એટલે વાણી – તરીકે ઓળખવામાં આવે છે. આ બાનીઓમાં સૌથી પ્રાચીન અને વર્ષો સુધી અસ્ખલિત રીતે સાતત્ય ધરાવતી બાની તે ડાગુરબાની. ડાગર પરિવારનો ઇતિહાસ આ રીતે ડાગુરબાનીનો ઇતિહાસ ગણી શકાય. ડાગરો મૂળ બ્રાહ્મણ કુટુંબના સભ્યો…

વધુ વાંચો >

ડૉક્ટર, હીરજીભાઈ

ડૉક્ટર, હીરજીભાઈ (જ. 13 એપ્રિલ 1894, વડોદરા; અ. 1989, વડોદરા) : વીણાવિશારદ, તંતુવાદક અને સંગીતશાસ્ત્રના જ્ઞાતા. પિતા રુસ્તમજી, માતા ગુલબાઈ. 1911માં મૅટ્રિક તથા મુંબઈ યુનિવર્સિટીના બી. એ. અને બી.એસસી. (1917). શાળાકાળ દરમિયાન બરજોરજી જીજીકાઉ પાસે વાયોલિનના પ્રશિક્ષણનો પ્રારંભ કર્યો અને સતત આઠ વર્ષના રિયાઝ પછી તેના પર પ્રભુત્વ મેળવ્યું, જે…

વધુ વાંચો >

તરાના

તરાના : ભારતના શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં રજૂ થતી બંદિશનો એક પ્રકાર. આ બંદિશ પ્રકારની વિશેષતા એ છે કે તેમાં તબલાં કે પખવાજના બોલ બંદિશના શબ્દો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દો ના, તા, રે, દાની, ઓદાની, તાનોમ્ યલલી, યલુંમ્, તદરેદાની ઇત્યાદિ છે. પ્રચલિત રાગોના તરાના ખ્યાલોની બંદિશ જેટલા જ…

વધુ વાંચો >

તલત મહેમૂદ

તલત મહેમૂદ (જ. 24 ફેબ્રુઆરી 1922, લખનૌ; અ. 9 મે 1998, મુંબઈ) : વિખ્યાત ગઝલ ગાયક. શિક્ષણ લખનૌ અને અલીગઢ ખાતે. બાળપણમાં જ ફોઈ મહલકા બેગમે તેમના જન્મજાત ગુણોની પરખ કરીને સંગીત-સાધના  માટે પ્રોત્સાહન આપ્યું હતું. સત્તર વર્ષની ઉંમરે 1939માં આકાશવાણી લખનૌ કેન્દ્ર પરથી તેમનો પ્રથમ કાર્યક્રમ રજૂ થયો. 1941માં…

વધુ વાંચો >

તાનસેન

તાનસેન (જ. 1532, બેહટ, ગ્વાલિયર; અ. 1585, દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે ચિરકાલીન ખ્યાતિ ધરાવતા ગાયક કલાકાર તથા સર્જક. પિતાનું નામ મકરંદ કે મુકુન્દરામ પાંડે. તેમનાં સંતાનોમાં તાનસેન એકમાત્ર જીવિત સંતાન. તેઓ સંગીતમાં રસ લેતા અને હરિકીર્તન કરતા. તેઓ ગ્વાલિયરના મહારાજા રામનિરંજનના દરબારી હતા. તાનસેનનું મૂળ નામ રામતનુ…

વધુ વાંચો >

તાના-રીરી

તાના-રીરી (ઈ. સ. 16મી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિખ્યાત ગાયિકાઓ, બે બહેનો: તાના અને રીરી. શહેનશાહ અકબર(1542–1605)ના સમયમાં ગુજરાતના એક પ્રાચીન નગર વડનગરમાં તેઓ રહેતી હતી એમ કહેવાય છે. એક લોકવાયકા મુજબ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠાની આ બે પુત્રીઓ હતી. તે ઋતુઓ પ્રમાણે રાગ ગાતી ત્યારે…

વધુ વાંચો >

તાલ

તાલ : નિશ્ચિત સમયાંતરે બંધાતી તબલા અને પખવાજના બોલની રચના. તે શાસ્ત્રીય સંગીત – ગીત, વાદ્ય અને નૃત્ય – નું એક અવિભાજ્ય અંગ છે. શાસ્ત્રીય સંગીતની રજૂઆત તાલમાં જ થાય છે. તાલ શાસ્ત્રીય સંગીતમાં સમયનો માપદંડ છે. ચર્મવાદ્ય સાથે તેનો સંબંધ છે. માત્રા એ તાલનો અલ્પતમ ઘટક છે. એક અને…

વધુ વાંચો >

તિલવાડા

તિલવાડા : સોળ માત્રાનો તબલા પર વાગતો તાલ. તેના બોલ, માત્રા, વિભાગો તથા ભરી–તાળી/ખાલીની વ્યવસ્થા આ પ્રમાણે છે (બંને વિકલ્પો આપ્યા છે) : ભરી/ખાલીના વજનને કારણે તિલવાડા પૂર્ણ તાલ માનવામાં આવે છે. હ્રષિકેશ પાઠક

વધુ વાંચો >

તિવારી, સીયારામ

તિવારી, સીયારામ (જ. 10 માર્ચ 1919; અ. 1998) : ધ્રુપદ ગાયકી ઉપરાંત ખયાલ અને ઠૂમરી ગાયન–શૈલીના કલાકારોમાંના એક. જન્મ મોસાળ ગામ મિથિલામાં. પિતાનું નામ બલદેવ તિવારી, જે ગયાના નિવાસી હતા અને ખયાલ તથા ઠૂમરીના પ્રસિદ્ધ ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા બાળપણમાં આઠ વર્ષની વયથી તેમના માતામહ અને વિખ્યાત પખવાજ–વાદક તથા…

વધુ વાંચો >