સંગીતકલા
ટાગોર, રવીન્દ્રનાથ
ટાગોર, રવીન્દ્રનાથ (જ. 7 મે 1861, કૉલકાતા; અ. 7 ઑગસ્ટ 1941, કૉલકાતા) આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ. 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી, વિશ્વકવિ તરીકે પ્રતિષ્ઠિત. વિખ્યાત ચિત્રકાર અને ‘રવીન્દ્રસંગીત’ના પ્રવર્તક. પ્રકૃતિની સંનિધિમાં શાંતિનિકેતનમાં શિક્ષણ આપવાનો પ્રયોગ કરનાર વિશિષ્ટ કેળવણીકાર. ભારતને રાષ્ટ્રગીત આપનાર મહાન દેશભક્ત. મૂળ અટક ઠાકુર.…
વધુ વાંચો >ટાગોર, સર સૌરિન્દ્રમોહન
ટાગોર, સર સૌરિન્દ્રમોહન (જ. 1840; અ. 28 જૂન 1914) : ભારતના સંગીતશાસ્ત્રી. બંગાળના ટાગોર પરિવારની અનેક સર્જક પ્રતિભાઓ પૈકી સંગીતક્ષેત્રે સૌરિન્દ્રમોહનનું નામ આગળ પડતું છે. ‘રાજા’ પદથી જાણીતા શ્રીમંત કુટુંબમાં તેમનો જન્મ. સંગીત પ્રત્યે બાળપણથી જ આકર્ષણ. અનુકૂળતા પ્રાપ્ત થતાં નાની વયથી જ તેમણે તેનો પદ્ધતિસરનો અભ્યાસ આરંભ્યો. કૉલકાતાની હિંદુ…
વધુ વાંચો >ઠાકુર, ઓમકારનાથ
ઠાકુર, ઓમકારનાથ (જ. 24 જૂન 1897, જહાજ, તા. ખંભાત, જિ. ખેડા; અ. 29 ડિસેમ્બર 1967, સૂરત) : ભારતના મહાન ગુજરાતી સંગીતકાર. તેમણે સંગીત કલા અને શાસ્ત્ર બંનેમાં નિપુણતા મેળવી પશ્ચિમના દેશોમાં પણ ભારતીય સંગીતનું ગૌરવ વધાર્યું. ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં ગૌરીશંકર પંડિતને ત્યાં તેમનો જન્મ થયેલો. માતાનું નામ ઝવેરબા. કુટુંબની આર્થિક…
વધુ વાંચો >ઠૂમરી
ઠૂમરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક ગાયન પ્રકાર. સુગમ, શાસ્ત્રીય અથવા ઉપશાસ્ત્રીય સંગીતમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં નૃત્ય અને અભિનય સાથે જે રાગો ગવાતા તેમાંથી ગાયનનો આ વિશિષ્ટ પ્રકાર ઊપસી આવ્યો છે એવું મનાય છે. છેલ્લાં 200થી 300 વર્ષો દરમિયાન તે વધુ પ્રચલિત બન્યો છે. રાજા…
વધુ વાંચો >ડાગર, નસીર અમીનુદ્દીન
ડાગર, નસીર અમીનુદ્દીન (જ. 24 માર્ચ 1924, ઇન્દોર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ધ્રુપદ ગાયકી શૈલીના વિખ્યાત સંગીતકાર. આ વિશિષ્ટ ગાયકીને લોકપ્રિય બનાવવામાં ડાગર બંધુમાંથી ઉ. નસીર અમીનુદ્દીન ડાગરનો ફાળો મહત્વનો રહ્યો છે. તેઓ માતાપિતાના પરમ ભક્ત હતા. નાનપણમાં સંગીત કરતાં રમતગમત તરફ વધારે રસ હતો. સંગીતના પાઠ પિતાશ્રી નાસિરુદ્દીનખાં…
વધુ વાંચો >ડાગર, નસીર મોઇનુદ્દીન
ડાગર, નસીર મોઇનુદ્દીન (જ. 24 જૂન 1922, અલ્વર; અ. 24 મે 1966, દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક. વર્તમાનકાળમાં ધ્રુપદ ગાયકીનો પુનરુદ્ધાર કરવામાં અને તે પ્રતિ જનતાનું ધ્યાન દોરવામાં ડાગરબંધુનો પ્રયત્ન પ્રશંસનીય રહ્યો છે. ઉસ્તાદ નસીર મોઇનુદ્દીન અને નસીર અમીનુદ્દીન ‘ડાગરબંધુ’ના નામથી સંગીતજગતમાં વિખ્યાત છે. એમની વંશપરંપરા…
વધુ વાંચો >ડાગર પરિવાર
ડાગર પરિવાર : ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રાચીન સ્વરૂપ ધ્રુવપદ હતું. આ સ્વરૂપના આવિષ્કારને બાની – એટલે વાણી – તરીકે ઓળખવામાં આવે છે. આ બાનીઓમાં સૌથી પ્રાચીન અને વર્ષો સુધી અસ્ખલિત રીતે સાતત્ય ધરાવતી બાની તે ડાગુરબાની. ડાગર પરિવારનો ઇતિહાસ આ રીતે ડાગુરબાનીનો ઇતિહાસ ગણી શકાય. ડાગરો મૂળ બ્રાહ્મણ કુટુંબના સભ્યો…
વધુ વાંચો >ડૉક્ટર, હીરજીભાઈ
ડૉક્ટર, હીરજીભાઈ (જ. 13 એપ્રિલ 1894, વડોદરા; અ. 1989, વડોદરા) : વીણાવિશારદ, તંતુવાદક અને સંગીતશાસ્ત્રના જ્ઞાતા. પિતા રુસ્તમજી, માતા ગુલબાઈ. 1911માં મૅટ્રિક તથા મુંબઈ યુનિવર્સિટીના બી. એ. અને બી.એસસી. (1917). શાળાકાળ દરમિયાન બરજોરજી જીજીકાઉ પાસે વાયોલિનના પ્રશિક્ષણનો પ્રારંભ કર્યો અને સતત આઠ વર્ષના રિયાઝ પછી તેના પર પ્રભુત્વ મેળવ્યું, જે…
વધુ વાંચો >તરાના
તરાના : ભારતના શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં રજૂ થતી બંદિશનો એક પ્રકાર. આ બંદિશ પ્રકારની વિશેષતા એ છે કે તેમાં તબલાં કે પખવાજના બોલ બંદિશના શબ્દો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દો ના, તા, રે, દાની, ઓદાની, તાનોમ્ યલલી, યલુંમ્, તદરેદાની ઇત્યાદિ છે. પ્રચલિત રાગોના તરાના ખ્યાલોની બંદિશ જેટલા જ…
વધુ વાંચો >તલત મહેમૂદ
તલત મહેમૂદ (જ. 24 ફેબ્રુઆરી 1922, લખનૌ; અ. 9 મે 1998, મુંબઈ) : વિખ્યાત ગઝલ ગાયક. શિક્ષણ લખનૌ અને અલીગઢ ખાતે. બાળપણમાં જ ફોઈ મહલકા બેગમે તેમના જન્મજાત ગુણોની પરખ કરીને સંગીત-સાધના માટે પ્રોત્સાહન આપ્યું હતું. સત્તર વર્ષની ઉંમરે 1939માં આકાશવાણી લખનૌ કેન્દ્ર પરથી તેમનો પ્રથમ કાર્યક્રમ રજૂ થયો. 1941માં…
વધુ વાંચો >