સંગીતકલા
કૉલ્ટ્રાન જોન વિલિયમ
કૉલ્ટ્રાન, જોન વિલિયમ (જ. 23 સપ્ટેમ્બર 1926, હેમલેટ, અમેરિકા; અ. 17 જુલાઈ 1967, હન્ટિન્ગ્ટન, ન્યૂયૉર્ક, અમેરિકા) : પ્રસિદ્ધ અમેરિકન જાઝ-સ્વર-નિયોજક, જાઝ-ટેનર-ગાયક, અને સોપ્રાનો (ઊંચા સપ્તકોમાં) સેક્સોફોનવાદક. 1960થી 1980 સુધી જાઝ-સંગીત પર તેમનો ભારે પ્રભાવ હતો. એડી વિન્સન, ડીઝી ગિલેસ્પી, અર્લ બૉસ્ટિક, અને જોની હોજિસ સાથે 1955માં જાઝ-ગાનવાદન કર્યા બાદ પ્રસિદ્ધ…
વધુ વાંચો >કોલ્મૅન ઓર્નિટ
કોલ્મૅન, ઓર્નિટ (Coleman, Ornette) (જ. 9 માર્ચ 1930, ફૉર્ટ વર્થ, ટૅક્સાસ, અમેરિકા; અ. 11 જૂન 2015, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : અગ્રણી જાઝ-સેક્સોફોનવાદક, સંગીતનિયોજક તથા ‘ફ્રી જાઝ’ નામે ઓળખાતી જાઝ-શૈલીનો પ્રણેતા. ચૌદ વરસની ઉંમરે કોલ્મૅને સેક્સોફોન શીખવું શરૂ કર્યું અને બેત્રણ વરસમાં જ એમાં નૈપુણ્ય હાંસલ કર્યું. 1949માં ‘બ્લૂઝ’ શૈલીના એક જાઝ-બૅન્ડ…
વધુ વાંચો >કોલ્હટકર ભાઉરાવ
કોલ્હટકર, ભાઉરાવ : (જ. 9 માર્ચ 1863, વડોદરા; અ. 13 ફેબ્રુઆરી 1901, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક અને નટ. પિતા બાપુજી અને માતા ભાગીરથીબાઈ. શિક્ષણ વડોદરા ખાતે. ત્યાં જ પોલીસ કમિશનરની કચેરીમાં કારકુન. સુંદર રૂપ, મધુર અવાજ અને ઉત્કૃષ્ટ ગાયક હોવાથી. વિખ્યાત મરાઠી નાટ્યકાર બળવંત પાંડુરંગ કિર્લોસ્કર(1843-1885)ના આમંત્રણથી મરાઠી…
વધુ વાંચો >કૌપરિન કુટુંબ
કૌપરિન કુટુંબ : ફ્રાન્સનું અનોખું સંગીતકાર કુટુંબ. આ કુટુંબે સત્તરમી સદીના મધ્યકાળથી ઓગણીસમી સદીના મધ્યકાળ સુધી ફ્રેન્ચ સંગીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ કુટુંબના સૌથી મહત્વના સભ્યો હતા લૂઈ કૌપરિન અને તેનો ભત્રીજો ફ્રાંસ્વા લ, ગ્રાંદ. લૂઈ કૌપરિન (જ. 1626; અ. 29 ઑગસ્ટ 1661, પૅરિસ) : શૌમ્સ-એન-બ્રી ગામના જમીનદાર અને…
વધુ વાંચો >ક્રીગર, જોહાન ફિલિપ
ક્રીગર, જોહાન ફિલિપ (Krieger, Johann Philip) (જ. 25 ફેબ્રુઆરી 1649, નર્નબર્ગ, જર્મની; અ. 7 ફેબ્રુઆરી 1725, વીસેન્ફેલ્સ, સેક્સની, જર્મની) : ચર્ચ માટેના કૅન્ટાટા (Cantata), ફ્યુગ (fugue) તથા ક્લેવિયર (Clavier) પર વગાડવાની રચનાઓ માટે જાણીતા જર્મન સંગીતનિયોજક. નર્નબર્ગ તથા કૉપનહેગન ખાતે સંગીતની તાલીમ લીધા પછી 1670માં ક્રીગરે બેરૂથમાં દરબારી ઑર્ગનવાદક તરીકે…
વધુ વાંચો >ક્રુઇત્ઝર, રુડોલ્ફ
ક્રુઇત્ઝર, રુડોલ્ફ (જ. 16 નવેમ્બર 1766, વર્સાઇલ, ફ્રાંસ; અ. 6 જાન્યુઆરી 1831, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રસિદ્ધ ફ્રેંચ વાયોલિનવાદક, સંગીતનિયોજક તથા સંગીતસંચાલક. સંગીતનિયોજક અને સંગીતસંચાલક ઍન્ટૉન સ્ટૅમિટ્ઝ હેઠળ તેમણે સંગીત અંગેની તાલીમ લીધી હતી. ત્યાર બાદ 1795માં પૅરિસ કૉન્ઝર્વેટરીમાં તેમની નિમણૂક વાયોલિનના પ્રાધ્યાપક તરીકે થઈ. 1798માં વિયેના ખાતે તેમની મુલાકાત મહાન…
વધુ વાંચો >ક્રેઇસ્લર, ફ્રિટ્ઝ
ક્રેઇસ્લર, ફ્રિટ્ઝ (જ. 2 ફેબ્રુઆરી 1875, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 29 જાન્યુઆરી 1962, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : પ્રસિદ્ધ વાયોલિનવાદક, વિયેના ખાતેની વિયેના કૉન્ઝર્વેટરીમાં સાત વરસની ઉંમરે ક્રેઇસ્લર વાયોલિનવાદન શીખવા માટે દાખલ થયેલા. 1885માં દસ વરસની ઉંમરે પૅરિસ જઈ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં વાયોલિન અને સંગીતનિયોજન શીખવા માટે તેઓ દાખલ થયેલા. ત્યાર બાદ 1888-89માં…
વધુ વાંચો >ક્રૅનૅક, અર્ન્સ્ટ
ક્રૅનૅક, અર્ન્સ્ટ (જ. 23 ઑગસ્ટ 1900, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 22 ડિસેમ્બર 1991, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : આધુનિક ઑસ્ટ્રિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સપ્તકના બારે સ્વરોમાં કોમળ-તીવ્રના ભેદભાવ પાડ્યા વિના સમાન ગણાતી આધુનિક સંગીતપદ્ધતિ ‘ઍટોનાલિટી’ની ચોક્કસ સ્વર શ્રેણીઓનો આગ્રહ ધરાવતી ‘સિરિયાલિઝમ’ શાખાના વિકાસમાં ક્રૅનૅકનું પ્રદાન વિશિષ્ટ છે. વિયેના અને બર્લિનમાં સંગીતનો અભ્યાસ…
વધુ વાંચો >ક્રૅસ્ટૉન, પૉલ
ક્રૅસ્ટૉન, પૉલ (Creston Paul) (જ. 10 ઑક્ટોબર 1906, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 24 ઑગસ્ટ 1985, સાન ડિયાગો, કૅલિફૉર્નિયા) : અમેરિકન સંગીતકાર અને સંગીતનિયોજક. અવનવા જીવંત લય માટે તેઓ ખાસ જાણીતા છે. પિયાનો અને ઑર્ગનવાદન શીખ્યા પછી ક્રૅસ્ટૉને ન્યૂયૉર્ક નગરના સેંટ માલાથીઝ ચર્ચમાં ઑર્ગનવાદક તરીકેની કારકિર્દી શરૂ કરી. નૅશનલ ઍસોસિયેશન ફૉર…
વધુ વાંચો >ક્લેમેન્તી, મુત્ઝિયો
ક્લેમેન્તી, મુત્ઝિયો (જ. 24 જાન્યુઆરી 1752, રોમ, ઇટાલી; અ. 10 માર્ચ 1832, એવેશેમ, વૉર્સેસ્ટરશાયર, બ્રિટન) : પિયાનોવાદનના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર ઇટાલિયન પિયાનિસ્ટ તથા સંગીત-નિયોજક. ક્લેમેન્તી નવ વરસની ઉંમરે ઇટાલીમાં ઑર્ગનવાદક તરીકે નિમણૂક પામ્યા. બાર વરસની વયે તેમણે પોતાની પ્રથમ સંગીતરચના એક ઑરેટોરિયો લખી. સોળેક વરસની ઉંમરે લંડન જઈ પિયાનિસ્ટ…
વધુ વાંચો >