શિવપ્રસાદ રાજગોર

ધરમપુર

ધરમપુર : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 32´ ઉ. અ. અને 73° 11´ પૂ. રે.. પ્રાચીન કાળમાં તે ‘નિષાદ’ નામથી ઓળખાતું. આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. આઝાદી પછી તેનું વિલીનીકરણ થતાં પ્રથમ તે સૂરત જિલ્લાનો તાલુકો બન્યું. જૂન, 1964થી તે નવા વલસાડ…

વધુ વાંચો >

ધવલગિરિ

ધવલગિરિ : (1) ઓરિસામાં ભુવનેશ્વરથી 3.2 કિમી. દૂર આવેલો પર્વત. તે 20° 14´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. આસપાસ છે. તેનું બીજું નામ અશ્વત્થામાનો પર્વત પણ છે. અહીં અશ્વત્થામાનું એક સ્થાન પણ છે. મૌર્ય સમ્રાટ અશોકે કલિંગ પર ચડાઈ કરી ત્યારે કલિંગરાજ સાથે આ પર્વત નજીક યુદ્ધ કર્યું…

વધુ વાંચો >

ધંધૂકા

ધંધૂકા : અમદાવાદ જિલ્લાના દસ તાલુકાઓ પૈકી સૌથી મોટો તાલુકો અને તાલુકાનું મુખ્ય મથક. આ તાલુકો આશરે 23° ઉ. અ. અને 73° પૂ. રે. પર આવેલો છે. આ તાલુકો અમદાવાદ જિલ્લાની છેક દક્ષિણે આવેલો છે. તેની પૂર્વ તરફ ખંભાતનો અખાત, પશ્ચિમ તરફ સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો, દક્ષિણ તરફ ભાવનગર જિલ્લાનો…

વધુ વાંચો >

ધાઉ

ધાઉ : પૂર્વ આફ્રિકા, અરબસ્તાન અને ભારતના દરિયાકાંઠાની ખેપ કરતું અરબી વહાણ. ધાઉ શબ્દનું મૂળ સ્થાન ઈરાની અખાતનો પ્રદેશ છે. ઍલન વિલિયર્સ કુવૈતને આ વહાણના જન્મસ્થાન તરીકે માને છે. તેના કચ્છી અને અરબી બે પ્રકાર છે. કેટલાક ઈરાની ધાઉનો ત્રીજો પ્રકાર પણ જણાવે છે. ધાઉથી મોટા કદનું વહાણ બગલો કે…

વધુ વાંચો >

ધારી

ધારી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક અને નગર. નગરનું સ્થાન 21° 20´ ઉ. અ. અને  71° 01´ પૂ. રે. છે. તથા તાલુકાનું સ્થાન આશરે 21° થી 21° 30´ ઉ. અ. અને 71° થી 71° 05´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 1092 ચોકિમી. છે. તાલુકામાં ધારી અને ચલાળા…

વધુ વાંચો >

ધુવારણ

ધુવારણ : ગુજરાતમાં ખેડા જિલ્લાના ખંભાત તાલુકાનું, વિદ્યુતમથકને કારણે જાણીતું બનેલું ગામ. સ્થાન : 22° 14´ ઉ. અ. અને 72° 46´ પૂ. રે.. તે મહી નદીના મુખ ઉપર ખંભાતના અખાતના કિનારે ખંભાતથી અગ્નિકોણમાં 15 કિમી. અંતરે અને વાસદ-કઠાણા સ્ટેશનથી 9 કિમી. અંતરે આવેલું છે. વિદ્યુતમથકનો કચરો નદી મારફત સમુદ્રમાં સહેલાઈથી…

વધુ વાંચો >

ધોરાજી

ધોરાજી : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના નૈર્ઋત્ય ખૂણે આવેલો તાલુકો, તાલુકામથક અને નગર. તાલુકો : ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 47’ ઉ. અ. 70° 27’ પૂ. રે. પર આવેલો છે. તાલુકામાં અગત્યનું નગર ધોરાજી છે અને 30 ગામો આવેલાં છે. કુલ ક્ષેત્રફળ 484 ચોકિમી. છે અને 2022માં તેની વસ્તી…

વધુ વાંચો >

ધોળકા

ધોળકા : ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લાના દસ તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક અને નગર. ધોળકાના નામ વિશે મતમતાંતર પ્રવર્તે છે. ધોળકાના અભિલેખમાં તથા જૈનગ્રંથોમાં ‘ધવલક’ કે ‘ધવલક્ક’ તરીકે નામોલ્લેખ મળે છે. અલ ઇદ્રીસીએ બારમી સદીમાં ધોળકાનો ઉલ્લેખ ગુજરાતના અગ્રગણ્ય વેપારી કેન્દ્ર તરીકે કર્યો છે. વીરધવલની તે રાજધાની હતું. વસ્તુપાળ-તેજપાળ આ…

વધુ વાંચો >

ધોળા

ધોળા : ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલું મહત્વનું રેલવે જંકશન. ભૌ. સ્થાન 21° 45´ ઉ. અ. અને 71° 50´ પૂ. રે.. તાલુકામથક ઉમરાળાથી તે 8 કિમી. અને જિલ્લામથક ભાવનગરથી 29 કિમી. દૂર છે. ધોળાથી વલભીપુર 18 કિમી., સોનગઢ 10 કિમી. અને લોકભારતી સંસ્થાથી જાણીતું બનેલું સણોસરા 8 કિમી.…

વધુ વાંચો >

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા : સૌરાષ્ટ્રમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્યનું પાટનગર. ધ્રાંગધ્રા તાલુકો 22° 45´થી 23° 15´ ઉ. અ. અને 71° 15´થી 71° 30´ પૂ. રે. વચ્ચે આવેલો છે, જ્યારે ધ્રાંગધ્રા શહેર ફલ્કુ નદી પર, 22° 59´ ઉ. અ. અને 71° 28´ પૂ. રે. પર આવેલું છે. આ…

વધુ વાંચો >