શિવપ્રસાદ રાજગોર
ખાર્કોવ
ખાર્કોવ : યુક્રેનમાં આવેલું વહીવટી કેન્દ્ર અને મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન 50° 00´ ઉ. અ. અને 36° 15´ પૂ. રે. જિલ્લાનું ક્ષેત્રફળ 31,000 ચોકિમી. છે. તેની ઉત્તરે સુમી અને બેલગોરોડ જિલ્લા, પૂર્વ તરફ લુગાવ્સ્ક જિલ્લો, દક્ષિણે ડોનેટ્સ્ક અને નેપ્રોપેટ્રોવસ્ક અને પશ્ચિમે પોલ્ટાવા જિલ્લો છે. આ પ્રદેશ સપાટ ઘાસના મેદાનની ખંડસ્થ…
વધુ વાંચો >ખાર્ટૂમ
ખાર્ટૂમ : આફ્રિકામાં ઇજિપ્તની દક્ષિણે આવેલા સુદાન રાજ્ય અને પ્રાંતનું પાટનગર. ભૌ. સ્થાન 15° 36´ ઉ. અ. અને 32° 32´ પૂ. રે. ખાર્ટૂમ કૅરોથી દક્ષિણે 1,600 કિમી.ના અંતરે આવેલું છે. નાઈલ નદીના પુલો દ્વારા તે ઉત્તર ખાર્ટૂમ અને ઑમડરમન શહેરો સાથે જોડાયેલું છે. 1821માં ઇજિપ્તના ખેદીવ મહમદઅલીની લશ્કરી છાવણી અહીં…
વધુ વાંચો >ખાવડાના અભિલેખો
ખાવડાના અભિલેખો : આ અભિલેખો ક્ષત્રપવંશી રાજાઓનાં શાસનની કાલગણના માટે ઉપયોગી છે. ખાવડા બેટ કચ્છના રણમાં પચ્છમ તાલુકામાં આવેલો છે. ખાવડાથી અગ્નિખૂણે 24 કિમી. દૂર અંધૌ ગામે વર્ષ 11 અને 52ની સાલવાળા ચાર પાળિયા ઉપરના લેખો મળ્યા છે. ત્યાર બાદ એક અંધૌ ગામેથી અને બીજો ખાવડાથી ક્ષત્રપકાલીન ચષ્ટન્ રુદ્રદામાના સંયુક્ત…
વધુ વાંચો >ખાસી ટેકરીઓ
ખાસી ટેકરીઓ : પૂર્વ ભારતના મેઘાલય રાજ્યનો મધ્યવર્તી ભાગ. આ ટેકરીઓવાળા વિસ્તારમાં શિલાગનો ઉચ્ચ પ્રદેશ સમાવિષ્ટ છે. ખાસી ટેકરીઓ પૈકી શિલાગ નજીકનો ડુંગર સૌથી ઊંચો છે. શિલાગના ડુંગરની દક્ષિણે ગ્રૅનાઇટ ખડકોનો બનેલો પ્રદેશ છે. મધ્યનો ઉચ્ચ પ્રદેશ ક્રિટેશિયસ કાળના રેતીખડકોનો બનેલો છે. ખાસી ટેકરીઓનો પ્રદેશ ભારે વરસાદનો પ્રદેશ છે અને…
વધુ વાંચો >ખાસી લોકો
ખાસી લોકો : આસામની ખાસી ટેકરીઓના વિસ્તારમાં વસતી માતૃમૂલક જનજાતિ. મ્યાનમારમાંથી આવેલા આ લોકો માગોલૉઇડ જનજાતિ પ્રકારના છે. તેમની ચામડીનો રંગ કાળા સાથે પીળો છે. તેમની ગરદન ટૂંકી, નાક બેઠેલું, ચપટું, આંખ ઝીણી અને ગાલનાં હાડકાં ઊપસેલાં હોય છે. તેમનાં શરીર હૃષ્ટપુષ્ટ પણ ઠીંગણાં હોય છે. સ્ત્રી અને પુરુષો બંને…
વધુ વાંચો >ખીવ (ચિવા)
ખીવ (ચિવા) : ઉઝબેક પ્રજાસત્તાક રાજ્યના ખોરેઝમ જિલ્લામાં આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન 41° 22′ ઉ.અ. અને 60° 24′ પૂ.રે. આમુદરિયા નદીની પશ્ચિમે પાલવન નહેરને કાંઠે તે વસેલું છે. તેની દક્ષિણે કારાકુમનું અને ઈશાને કાસિલકુમનું રણ છે. અહીં ખેતી માટે પૂરતો વરસાદ પડતો નથી. પણ સિંચાઈ દ્વારા કપાસની ઘનિષ્ઠ ખેતી…
વધુ વાંચો >ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી
ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી : ઇસ્લામી સંસ્કૃતિને લગતી હસ્તપ્રતો તથા આ અંગે છપાયેલાં પુસ્તકોનો મોટો સંગ્રહ ધરાવતું પટણામાં આવેલું પુસ્તકાલય. અરબી અને ફારસીના જ્ઞાતા ખુદાબક્ષે આ પુસ્તકાલય સ્થાપ્યું હોવાથી તે ‘ખુદાબક્ષ ઑરિયેન્ટલ પબ્લિક લાઇબ્રેરી’ તરીકે જાણીતું થયું છે. આ પુસ્તકાલયનો પ્રારંભ ખુદાબક્ષના પિતાની 1,400 અરબી, ફારસી વગેરે હસ્તપ્રતોના સંગ્રહથી થયો…
વધુ વાંચો >ખુદાવંદ ખાન ખ્વાજા સફર
ખુદાવંદ ખાન ખ્વાજા સફર (જ. 1500, ઑન્ટ્રાટો; અ.1546, દીવ) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ તથા મહમુદશાહ ત્રીજાના અમીર અને સૂરત તથા દીવના રક્ષક. એ ખ્વાજા સફર એ જ ખુદાવંદ ખાન. તેમનો જન્મ ઇટાલીના બ્રિન્ડિસી કે ઑન્ટ્રાટો નગરમાં રોમન કૅથલિક કુટુંબમાં થયો હતો. તેમણે ઇટાલી અને ફ્લૅન્ડર્સમાં નોકરી કરી હતી. કૅરોના સુલતાનના…
વધુ વાંચો >ખુમાણ, જોગીદાસ
ખુમાણ, જોગીદાસ : ખેલદિલી અને વીરધર્મના પાલનથી ખ્યાતનામ થયેલો ભાવનગર રાજ્યનો કાઠી બહારવટિયો. જોગીદાસના દાદા સામંત ખાચરે ખસિયાઓને હરાવી કુંડલાની ચોવીસી કબજે કરી હતી. સામંતના પુત્ર આલા ખાચરના 1784માં અવસાન બાદ રાજ્યની વહેંચણીમાં ઝઘડો થતાં ભોજ ખાચરે કુહાડીનો હાથો થઈને ભાવનગરના રાજવી વખતસિંહ ઉર્ફે આતાભાઈનું શરણ સ્વીકાર્યું અને તેનો ભાગ…
વધુ વાંચો >ખુમાણ લોમો
ખુમાણ લોમો : સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક ખેરડી ગામનો કાઠી સરદાર. બહાદુરશાહ પછી ગુજરાતના સુલતાનોની સત્તા નબળી પડતાં તેના ઘોડેસવારો ધંધૂકા સુધીના પ્રદેશમાં લૂંટફાટ કરતા હતા. ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો (1561-73) મીરજાખાનના લશ્કરથી બચવા નાસભાગ કરતા હતા ત્યારે લોમા ખુમાણે 1583 સુધી તેમને ખેરડીમાં આશ્રય આપ્યો હતો. 1590માં ભૂચર મોરીના…
વધુ વાંચો >