શિવપ્રસાદ રાજગોર

ખંભાતનો અખાત

ખંભાતનો અખાત : તળ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ વચ્ચે આવેલો અરબી સમુદ્રનો ફાંટો. ભૌગોલિક સ્થાન : 21° 00´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે. ખંભાતનો અખાત કચ્છના અખાતની માફક કોઈ મોટી નદીનું મુખ હોય એમ મનાય છે. સાબરમતી અને સરસ્વતીના કિનારે આવેલાં એકસરખાં તીર્થસ્થાનોને કારણે આ નદી સંભવત: સરસ્વતી…

વધુ વાંચો >

ખંભાળિયા

ખંભાળિયા : જામનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 12´ ઉ. અ. અને 69° 44´ પૂ. રે. તાલુકાની વસ્તી 2,47,147 (2022) અને શહેરની વસ્તી આશરે 70 હજાર (2022) છે. ખંભાળિયાથી રાજકોટ અને જામનગર ભૂમિમાર્ગે અનુક્રમે 150 અને 60 કિમી. છે, જ્યારે દ્વારકા 85 કિમી. અને ઓખા 95 કિમી.…

વધુ વાંચો >

ખાકસાર ચળવળ

ખાકસાર ચળવળ : ભારતના ભાગલા પૂર્વે લાહોરમાં સ્થપાયેલું મુસ્લિમ લશ્કરી સંગઠન. ઇનાયતુલ્લાખાન ઉર્ફે અલ્લામા મશરકીએ આ સંગઠનની 26 ઑગસ્ટ 1930ના રોજ સ્થાપના કરી હતી. અફઘાનિસ્તાન, તુર્કસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંતની જેમ બલૂચિસ્તાન, પંજાબ, સંયુક્ત પ્રાંતો (ઉત્તરપ્રદેશ) અને બંગાળમાં મુસ્લિમ સત્તા સ્થાપી એક ઇસ્લામી સામ્રાજ્ય ઊભું કરી સમગ્ર ભારતમાં મુસ્લિમ વર્ચસ…

વધુ વાંચો >

ખાન આરિફ મહમ્મદખાન

ખાન, આરિફ મહમ્મદખાન (જ. 18 નવેમ્બર 1951; બુલંદ શહેર) : શાહબાનુ કેસમાં મુસ્લિમ સ્ત્રીઓ માટેનું પ્રત્યાઘાતી તલ્લાક બિલ લોકસભામાં પસાર થતાં તેના વિરોધમાં રાજીનામું આપનાર ઉદારમતવાદી પ્રધાન અને મુસ્લિમ નેતા. પિતાનું નામ આશિક મહમ્મદખાન, માતા જનાબ બેગમ. વિદ્યાર્થી-અવસ્થામાં 1971-72 દરમિયાન અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી-મંડળના તેઓ સેક્રેટરી તથા 1972-73 દરમિયાન તેના પ્રમુખ…

વધુ વાંચો >

ખાનદેશ

ખાનદેશ : ઉત્તર મહારાષ્ટ્રના ધૂળિયા (ધુળે) અને જળગાંવ જિલ્લાનો બનેલો પ્રદેશ. ખાનદેશમાં સમાવિષ્ટ થતા ધૂળે તથા જળગાંવનો વિસ્તાર તેમજ વસ્તી અનુક્રમે 8061 અને 11757 ચોકિમી. તથા 22 લાખ (2011) અને 40 લાખ (2011) જેટલી છે. આ પ્રદેશ 21°-22° ઉ.અ. અને 75°-76° પૂ.રે. વચ્ચે આવેલો છે. ખાનદેશની પૂર્વ દિશાએ પ્રાચીન વિદર્ભ,…

વધુ વાંચો >

ખાન મસ્જિદ

ખાન મસ્જિદ (ધોળકા) : ઈંટેરી સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો. ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં આવેલી આ મસ્જિદ ખૂબ મોટી છે. સંપૂર્ણપણે ઈંટ અને ચૂનાથી બંધાયેલી આ મસ્જિદ ખલજી વંશના સૂબા અલફખાને (1304-15) બંધાવેલી. 60 મીટર લાંબી આ મસ્જિદ એની વિશિષ્ટ બાંધણી અને એના ઉપરના ચૂનાના નકશીકામ માટે જોવાલાયક છે.…

વધુ વાંચો >

ખાન સરોવર

ખાન સરોવર : અકબરના દૂધભાઈ ખાન-એ-આઝમ મીરજા અઝીઝ કોકાના નામ સાથે જોડાયેલું, ગુજરાતમાં પાટણથી ચાણસ્મા જવાને રસ્તે આવેલું પાટણનું મુઘલકાલીન સરોવર. ‘મિરાત-એ-સિકંદરી’ પ્રમાણે ઝફરખાન-મુઝફ્ફરશાહના સમયમાં તે વિદ્યમાન હતું. એટલે મૂળ ચૌલુક્ય-કાળમાં આ જળાશય અસ્તિત્વમાં આવ્યું હશે. અઝીઝ કોકાના સમયમાં તેનો પુનરુદ્ધાર થયો હતો (1589-94). તે ચતુરસ્ર આકારનું 400 X 400…

વધુ વાંચો >

ખાફીખાન

ખાફીખાન (જ. 1664; અ. 1732) : સત્તર અને અઢારમી સદી દરમિયાન થઈ ગયેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર. આખું નામ મહમ્મદ હાશિમઅલી ખાફીખાન. તેઓ ખાફીના ટૂંકા અને હુલામણા નામથી વધારે જાણીતા હતા. ખોરાસાનમાંના ખોફ નામના પ્રદેશના મૂળ વતની હોવાના કારણે આ નામ પડ્યું હોવાનો સંભવ છે. તેઓ ઔરંગઝેબના સમકાલીન હતા અને તેમના પછી…

વધુ વાંચો >

ખારાઘોડા

ખારાઘોડા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં મીઠાના ઉત્પાદન માટે જાણીતું મથક અને કચ્છના રણના કાંઠે આવેલું શહેર. ‘ખારાઘોડા’ નામનો અર્થ ‘ખારાપાટમાં આવેલાં ઘરોનું ઝૂમખું’ (ખાર=ક્ષાર, ઘોડા=ઘરોનું ઝૂમખું) થાય છે. આ શહેર 23°-11´ ઉ. અ. અને 71°-44´ પૂ. રે. ઉપર અમદાવાદ-વીરમગામ-ખારાઘોડા રેલમાર્ગ ઉપર છે. ઝુંડ-કંડલા બ્રૉડગેજ રેલ માર્ગ થતાં…

વધુ વાંચો >

ખારી

ખારી (1) : સાબરકાંઠા, અમદાવાદ અને ખેડા જિલ્લામાં વહેતી તથા સાબરમતીને મળતી ગુજરાતની એક નદી. તે સિંચાઈની ર્દષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તે હિંમતનગરથી 16 કિમી. દૂર કેશવપુરા ગામ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 160 કિમી. છે. સમતળ પ્રદેશમાંથી વહેતી નદીના ઉપરના કાંઠે માટીનો બંધ હતો. ખારી નદીમાંથી…

વધુ વાંચો >