શિલ્પકલા

મોદિલ્યાની, આમેદિયો

મોદિલ્યાની, આમેદિયો (Modigliani, Amedio) (જ. 1884, લેગહૉર્ન; અ. 1920) : ઇટાલિયન યહૂદી વંશના ચિત્રકાર, શિલ્પકાર અને સૂત્રગ્રાહી (draughtsman). વેનિસ અને ફ્લૉરેન્સમાં અભ્યાસ કરી પૅરિસમાં સ્થાયી થયા (1906). તેમણે કલામાં જે મેળવ્યું તેમાં ઇટાલિયન પરંપરાનો ફાળો તો ખરો જ, પણ ટુલોઝ લુટ્રેક, સેઝાં અને પિકાસો જેવા, કલાકારો ઉપરાંત આફ્રિકન શિલ્પોના પ્રભાવનો…

વધુ વાંચો >

મોબાઇલ શિલ્પ

મોબાઇલ શિલ્પ : ગતિમાન શિલ્પ. આ આધુનિક શિલ્પ નૈસર્ગિક પવન અથવા વીજસંચાલિત મોટરથી હલનચલન પામે છે. અંગ્રેજીમાં તે મોબાઇલ ઉપરાંત કાઇનેટિક શિલ્પ તરીકે પણ ઓળખાય છે. અમેરિકન શિલ્પી ઍલેક્ઝાન્ડર કાલ્ડર પ્રથમ મોબાઇલ શિલ્પી છે. તેમનાં આ પ્રકારનાં શિલ્પોનું પ્રથમ પ્રદર્શન પૅરિસમાં યોજાયું ત્યારે માર્સેલ દ્યુશોંએ આ શિલ્પકૃતિઓને પ્રથમ વાર જ…

વધુ વાંચો >

મૉસ્કોવિટ્ઝ, રૉબર્ટ

મૉસ્કોવિટ્ઝ, રૉબર્ટ (Moscowitz, Robert) (જ. 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : પિતાનું નામ લુઈસ અને માતાનું નામ લીલી મોસ્કોવીટ્ંઝ. 1950 પછી તેમણે ‘એબ્સ્ટ્રેક્ટ એક્સ્પ્રેશનીઝમ’ શૈલીથી આલેખેલા અમૂર્ત ચિત્રો તેમની સર્જકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગણાય છે. 1965 પછી તેમણે પોપ આર્ટના પ્રયોગો કર્યા. ન્યૂયૉર્કનું ફ્લૅટિરોન બિલ્ડિંગ પ્રસિદ્ધ શિલ્પી રોદાંનું જાણીતું શિલ્પ ‘થિંકર’ જેવા…

વધુ વાંચો >

મૉસ્કો શૈલીની કલા

મૉસ્કો શૈલીની કલા (1400થી 1600) : ખ્રિસ્તી ધાર્મિક દેવદેવીનાં શિલ્પ અને ભીંતચિત્રનાં નિરૂપણની મૉસ્કોકેન્દ્રિત રશિયન શૈલી. પૂર્વ યુરોપ અને રશિયામાં પ્રચલિત બિઝેન્ટાઇન શૈલીમાંથી ઊતરી  આવેલી પરંપરા છે. ઑર્થડૉક્સ રશિયન ચર્ચ આશ્રિત (patronised) આ શૈલીમાં મોહક આછા રંગો દ્વારા ખ્રિસ્તી કથાપ્રસંગોના નિરૂપણ વડે આધ્યાત્મિક અભિવ્યક્તિ કરાઈ છે. કૉન્સ્ટન્ટિનોપલમાં જન્મેલા ગ્રીક કલાકાર…

વધુ વાંચો >

મૉહૉઈ-નૉદ્ય લાસ્લો

મૉહૉઈ-નૉદ્ય લાસ્લો (જ. 1895, બાસ્બૉર્સોદ, હંગેરી; અ. 1946) : હંગેરિયન શિલ્પી અને ડિઝાઇનર, ફોટોગ્રાફર તથા વિખ્યાત કલાશાળા બાઉહાઉસના પ્રસિદ્ધ અધ્યાપક. તેમણે બુડાપેસ્ટમાં કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. 1919થી 1923 સુધી તેમણે દાદા શૈલી તથા ‘કન્સ્ટ્રક્શનિસ્ટ’ જૂથ સાથે વિયેના અને બર્લિનમાં રહી ચિત્રો કર્યાં અને પોતાના સર્વપ્રથમ ‘ફોટોગ્રામ’ એટલે કે કૅમેરાની સહાય…

વધુ વાંચો >

રાયચૌધુરી, દેવીપ્રસાદ ઉમાપ્રસાદ

રાયચૌધુરી, દેવીપ્રસાદ ઉમાપ્રસાદ (જ. 1899, તેજઘાટ, જિલ્લો રંગપુર, બાંગ્લાદેશ; અ. ?) : આધુનિક ભારતીય ચિત્રકાર, શિલ્પી અને કલાગુરુ તથા કુસ્તીબાજ, શિકારી, લેખક અને વાંસળીવાદક. ધનાઢ્ય જમીનદાર-કુટુંબમાં જન્મ. શૈશવ તેજઘાટમાં વિતાવ્યું. પછી ઉત્તર કોલકાતાની ખેલાત ચંદ્ર ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં ડ્રૉઇંગ, પેઇન્ટિંગ્સ તથા માટીમાંથી કરાતા શિલ્પકામમાં અસાધારણ કૌશલ્ય દાખવતાં પિતા…

વધુ વાંચો >

રિચિયો, આન્દ્રેઆ (Riccio, Andrea)

રિચિયો, આન્દ્રેઆ (Riccio, Andrea) (જ. આશરે 1470, પાદુઆ, ઇટાલી; અ. 1532, પાદુઆ, ઇટાલી) : કાંસામાં નાનકડાં શિલ્પ બનાવવા માટે જાણીતો રેનેસાંસ શિલ્પી અને સોની. મૂળ નામ આન્દ્રેઆ બ્રિયોસ્કો. આન્દ્રેઆ ક્રિસ્પસ નામે પણ તે ઓળખાતો. શિલ્પી બેલાનોની પાસે તેણે તાલીમ લીધેલી. પાદુઆના કલાકારોનું લાક્ષણિક માનવતાવાદી વલણ રિચિયોનાં નાનકડાં શિલ્પોમાં પણ જોવા…

વધુ વાંચો >

રિમ્ઝોન, એન. એન.

રિમ્ઝોન, એન. એન. (જ. 1957 કક્કૂર, કેરલ) : આધુનિક ભારતીય શિલ્પી. 1981થી 1987 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી શિલ્પમાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટના શિલ્પવિભાગમાં વધુ બે વરસ અભ્યાસ કરી ફરીથી શિલ્પના અનુસ્નાતક થયા. રિમ્ઝોનનાં શિલ્પ એક…

વધુ વાંચો >

રેડ્ડી, કૃષ્ણા

રેડ્ડી, કૃષ્ણા (જ. 1925, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય શિલ્પી. તેઓ શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલાના સ્નાતક થયા. 1981માં તેમની કલાકૃતિઓનું પશ્ચાદવર્તી (retrospective) પ્રદર્શન ન્યૂયૉર્ક શહેરના બ્રૉન્ક્સ મ્યુઝિયમ ખાતે યોજાયું હતું, પછી તે પ્રદર્શન મુંબઈમાં ત્યાંની શેમૂલ્ડ આર્ટ ગૅલરી દ્વારા પણ યોજાયું. કલાક્ષેત્રે અપૂર્વ સિદ્ધિને કારણે 1972માં ‘પદ્મશ્રી’ના ખિતાબથી તેમનું સન્માન…

વધુ વાંચો >

રેડ્ડી, રવીન્દર

રેડ્ડી, રવીન્દર (જ. 1956) : આધુનિક ભારતીય શિલ્પી. 1976થી 1982 સુધી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી રેડ્ડી શિલ્પકલામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. આ પછી લંડન ખાતેની ઑવ્ લંડનની ગોલ્ડસ્મિથ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં એક વરસ અભ્યાસ કરી 1983માં ડિપ્લોમા ઇન આર્ટ ઍન્ડ ડિઝાઇન મેળવ્યો. રેડ્ડી…

વધુ વાંચો >