શિલ્પકલા
ભટ્ટ, વિષ્ણુ
ભટ્ટ, વિષ્ણુ (જ. 9 જાન્યુઆરી 1923, અમદાવાદ) : ગુજરાતના ચિત્રકાર, શિલ્પી અને કળાશિક્ષક. તેમણે કલાનું શિક્ષણ અમદાવાદમાં રવિશંકર રાવળ પાસે ગુજરાત કલા સંઘની ચિત્રશાળામાં અને પછી મુંબઈમાં વી. પી. કરમારકર પાસે લીધું હતું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલા–ઇતિહાસ અને સૌંદર્યશાસ્ત્ર વિભાગ ઊભો કરવામાં તેમનું મહત્વનું યોગદાન…
વધુ વાંચો >ભરહુતનો શિલ્પ-વૈભવ
ભરહુતનો શિલ્પ-વૈભવ : મધ્યપ્રદેશ(જિ. સતના)ના ભરહુત નામના સ્થળેથી 1873માં મેજર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમે એક બૌદ્ધ સ્તૂપના અવશેષો શોધી કાઢ્યા હતા. આ સ્તૂપના અવશેષો મુખ્યત્વે ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા, મ્યુનિસિપલ મ્યુઝિયમ, અલાહાબાદ અને સતના, વારાણસી તેમજ મુંબઈનાં મ્યુઝિયમોમાં સંગૃહીત છે. સ્તૂપ તો નષ્ટ થયો છે. પણ એની વેદિકા અને સ્તંભો પરનાં અંશમૂર્ત…
વધુ વાંચો >ભારતીય પ્રતિમાવિધાન
ભારતીય પ્રતિમાવિધાન : જુઓ પ્રતિમાવિધાન
વધુ વાંચો >મથુરા-શિલ્પ
મથુરા-શિલ્પ : ઈસુ પૂર્વે પહેલી સદીથી આશરે ઈસુની પહેલી સદી દરમિયાન કુશાન સામ્રાજ્યના મથુરા અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મની પાષાણશિલ્પ-પરંપરા અથવા મથુરાની શિલ્પાકૃતિઓ. ભારતીય શિલ્પના ઇતિહાસમાં ઘણું જ મહત્વનું પ્રદાન કરનાર મથુરાએ અગત્યનાં લક્ષણો (iconography) વિકસાવવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કલાસમન્વય સાધી આગવી શૈલી વિકસાવી છે. ઉત્તર…
વધુ વાંચો >મદલ
મદલ : ગુજરાતના વાસ્તુમાં સ્તંભદંડ અને સ્તંભની ટોચની ભરણીને જોડતો શિલ્પખચિત ટેકો. આમાં મદલશિલ્પનો નીચલો છેડો સ્તંભના દંડમાં કે શિરાવટીમાં ખાંચામાં અને ઉપલો છેડો ભરણીના ખાંચામાં સાલવીને સંયોજવામાં આવતો. મદલની રચના મુખ્યત્વે વિવિધ પ્રકારની માનવ, પ્રાણી, પક્ષી, વ્યાલ, ભૌમિતિક કે વાનસ્પતિક આકૃતિઓના સંયોજન દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવતી. વિતાનનું અલંકરણ અને…
વધુ વાંચો >મધ્ય એશિયાની કળા
મધ્ય એશિયાની કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકળા) આજના તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, દક્ષિણ કઝાખિસ્તાન, હિંદુકુશ પર્વતમાળાની ઉત્તરનું અફઘાનિસ્તાન તથા ચીની તુર્કમેનિસ્તાન (ચીનનો હાલમાં ઝિન્જ્યાન્ગ ઉઈગુર નામે ઓળખાતો પ્રાંત) વિસ્તારોમાં પથરાયેલ મધ્ય એશિયાની કળાઓ પ્રાચીન કાળથી આ પ્રદેશ વિવિધ કળાશૈલીઓનું મિલનસ્થળ રહ્યો છે. પશ્ચિમની ગ્રીક અને રોમન, નૈર્ઋત્યની અરબી અને ઈરાની…
વધુ વાંચો >મનિયર, કૉન્સ્ટન્ટીન
મનિયર, કૉન્સ્ટન્ટીન (જ. 1831, બેલ્જિયમ; અ. 1905) : બેલ્જિયન શિલ્પી. ઓગણીસમી સદીના બેલ્જિયમમાં પ્રવર્તી રહેલ સામાજિક-આર્થિક વિષમતા અને મજૂર વર્ગની બેહાલી અને પાયમાલીની સીધી અસર મનિયરની કલા પર જોવા મળે છે. મનિયરે કલાને સામાજિક ક્રાંતિના સાધન તરીકે સ્વીકારી હતી. ચિત્રકાર તરીકે પ્રારંભ કરી 1885 સુધીમાં મનિયરે ચિત્રકલાનો પૂર્ણતયા ત્યાગ કરી…
વધુ વાંચો >મય
મય : પ્રાચીન ભારતના એક પ્રસિદ્ધ દાનવ અને કુશળ શિલ્પી. તેઓ કશ્યપ ઋષિના પુત્ર હતા. તેમની માતાનું નામ ક્યાંક દનુ અને ક્યાંક દિતિ અપાયું છે. મહાભારતમાં પાંડવોના સમકાલીન અત્યંત કુશળ શિલ્પી તરીકે તેમનો નિર્દેશ થયેલો છે. તેમણે યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે ‘મયસભા’ નામે વિચિત્ર સભાગૃહ રચ્યું હતું, જેમાં સ્થળભાગ જળની…
વધુ વાંચો >મહોબાનાં મૂર્તિશિલ્પો
મહોબાનાં મૂર્તિશિલ્પો : ચંદેલા રાજા કીર્તિવર્માના સમય (11મી સદી)નાં બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મોને લગતાં મૂર્તિશિલ્પો અને અન્ય કલાકૃતિઓ મહોબા અને આસપાસના વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ છે. એમાં બોધિસત્વ સિંહનાદ અને પદ્મપાણી અવલોકિતેશ્વરની મૂર્તિઓ શ્રેષ્ઠ છે. જમણા હાથમાં નાગ વીટ્યું ત્રિશૂળ ધારણ કરીને મહારાજ લીલાસનમાં સિંહ પર બેઠેલા સિંહનાદના જટામુકુટની પાછળ…
વધુ વાંચો >માઇકલૅન્જેલો, બુઑનારૉતી
માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…
વધુ વાંચો >