શાંતિસંશોધન
ગાલ્ટુંગ, જોહાન
ગાલ્ટુંગ, જોહાન (જ. 24 ઑક્ટોબર 1930, ઑસ્લો, નૉર્વે) : શાંતિ-સંશોધનના વિષયનું આંતરવિદ્યાકીય સ્વરૂપ, તેનો વ્યાપ, અગત્ય અને તેનાં વિવિધ પરિમાણોનું નિરૂપણ કરી તેને કાયમી સ્થાન આપનાર તેમજ તેમાં પહેલ કરી યશસ્વી પ્રદાન કરનાર નૉર્વેના વિદ્વાન. પિતા ડૉક્ટર હતા અને બીજા વિશ્વયુદ્ધ(1939–1945)ના સમયે જર્મનોના નજરકેદી હતા અને તેમની બંને બહેનો સ્વીડનમાં…
વધુ વાંચો >ગોર, આલ્બર્ટ (જુનિયર)
ગોર, આલ્બર્ટ (જુનિયર) (જ. 31 માર્ચ 1948, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના 45મા ઉપપ્રમુખ અને 2007ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. આ પુરસ્કારમાં સહભાગી હતી ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ નામની સંસ્થા. અમેરિકાના આ અગ્રિમ રાજનીતિજ્ઞ બહુમુખી પ્રતિભા ધરાવતા નેતા છે. તેમના પિતા આલ્બર્ટ ગોર સિનિયર લાંબો સમય અમેરિકાની પ્રતિનિધિસભા અને સેનેટના…
વધુ વાંચો >જૉહૉક્સ લિયોન
જૉહૉક્સ લિયોન (જ. 1 જુલાઈ 1879, પૅરિસ; અ. 28 એપ્રિલ 1954, પૅરિસ) : ફ્રાન્સના સમાજવાદી મજૂર-નેતા તથા શાંતિ માટેના નોબેલ પુરસ્કાર વિજેતા (1951). સોળમા વર્ષે દીવાસળીના કારખાનામાં કામદાર તરીકે દાખલ થયા. 1906માં દીવાસળીના કામદારોના રાષ્ટ્રીય સ્તરના મજૂરમંડળના મંત્રી બન્યા. 1909માં કૉન્ફેડરેશન જનરલ દ ટ્રાવલના મહામંત્રી નિમાયા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પૂર્વે…
વધુ વાંચો >ટૂ ટૂ, ડેઝમંડ
ટૂ ટૂ, ડેઝમંડ (જ. 7 ઑક્ટોબર 1931, ક્લર્ક્સડ્રૉપ, દ. આફ્રિકા) : દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિના પ્રખર વિરોધી તથા તેના શાંતિમય ઉકેલના હિમાયતી પાદરી નેતા. 1984ના શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમના પિતા શિક્ષક હતા. પોતે પણ થોડાક સમય માટે શિક્ષક થયા પણ એે નોકરી છોડી. તે પછી તેમણે બૉટ્સ્વાના, સ્વિટ્ઝર્લૅન્ડ અને…
વધુ વાંચો >ટેરેસા, મધર
ટેરેસા, મધર (જ. 27 ઑગસ્ટ 1910, સ્કોજે, યુગોસ્લાવિયા; અ. 5 સપ્ટેમ્બર 1997, કૉલકાતા) : રોમન કૅથલિક સાધ્વી, દીનદુખિયાંની મસીહા સેવિકા તથા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા (1979). ઍલ્બેનિયન કુળના ખેડૂત કુટુંબમાં જન્મ. મૂળ નામ અગ્ને ગોન્હા બોજાશિન. સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કર્યો. તે દરમિયાન ધર્મપ્રચારક બનવાની ઇચ્છા જાગ્રત થઈ…
વધુ વાંચો >ડુકોમન, એલી
ડુકોમન, એલી (જ. 19 ફેબ્રુઆરી 1833; અ. 7 ડિસેમ્બર 1906) : સ્વિટ્ઝર્લૅન્ડમાંના બર્ન ખાતેના પીસ બ્યૂરો સંસ્થાના નિયામક તથા શાંતિ અને ન્યાય માટે વિશ્વમતને નેતૃત્વ પૂરું પાડનાર 1902ના શાંતિ નોબેલ પુરસ્કારના વિજેતા, નીડર આગેવાન. તેમણે શાંતિ અને ન્યાય માટેની લડત સંસદભવનો, ધારાસભાઓ અને સરકારી માળખાંઓનાં માધ્યમો મારફત અસરકારક બનાવી. પિતા…
વધુ વાંચો >ડોઝ, ચાર્લ્સ
ડોઝ, ચાર્લ્સ (જ. 27 ઑગસ્ટ 1865 મેરીયેટ્ટા, ઓહાયો; અ. 23 એપ્રિલ 1951 ઇવાનસ્ટોન, ઇલીનૉય) : જર્મન અર્થતંત્રમાં ફુગાવા સામે સ્થિરતા માટેની એક કાર્યકારી યોજના દ્વારા યુરોપીય અર્થતંત્રમાં સ્થિરતા લાવનાર અને મુત્સદ્દી. ઇંગ્લૅન્ડના ઑસ્ટિન ચેમ્બરલીનની સાથે સંયુક્ત રીતે તેમને 1925નું શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. વર્સાઈની સંધિ મુજબ યુદ્ધની નુકસાની અંગે…
વધુ વાંચો >ડ્યુના જીન-હેનરી
ડ્યુના જીન-હેનરી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હેડન) : સ્વિટ્ઝર્લૅન્ડના માનવતાવાદી અગ્રણી, રેડક્રૉસ સંસ્થાના સંસ્થાપક અને 1901માં શાંતિ માટેના નોબેલ પારિતોષિકના પ્રથમ સહવિજેતા. તેમણે વિશ્વવ્યાપી સંસ્થા યંગમૅન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન(YMCA)ની સ્થાપના કરી હતી. 24 જૂન, 1859માં ઉત્તર ઇટાલીમાં આવેલ સોલ્ફેરિનો ખાતેની લડાઈના તેઓ પ્રત્યક્ષ સાક્ષી હતા. આ…
વધુ વાંચો >નરગિસ મોહમ્મદી
નરગિસ મોહમ્મદી (જ. 21 એપ્રિલ, 1972, ઈરાન) : 2023ના વર્ષનાં શાંતિ નોબેલ પારિતોષિકવિજેતા દ્વિતીય ઈરાની મહિલા. પશ્ચિમ એશિયામાં ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ ઈરાન સૌથી મોટો દેશ છે. આર્યાની એવો ઈરાન ચર્ચામાં છે. ઈરાનની ફારસી ભાષા તેના લાલિત્ય માટે જાણીતી છે. આ પ્રાચીન દેશને 1963ની શ્ર્વેત-ક્રાંતિ હેઠળ આધુનિક બનાવવાનો પ્રયાસ તેના…
વધુ વાંચો >નોએલ-બેકર, ફિલિપ
નોએલ-બેકર, ફિલિપ (જ. 1 નવેમ્બર 1889, લંડન; અ. ઑક્ટોબર 1982, લંડન) : આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણના હિમાયતી, ઇંગ્લૅન્ડના અગ્રણી મુત્સદ્દી તથા 1959નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ. લંડનના એક ક્વેકર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગરીબોની નિ:સ્વાર્થ સેવા કરનાર માતાપિતાને ત્યાં ઉછેર. તેમના પિતા જૉસેફ ઍલન બેકર ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહના સભ્ય…
વધુ વાંચો >