વ્રિજવિહારી દીનાનાથ દવે

લૅટરાઇટ

લૅટરાઇટ : અયનવૃત્તીય-ઉપઅયનવૃત્તીય પ્રદેશોમાં જોવા મળતું વિલક્ષણ ભૂમિનિક્ષેપનું ખડકસ્વરૂપ. લૅટરાઇટ એ મુખ્યત્વે લોહ અને ઍલ્યુમિનિયમના જલયુક્ત ઑક્સાઇડ તેમજ તેની સાથે અલ્પાંશે રહેલા મૅંગેનીઝ અને ટાઇટેનિયમ ઑક્સાઇડના મિશ્રણનો બનેલો કોટરયુક્ત માટીવાળો ખડકપ્રકાર છે. લોહ અને ઍલ્યુમિનિયમના ઑક્સાઇડ ક્યારેક એટલા બધા અસમાન પ્રમાણમાં રહેલા હોય છે કે ઘણી વાર અરસપરસ એકબીજાનું સ્થાન…

વધુ વાંચો >

વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence)

વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence) : જુદા જુદા પારદર્શક માધ્યમમાંથી પસાર થતાં પ્રકાશ-કિરણોના આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચેનો ગુણોત્તર. મહત્તમ અને લઘુતમ વક્રીભવનાંક વચ્ચેનો તફાવત. જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પસાર થાય છે ત્યારે આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચે અચલ ગુણોત્તર પ્રવર્તે છે. આ અચલાંક (constant) સમીકરણ દ્વારા…

વધુ વાંચો >

વિલોપ

વિલોપ : ખનિજ-છેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદનો સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતો વિશિષ્ટ ગુણધર્મ. સૂક્ષ્મદર્શક હેઠળ જ્યારે બે નિકોલ પ્રિઝમ વચ્ચે આવા ખનિજ-છેદનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે પીઠિકા(stage)ને 360° ફેરવતાં પ્રત્યેક 90°ના તફાવતે ખનિજ-છેદ ચાર વખત સંપૂર્ણ કાળો થઈ જાય છે. વિષમદિગ્ધર્મી ખનિજ-છેદના આ ગુણધર્મને વિલોપ કહેવાય છે.…

વધુ વાંચો >

વ્યતિકરણ-આકૃતિઓ (interference figures)

વ્યતિકરણ–આકૃતિઓ (interference figures) : એકાક્ષી અને દ્વિઅક્ષી વિષમદૈશિક ખનિજોની પ્રકાશીય લાક્ષણિકતા દર્શાવતી આકૃતિઓ. સામાન્ય રીતે પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપમાં ધ્રુવક (પોલરાઇઝર) અને વિશ્લેષક (ઍનાલાઇઝર) બંનેનો ઉપયોગ કરીને ખનિજછેદોના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે; પરંતુ આ પ્રકારનો મર્યાદિત અભ્યાસ ખનિજછેદોની પૂર્ણ પરખ અને સમજ/અર્થઘટન માટે પર્યાપ્ત ન ગણાય. આ માટે સમાંતર ધ્રુવીભૂત…

વધુ વાંચો >

સાતપુડા (હારમાળા)

સાતપુડા (હારમાળા) : વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે તેમજ તેની દિશાને સમાંતર વિસ્તરેલી હારમાળા. આ હારમાળા પશ્ચિમ ભારતમાં આવેલી, દખ્ખણના ઉચ્ચપ્રદેશના ભાગરૂપ ટેકરીઓથી બનેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. આ હારમાળા પૂર્વમાં ગયા અને રેવાથી શરૂ થાય…

વધુ વાંચો >

સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)

સિંધુ–ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains) : સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર અને ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર ત્રણ સ્પષ્ટ એકમો(વિભાગો)નો બનેલો છે : (1) શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચપ્રદેશ. (2) ભારતની પશ્ચિમે, ઉત્તરે અને પૂર્વમાં…

વધુ વાંચો >

સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય)

સૉલ્ટ-રેન્જ (ભૂસ્તરીય) : ભારતના પંજાબ રાજ્ય તેમજ પાકિસ્તાનના પંજાબ પ્રાંત બંનેમાંથી પસાર થતી હારમાળા. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર તેમજ સ્તરવિદ્યાત્મક અભ્યાસ માટે સૉલ્ટ-રેન્જ ભારત–પાકિસ્તાન બંનેનો મહત્વનો વિસ્તાર ગણાય છે. ઘણા જૂના સમયથી આ વિસ્તાર તરફ ભૂસ્તરવિદોનું ધ્યાન દોરાયેલું. તેમાં જીવાવશેષયુક્ત સ્તરો રહેલા છે માટે તે મહત્વની છે. તે ઉપરાંત તેમાં જુદા જુદા…

વધુ વાંચો >

સ્થળવર્ણન-નકશા (topographical maps)

સ્થળવર્ણન-નકશા (topographical maps) : સપાટી-લક્ષણોનું આલેખન અથવા આકારિકી વર્ણન. ભૂપૃષ્ઠ પરનાં કુદરતી રીતે તૈયાર થયેલાં ભૂમિસ્વરૂપો અને માનવસર્જિત લક્ષણોની સમજ આપતું આલેખન. ઊંચાણનીચાણની આકારિકીવાળાં ટેકરીઓ, ડુંગરધારો, ઉચ્ચ સપાટ પ્રદેશો, પર્વતો, મેદાનો, ખીણપ્રદેશો અને થાળાં; જળવહેંચણીવાળાં કળણભૂમિ, પંકભૂમિ, ધારાપ્રવાહો, ઝરણાં, નદીઓ, તળાવો, સરોવરો, ખાડીસરોવરો, ખાડીઓ, ત્રિકોણપ્રદેશો, નદીનાળપ્રદેશો, અખાતો, ઉપસાગરો, સમુદ્રો અને…

વધુ વાંચો >

સ્પિટિ વિસ્તાર

સ્પિટિ વિસ્તાર : હિમાચલ પ્રદેશના ઈશાન ભાગમાં આવેલો તિબેટ સાથે સરહદ બનાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 32° 10´ ઉ. અ. અને 78° 00´ પૂ. રે.ની આજુબાજુનો ભાગ આવરી લે છે. સતલજને મળતી સહાયક નદી સ્પિટિ અહીં વાયવ્યથી અગ્નિ તરફ વહે છે. મધ્ય હિમાલયમાં આ નદીએ બનાવેલી ખીણ ભૂસ્તરીય અભ્યાસમાં…

વધુ વાંચો >