વિ. પ્ર. ત્રિવેદી
ચાઉ ત્સો-જેન
ચાઉ ત્સો-જેન (પિન્યિન ઝાઉ ઝુઓ-રેન) (જ. 16 જાન્યુઆરી 1885, શાઑ-સિંગ, ચેકિયૉંગ-પ્રોવિન્સ, ચીન; અ. 1966, બેજિંગ) : નિબંધકાર, અનુવાદક અને વિદ્વાન ચીની સાહિત્યકાર. પરદેશી ભાષાઓની અનેક નવલકથાઓનો અનુવાદ તેમણે ચીની ભાષામાં કર્યો છે. ચાઉ ત્સો-જેનના ભાઈ ચાઉ શુ જેન (લૂ-શૂન) પણ સાહિત્યકાર હતા. બંને ભાઈઓએ ચીની ભાષાના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરેલો.…
વધુ વાંચો >ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ)
ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ) (જ. 1653 ક્યોટો, જાપાન; અ. 6 જાન્યુઆરી 1725, ઓસાકા, જાપાન) : જાપાનના ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાટકકાર. તેમની નાટકકાર તરીકેની કારકિર્દી લગભગ 1673ની આસપાસ શરૂ થઈ હતી. તેમણે 160 જેટલાં નાટકો બુનરાકુ (પપેટ થિયેટર) માટે લખ્યાં હોવાનું કહેવાય છે. તેમણે પૉપ્યુલર થિયેટર માટે ‘કાબુકી’ નાટકો…
વધુ વાંચો >જાની, અમૃત જટાશંકર
જાની, અમૃત જટાશંકર (જ. 7 જુલાઈ 1912, ટંકારા, જિ. રાજકોટ મોરબી; અ. 9 ઑગસ્ટ 1997) : ગુજરાતની જૂની વ્યવસાયી રંગભૂમિના જાણીતા નટ. જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામ મોરબી-ટંકારામાં મધ્યમ વર્ગના કુટુંબમાં થયો. બાલ્યકાળમાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. પિતાની સાથે 7-8 વર્ષની વયે કરાંચીમાં ગુજરાતી નાટકો…
વધુ વાંચો >જીદ, આન્દ્રે
જીદ, આન્દ્રે (જ. 22 નવેમ્બર 1868, પૅરિસ; અ. 19 ફેબ્રુઆરી 1951 પૅરિસ) : 1947નું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રસિદ્ધ ફ્રેંચ નવલકથાકાર, નાટ્યકાર, વિવેચક અને ડાયરીલેખક. પિતા યુનિવર્સિટી પ્રોફેસર અને કાકા ચાર્લ્સ જીદ રાજકારણ અને અર્થશાસ્ત્રના અભ્યાસી. નાનપણથી જ નાજુક તબિયતના હોવાથી તેમને અભ્યાસમાં પણ ખૂબ અડચણ પડેલી. અત્યંત શ્રીમંત કુટુંબમાં…
વધુ વાંચો >ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો
ઝાઁ મરી ગુસ્તાવ લ ક્લેઝિયો (જ. 13 એપ્રિલ 1940, નાઇસ, ફ્રાન્સ) : 2008નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફ્રેન્ચ સાહિત્યકાર. પિતા બ્રિટિશ અને માતા ફ્રેન્ચ. પૂર્વજો બ્રિટાનીમાંથી ઇલ દ ફ્રાન્સ(આજનું મોરિશિયસ)માં અઢારમી સદીમાં વસાહતી તરીકે આવેલા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પરિવારને એકમેકથી છૂટાં પડવાનું થયું. પિતાને પોતાની પત્ની અને બાળકોને નાઇસ…
વધુ વાંચો >ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ
ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ (જ. 1884 લેબદ્યાન, મધ્યરશિયા; અ. 1937) : રશિયન ગદ્યલેખક, વિવેચક અને નાટ્યકાર. પિતા શિક્ષક. 1902થી સેંટ પીટર્સબર્ગમાં અભ્યાસ અને તે પછી તરત જ બૉલ્શેવિક પક્ષમાં સભ્ય બન્યા. 1905માં ધરપકડ બાદ તેમને દેશનિકાલની સજા કરવામાં આવી. 1908માં તેમણે પ્રથમ વાર્તા લખી. 1914માં તેમણે ‘ઍટ ધ વર્લ્ડ્ઝ એન્ડ’ નામની…
વધુ વાંચો >ઝૅંગ્વિલ, ઇઝરાયલ
ઝૅંગ્વિલ, ઇઝરાયલ (જ. 1864, લંડન; અ. 1926) : યહૂદી લેખક. લંડન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યા પછી પત્રકાર બન્યા અને હાસ્યરસિક સામયિક ‘એરિયલ’ના તંત્રી બન્યા. તે ઝાયનવાદ એટલે કે પૅલેસ્ટાઇનને યહૂદીઓનો દેશ બનાવવો જોઈએ એ ચળવળના સમર્થક હતા. યહૂદી જીવનના વિષયને લગતી નવલકથાઓએ તેમને ખૂબ ખ્યાતિ અપાવી. ‘ચિલ્ડ્રન ઑવ્ ધ ગેટો’…
વધુ વાંચો >ઝોલા, એમિલ
ઝોલા, એમિલ (જ. 2 એપ્રિલ 1840, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1902, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર. ઇજનેર પિતાના પુત્ર. કારકિર્દીનો પ્રારંભ કર્યો હેચેટના પ્રકાશનગૃહ ખાતે કારકુન તરીકે; એમાં ગોઠવાઈ ન શકાયાથી પત્રકાર બન્યા, ત્યાં વિવેચન, રાજકારણ તથા નાટ્યપ્રવૃત્તિને લગતી તેમની કામગીરી લગભગ નિષ્ફળ રહી. છેવટે તેમણે ટૂંકી વાર્તાઓ લખવાના ક્ષેત્રે ઝંપલાવ્યું.…
વધુ વાંચો >ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ
ટેન, ઈપોલિટ ઍડૉલ્ફ (જ. 21 એપ્રિલ 1828, વૂઝિયર, આર્દેન, ફ્રાંસ; અ. 5 માર્ચ 1893, પૅરિસ) : ફ્રેંચ ઇતિહાસકાર, વિવેચક અને ફિલસૂફ. પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) અને ટેન એકમેકના પર્યાય બની ગયા છે. કૉલેજ બોર્બોન અને પૅરિસના ઇકોલ નૉર્મલમાં શિક્ષણ. સોર્બોન યુનિવર્સિટીમાં તેમનો ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ લે સેન્સેશન્સ (ધ સેન્સેશન્સ) (1856) તેમાંના ભૌતિકવાદી…
વધુ વાંચો >ટૈંગ, મોહમ્મદ યૂસુફ
ટૈંગ, મોહમ્મદ યૂસુફ (જ. 1935, શુપિયન, કાશ્મીર) : જમ્મુ-કાશ્મીરના સાહિત્યકાર-વિવેચક અને નિબંધકાર. એમના પરિવારનો ધંધો ફળો વેચવાનો, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શોપિયનમાં લીધું હતું. પછી ઉચ્ચ શિક્ષણ શ્રીનગરમાં. બી.એ. (ઓનર્સ). અભ્યાસ બાદ શ્રીનગરથી પ્રસિદ્ધ થતાં સાપ્તાહિક ‘જહાની નાવ’ના તંત્રી થયા. આ એમની કારકિર્દીની શરૂઆત હતી. શમીમ એહમદ શમીમ સાથે કામ કરવાનો પોકો…
વધુ વાંચો >