વિ. પ્ર. ત્રિવેદી
ઓવેન, વિલ્ફ્રેડ એડ્વર્ડ સાલ્ટર
ઓવેન, વિલ્ફ્રેડ એડ્વર્ડ સાલ્ટર (જ. 18 માર્ચ 1893, ઑસ્વેસ્ટ્રી, શ્રૉપશાયર; અ. 4 નવેમ્બર 1918, ફ્રાન્સની યુદ્ધભૂમિ પર) : ‘યુદ્ધકવિઓ’ તરીકે નામના પામેલા રુપર્ટ બ્રુક, આઇઝેક રૉઝેનબર્ગ, એડ્વર્ડ ટૉમસની હરોળના બ્રિટિશ કવિ. વિલ્ફ્રેડ ઓવેન લિવરપૂલના બર્કનહેડ ઇન્સ્ટિટ્યૂટ અને શુઝબેરી ટેકનિકલ કૉલેજમાં અભ્યાસ કરી 1910માં લંડન યુનિવર્સિટીમાં દાખલ થયેલા. કવિ કીટ્સની કવિતાથી…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયન સાહિત્ય
ઑસ્ટ્રેલિયન સાહિત્ય : ઑસ્ટ્રેલિયા ખંડમાં વસતા અંગ્રેજી ભાષા બોલતા-લખતાં માણસોએ અંગ્રેજીમાં રચેલું સાહિત્ય. ઑસ્ટ્રેલિયન સાહિત્યને કેટલાંક આગવાં લક્ષણો છે. વિશાળ જમીન, અમાપ ખુલ્લો પ્રદેશ, તેમાં વસતાં જાતજાતનાં પશુપંખીઓ, કીટકો, સામાન્ય માણસો માટેનો આદર અને યુરોપની પરંપરાઓમાંથી છૂટા થઈને આગવાં જીવનમૂલ્યોની સ્વતંત્રતા ભોગવતાં મનુષ્યો વગેરે તેના સાહિત્યમાં છતાં થાય છે. જોકે…
વધુ વાંચો >કાઝાન્ઝાકિસ, નિકોસ
કાઝાન્ઝાકિસ, નિકોસ (જ. 2 ડિસેમ્બર 1885, ઇરાક્લિયોન, ક્રીટ; અ. 26 ઑક્ટોબર 1957, ફ્રીર્બાર્ગમ, બ્રીસ્ગૉ, પશ્ચિમ જર્મની) : ગ્રીક લેખક. વિપુલ સાહિત્યના રચયિતા. આધુનિક ગ્રીક સાહિત્યમાં તેમનું નામ નોંધપાત્ર છે. તુર્કોના ઑટૉમન સામ્રાજ્યની ધુરામાંથી મુક્ત થવા માટેના સ્વાતંત્ર્ય-સંગ્રામની વેળાએ તેમનો જન્મ થયેલો. તેમના પરિવારને થોડા સમય માટે ગ્રીક ટાપુ નિક્સૉસમાં આશરો…
વધુ વાંચો >કાર્દૂચી, જૉઝૂએ
કાર્દૂચી, જૉઝૂએ (જ. 27 જુલાઈ 1835, વાલ દિ કાસ્તેલ્લો, પિસા નજીક, ડચી ઑવ્ લુક્કા, ઇટાલી; અ. 16 ફેબ્રુઆરી 1907, બોલોના, ઇટાલી) : ઇટાલિયન કવિ. 1906ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા ડૉ. માઇકેલ કાર્દૂચી ડૉક્ટર અને ઇટાલીની એકતા માટેના છૂપા રાજકીય સંગઠનના સભ્ય હતા. માતા બુદ્ધિશાળી અને આધુનિક વિચારમાં સન્નારી…
વધુ વાંચો >કાવ્યન્યાય
કાવ્યન્યાય (poetic justice) : સર્જનાત્મક સાહિત્યમાં સજ્જન અને દુર્જનને તેમનાં કૃત્ય અનુસાર થતી ફળપ્રાપ્તિના નિરૂપણનો સિદ્ધાન્ત. તેનો સૌપ્રથમ પ્રયોગ કર્યો અંગ્રેજ વિવેચક ટોમસ રાઇમરે. તેમનાં ‘ટ્રેજેડિઝ ઑવ્ ધ લાસ્ટ એજ કન્સિડર્ડ’(1678)માં કૃતિના અંતે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોના વિનાશની કલ્પના દર્શાવવા માટે અથવા તો વિવિધ પાત્રોના સુકૃત્ય કે દુષ્કૃત્યનો બદલો આપવાનું…
વધુ વાંચો >કીટ્સ જૉન
કીટ્સ, જૉન (જ. 31 ઑક્ટોબર 1795, લંડન; અ. 23 ફેબ્રુઆરી 1821, રોમ) : અંગ્રેજી ઊર્મિકવિ. ઇન્દ્રિયગમ્ય તાદૃશ કલ્પનોથી ભરપૂર તેમનું કાવ્યસર્જન, રોમૅન્ટિક કવિઓમાં તેમને આગવું સ્થાન આપે છે. ‘એન્ડિમિયન’, ‘લા બેલ દેં સા મરસિ’, ‘ઓડ ઑન મેલન્ક્લી’, ‘ઓડ ટૂ અ નાઇટિંગેલ’, ‘ઓડ ઑન અ ગ્રીશિયન અર્ન’, ‘ઓડ ટૂ સાયકી’, ‘ધી…
વધુ વાંચો >કુન્દેરા મિલાન
કુન્દેરા, મિલાન (જ. 1 એપ્રિલ 1929, બ્રૂનો, ચેકોસ્લોવૅકિયા; અ. 11 જુલાઈ 2023 પેરિસ, ફ્રાંસ) : ચેક નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને કવિ. શિક્ષણ પ્રેગમાં. પોતે સામ્યવાદી વિચારધારામાં પરોવાયા હોવાં છતાં સામ્યવાદી શાસકોનું કટુ વિવરણ હાસ્યની પછવાડે તેમણે પ્રયોજ્યું છે. પિતા સંગીતકારોની મંડળીના જાણીતા પિયાનોવાદક અને નિર્દેશક હતા. ‘ક્લો વૅક્…
વધુ વાંચો >કુપરિન ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ
કુપરિન, ઍલેક્ઝાન્ડર ઇવાનોવિચ (જ. 7 સપ્ટેમ્બર 1870, નરોવખાત; અ. 25 ઑગસ્ટ 1938, લેનિનગ્રાડ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. કુપરિનના પિતા સરકારી નોકર, માતા ઉચ્ચ તાર્તાર કુટુંબમાંથી આવેલાં. પ્રથમ કેડેટ અને ત્યારપછી મિલિટરી શાળામાં રહ્યા પછી કુપરિન લશ્કરી અધિકારી બનેલ. 1894માં લશ્કરમાંથી મરજિયાત નિવૃત્તિ લીધી અને ત્યારપછી કારકુન તરીકે,…
વધુ વાંચો >કૂપર વિલિયમ
કૂપર, વિલિયમ (જ. 26 નવેમ્બર 1731, ગ્રેટ બર્કમ્પસ્ટડ, હર્ટફર્ડશિયર, ઇંગ્લૅંડ; અ. 25 એપ્રિલ 1800, ઈસ્ટ ડિરમ્ નૉકૉર્ક) : અંગ્રેજ કવિ. તેમના જમાનાના કવિઓમાં સૌથી વિશાળ વાચકવર્ગ ધરાવતા હતા. નજીકની નિવાસી શાળામાં અને લંડનની વેસ્ટમિન્સ્ટર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1750-54 સુધી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. 1857માં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.…
વધુ વાંચો >