વિ. પ્ર. ત્રિવેદી

હોપ્ટમાન ગેરહાર્ટ (જોહાન રૉબર્ટ)

હોપ્ટમાન, ગેરહાર્ટ (જોહાન રૉબર્ટ) (જ. 15 નવેમ્બર 1862, બેડ સાલ્ઝબ્રુન, સિલેશિયા, પ્રુશિયા; અ. 6 જૂન 1946, એગ્નેટેન્ડૉર્ફ, જર્મની) : જર્મન કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. 1912ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. સમાજનું હૂબહૂ ચિત્ર રજૂ કરતાં તેમનાં વાસ્તવિક નાટકો રંગભૂમિ પર આજે પણ ભજવાય છે. પૂર્વ જર્મનીના સહેલાણીઓ માટેનાં આકર્ષક સ્થાનમાં…

વધુ વાંચો >

હૉફમાન્સ્થાલ હ્યુગો વૉન (Hofmannsthal Hugo Von)

હૉફમાન્સ્થાલ, હ્યુગો વૉન (Hofmannsthal Hugo Von) (જ. 1 ફેબ્રુઆરી 1874, વિયેના; અ. 15 જુલાઈ 1929, રોડૉન, વિયેના) : ઑસ્ટ્રિયન કવિ, નાટ્યકાર અને નિબંધકાર. ઊર્મિકવિતાએ તેમને નામના અપાવી. નાટકોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા કર્યા. તેમનાં ગીતોને જર્મન ઑપેરા સંગીતકાર રિચર્ડ સ્ટ્રોસે સંગીતમાં ઢાળ્યાં. હ્યુગો વૉન હૉફમાન્સ્થાલ પિતા બૅન્કના ડિરેક્ટરપદે હતા. તેઓ માતાપિતાનું…

વધુ વાંચો >

હોમર

હોમર (જ. ઈ. પૂ. 9મી અથવા 8મી સદી, આયોનિયા ? ગ્રીસ; અ. ?) : પ્રાચીન ગ્રીસના, સૌથી પહેલાં રચાયેલાં મહાકાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસિ’ના સર્જક. તેમના જીવન વિશેની પ્રમાણભૂત માહિતી મળતી નથી. એક મત મુજબ મૌખિક પરંપરાને આધારે તેમણે ઉપર્યુક્ત મહાકાવ્યોનું સર્જન કરેલું. જોકે પ્રાચીન ગ્રીક પ્રજાની પરંપરાની શ્રદ્ધા તો કહેતી…

વધુ વાંચો >

હોમ્સ શેરલૉક

હોમ્સ, શેરલૉક : ડિટેક્ટિવ નવલકથાકાર સર આર્થર કૉનન ડૉઇલનું જગત-સાહિત્યમાં જાણીતું પાત્ર. શેરલોક જગત-મશહૂર ડિટેક્ટિવ છે. જોકે આ પ્રકારનું પાત્ર એડગર ઍલન પૉએ ‘ડુપિન’નું સર્જેલ. ડુપિન તરંગી અલૌકિક બુદ્ધિપ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે તો શેરલૉક લોકમાનસમાં કાયમ માટે વસી ગયેલ પાત્ર છે. ડૉઇલના આદરણીય પ્રાધ્યાપક ડૉ. જૉસેફ બેલ મેડિકલ કૉલેજમાં અધ્યાપન…

વધુ વાંચો >

હોયલે એડમન્ડ

હોયલે, એડમન્ડ (જ. 1671/72; અ. 29 ઑગસ્ટ 1769, લંડન) : ગંજીપત્તાની રમત વિશે વ્યાવસાયિક રીતે લખાણ કરનાર પ્રથમ અંગ્રેજ લેખક. તેમણે રચેલા ‘વ્હિસ્ટ’ના નિયમો ‘એકૉર્ડિન્ગ ટુ હોયલે’ તરીકે જાણીતા થયા છે એ રીતે હોયલેના બનાવેલા નિયમોનો દુનિયાભરમાં બધે સ્વીકાર થયો છે. એડમન્ડ હોયલે હોયલે 70 વર્ષના થયા ત્યાં સુધી તેમને…

વધુ વાંચો >

હોરેસ

હોરેસ (જ. ડિસેમ્બર ઈ. પૂ. 65, વેનુઝિયા, ઇટાલી; અ. 27 નવેમ્બર ઈ. પૂ. 8, રોમ) : લૅટિન ઊર્મિકવિ અને કટાક્ષલેખક. પૂરું નામ ક્વિન્ટસ હોરેશિયસ ફ્લેક્સ. સમ્રાટ ઑગસ્ટસના સમયના ઓડ અને એપિસ્ટલ કાવ્યોના રચયિતા. પ્રેમ, મૈત્રી, તત્ત્વજ્ઞાન અને કાવ્યકલા તેમના પ્રિય વિષયો. કદાચ ઇટાલીના મધ્ય ભાગના સેબેલિયન પહાડી પ્રદેશના મૂળ ભાગમાં…

વધુ વાંચો >

હૉલબર્ગ લુડવિગ ફ્રિહેર (બેરન) [Holberg Ludvig Friherre (Baron)]

હૉલબર્ગ, લુડવિગ ફ્રિહેર (બેરન) [Holberg, Ludvig Friherre (Baron)] (જ. 3 ડિસેમ્બર 1684, બૅર્ગન, નોર્મન્ડી; અ. 28 જાન્યુઆરી 1754, કૉપનહેગન) : સ્કૅન્ડિનેવિયન સાહિત્યકાર. નૉર્વે અને ડેન્માર્ક તેમને પોતાના સાહિત્યકાર તરીકે ઓળખાવે છે. લુડવિગ ફ્રિહેર (બેરન) હૉલબર્ગ બાળપણમાં માતા-પિતાનું અવસાન થતાં બૅર્ગનમાં સગાંવહાલાં સાથે રહ્યા. 1702માં આગને લીધે નગરનો ધ્વંસ થતાં, હૉલબર્ગ…

વધુ વાંચો >

હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક

હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક (જ. 20 માર્ચ 1770, લૉફેન એમ નેકર, વૂર્ટેમ્બર્ગ; અ. 7 જૂન 1843, ટૂબિન્જન, જર્મની) : જર્મન ઊર્મિકવિ. શિષ્ટ ગ્રીક કવિતાનાં સ્વરૂપોને જર્મન ભાષામાં ઉતારનાર. ક્રિશ્ચિયન અને શિષ્ટ સાહિત્યનો સુમેળ સાધનાર. નૂર્ટિંગજનની શાળામાં અભ્યાસ. માતાની ઇચ્છા તો હોલ્ડરલિન દેવળની સેવામાં પાદરી બને તેવી હતી. આમ થાય તો…

વધુ વાંચો >

હ્યુડોબ્રો (ફર્નાન્ડીઝ) વિસેન્ટ ગાર્સિયા

હ્યુડોબ્રો (ફર્નાન્ડીઝ), વિસેન્ટ ગાર્સિયા (જ. 10 જાન્યુઆરી 1893, સાન્તિયાગો, ચિલી; અ. 2 જાન્યુઆરી 1948, સાન્તિયાગો) : ચિલીઅન કવિ. પોતાની જાતને ‘આવાં ગાર્દ’ – કળા, સંગીત અને સાહિત્યમાં નવીન વસ્તુઓના પ્રવર્તક કે અગ્રેસર તરીકે ઓળખાવતા. આ ચળવળને ‘ક્રીયેશિયોનિસ્મો’ નામથી ઓળખવામાં આવે છે. વિસેન્ટ ગાર્સિયા હ્યુડોબ્રો (ફર્નાન્ડીઝ) આનો અર્થ ‘સર્જનવાદ’ કરવામાં આવે…

વધુ વાંચો >