વિ. પ્ર. ત્રિવેદી
શેડવેલ, ટૉમસ
શેડવેલ, ટૉમસ (જ. 1642 ?, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 19 નવેમ્બર 1692, લંડન) : અંગ્રેજ નાટ્યકાર અને રાજકવિ. માનવસ્વભાવના આચરણ અને રીતભાત વિશેનાં હાસ્યપ્રધાન નાટકોના રચયિતા અને જૉન ડ્રાયડનના કટાક્ષના પાત્ર તરીકે સવિશેષ જાણીતા થયેલા. મિડલ ટેમ્પલ, લંડન અને કેમ્બ્રિજમાં શિક્ષણ લીધેલું. અંગ્રેજ રાજા ચાર્લ્સ બીજાની ઇંગ્લૅન્ડની ગાદી પર પુન:સ્થાપના થઈ…
વધુ વાંચો >શેરિડન, ટૉમસ
શેરિડન, ટૉમસ (જ. 1719, ડબ્લિન; અ. 14 ઑગસ્ટ 1788, માર્ગેટ, કૅન્ટ, ઇંગ્લૅન્ડ) : આઇરિશ નટ અને રંગભૂમિ-વ્યવસ્થાપક. સુપ્રસિદ્ધ નાટ્યકાર રિચર્ડ બ્રિન્સ્લી શેરિડનના પિતા. ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે એક ફારસ ‘ધ બ્રેવ આઇરિશ મૅન ઑર કૅપ્ટન ઓ’બ્લન્ડર’’ લખ્યું હતું. તેમણે રિચર્ડ ત્રીજાનું પાત્ર ડબ્લિનની સ્મોક એલી થિયેટરમાં 1743માં…
વધુ વાંચો >શેરિડન, રિચર્ડ બ્રિન્સલી (બટલર)
શેરિડન, રિચર્ડ બ્રિન્સલી (બટલર) (જ. 1 નવેમ્બર 1751, ડબ્લિન; અ. 7 જુલાઈ 1816, લંડન) : આઇરિશ નાટ્યકાર, વક્તા અને વ્હિગ પક્ષના રાજકીય પુરુષ. ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ સ્વરૂપના નાટકના એક સ્તંભરૂપ સર્જક. ટૉમસ અને ફ્રાન્સિસ શેરિડનના ત્રીજા ક્રમના સંતાન. તેમના દાદા જોનાથન સ્વિફ્ટના નિકટના મિત્ર હતા. શેરિડનના પિતાએ અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર…
વધુ વાંચો >શેલી, પર્સી બૅશી
શેલી, પર્સી બૅશી (જ. 4 ઑગસ્ટ 1792, ફિલ્ડ પ્લેસ, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 8 જુલાઈ 1822, લિવૉર્નો દરિયો, ટ્સ્કૅની, ઇટાલી) : અપ્રતિમ અંગ્રેજ રોમૅન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક. પિતા બૅરોનેટ ટિમોથી શેલી ધનિક અને વ્હિગ પક્ષના. પોતાનો સૌથી મોટો પુત્ર પર્સી પાર્લમેન્ટમાં રાજકીય નેતૃત્વ પ્રાપ્ત કરે તેવી પિતાની મહેચ્છા હતી. સાયૉન…
વધુ વાંચો >સમર્સ, લૉરેન્સ એચ.
સમર્સ, લૉરેન્સ એચ. (જ. 30 નવેમ્બર 1954, ન્યૂહેવન, કનેક્ટિકટ) : અમેરિકન અર્થશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને લોકસેવક. પિતા અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક. શિક્ષણ હાર્વર્ડ યુનિવર્સિટીમાં. 1982માં સમર્સે ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ‘પ્રેસિડેન્ટ કાઉન્સિલ ઑવ્ ઇકૉનૉમિક એડ્વાઇઝર્સ’માં સેવા આપ્યા પછી 1983માં હાર્વર્ડ પરત ગયેલા. 28 વર્ષની ઉંમરે કાયમી પ્રાધ્યાપકપદ (tenured faculty) મેળવનાર જૂજ વ્યક્તિઓમાંના તેઓ…
વધુ વાંચો >સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ
સરવાન્તિસ, સારેન્દ્રા મિગેલ દ (જ. 29 સપ્ટેમ્બર 1547, અલ્કેલા દ હેનાર્સ, સ્પેન; અ. 23 એપ્રિલ 1616, મૅડ્રિડ) : સ્પેનના નવલકથાકાર, કવિ અને નાટ્યકાર. તેમની જગપ્રસિદ્ધ નવલકથા ‘દૉન કિહોતે’ મધ્યકાલીન યુગના જમીનદારના સાહસિક જીવનને નિરૂપે છે. બખ્તર પહેરીને જગતમાં પ્રવર્તમાન અન્યાય સામે તે બળવો પોકારે છે. જગતના નવલકથાસાહિત્ય પર તેની પ્રબળ…
વધુ વાંચો >સલી પ્રુધોમ
સલી પ્રુધોમ (જ. 16 માર્ચ 1839, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1907, ચેતને, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. મૂળ નામ રૅને ફ્રાન્સ્વા આર્મેન્દ પ્રુધોમ. 1901ના સાહિત્યના સૌપ્રથમ નોબેલ પારિતોષિકવિજેતા. પિતાનું નામ સલી હતું અને તેમની અટક પ્રુધોમ હતી જે જોડીને તેમણે પોતાનું તખલ્લુસ સલી પ્રુધોમ રાખેલું. સાહિત્ય-જગતમાં તેઓ એ જ નામથી ઓળખાતા…
વધુ વાંચો >સંદિગ્ધતા (ambiguity)
સંદિગ્ધતા (ambiguity) : શબ્દ કે વાક્યમાંથી નીપજતી બહુ-અર્થતા. સામાન્યત: વાક્યનો તે ગુણધર્મ છે. તે એકથી વધુ અર્થ ધરાવતા શબ્દનો પણ ગુણધર્મ છે. શબ્દ કે વાક્ય બોલાય કે લખાય ત્યારે તેમાંથી સંકેત નીકળે છે. પ્રત્યેક સંકેત જ્યારે એક કરતાં વધુ સંદેશાઓનું વહન કરે છે ત્યારે તેમાં સંદિગ્ધતા ઉદ્ભવે છે. સર વિલિયમ…
વધુ વાંચો >સંબોધનકાવ્ય
સંબોધનકાવ્ય : (જુઓ ઓડ.) ગુજરાતી સાહિત્યમાં ‘ઓડ’ની સંજ્ઞા આપી શકાય એવાં ‘ઉદ્બોધન’કાવ્ય. તેનો પ્રયોગ છેક દલપત-નર્મદથી માંડીને રાજેન્દ્ર શાહ ને તે પછીના કવિઓએ કરેલો છે. બલવંતરાય ક. ઠાકોરે ‘લિરિક’ મહાનિબંધમાં ઓડનો ઉલ્લેખ ‘ભાવનિક’ કે ‘વિભાવિકા’ તરીકે પણ કરી શકાય એમ જણાવ્યું છે. ‘ઓડ’ એટલે ‘સંબોધનકાવ્ય’. આ પ્રકારનું કાવ્ય દીર્ઘ, ભારઝલ્લું…
વધુ વાંચો >સંવાદ
સંવાદ : સામાન્ય અર્થમાં બે કે બેથી વધુ વ્યક્તિ વચ્ચે, ખાસ કરીને નાટક કે નવલકથા આદિમાં થતી વાતચીત. સાહિત્યના એક સ્વરૂપ તરીકે તેમાં જુદા જુદા તાત્ત્વિક કે બૌદ્ધિક મતમતાંતરોનું કાળજીપૂર્વક નિરૂપણ કરાતું હોય છે. સિસિલાના તાલબદ્ધ કે લયને અનુસરનારા ગદ્યમાં લખાયેલ, મશ્કરીથી ભરપૂર સંવાદો ‘માઇમ’ સૌથી જૂના છે. સિરાક્યૂસના સોફ્રોને…
વધુ વાંચો >