વિ. પ્ર. ત્રિવેદી
લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy)
લૂકાચ, દ્યૉર્દ્ય (Lukcs, Gergy) (જ. 13 એપ્રિલ 1885, બુડાપેસ્ટ; અ. 4 જૂન 1971, બુડાપેસ્ટ) : હંગેરિયન, માર્કસવાદી તત્વજ્ઞાની, લેખક અને સાહિત્યવિવેચક. તેમનો જન્મ ધનાઢ્ય યહૂદી કુટુંબમાં થયો હતો. પિતા બૅંકર હતા. 1918માં તેઓ સામ્યવાદી પક્ષના સભ્ય થયેલા. હંગેરીની સામ્યવાદી સરકારમાં તેઓ સંસ્કૃતિ અને શિક્ષણખાતાના પ્રધાન હતા; પરંતુ બેલાકુનની વિવિધ પક્ષોના…
વધુ વાંચો >લૂસ, ક્લેર બૂથ
લૂસ, ક્લેર બૂથ (જ. 10 એપ્રિલ 1903, ન્યૂયૉર્ક; અ. 1987, ન્યૂયૉર્ક) : અમેરિકન મહિલા-નાટ્યકાર, પત્રકાર તથા રાજકારણી અને ઉચ્ચ સરકારી અધિકારી. ગાર્ડન સિટી અને ટેરીટાઉનમાં ઘેર બેઠાં શિક્ષકોની દેખરેખ હેઠળ શિક્ષણ મેળવ્યું. ‘વોગ’ અને ‘વૅનિટી ફેર’ નામનાં સામયિકોનાં તેઓ અનુક્રમે સહતંત્રી અને તંત્રી હતાં. જ્યૉર્જ ટટલ બ્રોકૉ સાથે લગ્નવિચ્છેદ થયા…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેજરવિસ્ત પાર
લેજરવિસ્ત, પાર (જ. 23 મે 1891, વાક્સો, સ્વીડન; અ. 11 જુલાઈ 1974, સ્ટૉકહોમ) : સ્કૅન્ડિનેવિયાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર, નાટ્યકાર અને કવિ. 1951માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. સ્વીડનમાં પોતાની ઊર્મિ કવિતાથી અત્યંત પ્રસિદ્ધિ-પાત્ર લેજરવિસ્તને તેમના જમાનામાં દેશના કોઈ પણ અન્ય સાહિત્યકાર કરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ ખ્યાતિ મળેલી.…
વધુ વાંચો >લૅટિન સાહિત્ય
લૅટિન સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ઇટાલીની શાખાની લિંગ્વા લૅટિના એટલે કે લૅટિન ભાષામાં રચાયેલું સાહિત્ય. મૂળમાં ટાઇબર નદીના નીચાણવાળા પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા તે પ્રયોજાતી. પાછળથી રોમન સામ્રાજ્યના યુરોપ અને આફ્રિકા ખંડના મોટા વિસ્તારમાં તે પથરાયેલી. રૉમન મૂળાક્ષરો(alphabets)માં લૅટિન ભાષામાં કર્મકાંડ, પાંડિત્ય અને રાજ્યભાષાનાં ક્ષેત્રોમાં પ્રાચીન, મધ્યકાલીનથી તે અઢારમી…
વધુ વાંચો >લેડી ચૅટર્લીઝ લવર (1928)
લેડી ચૅટર્લીઝ લવર (1928) : ડી. એચ. લૉરેન્સરચિત નવલકથા. સૌપ્રથમ 1928માં ઇટાલીમાં ફ્લૉરેન્સમાં તેનું ખાનગી રાહે પ્રકાશન થયું હતું. તેના વાંધાજનક ભાગને રદ કરીને તે લંડનમાં 1932માં પ્રસિદ્ધ થઈ હતી. વીસમી સદીમાં તે એક સૌથી વિશેષ ચર્ચાસ્પદ કૃતિ બની રહી. આ નવલકથામાં લેડી ચૅટર્લી (કૉન્સ્ટન્સ ચૅટર્લી) બ્રિટિશ લેખક, બૌદ્ધિક…
વધુ વાંચો >લૅનિયર, સિડની
લૅનિયર, સિડની (જ. 3 ફેબ્રુઆરી 1842, મેકોન, જ્યૉર્જિયા, યુ.એસ.; અ. 7 સપ્ટેમ્બર 1881, લિન, નૉર્થ કૅરોલિના) : સંગીતપ્રેમી, અમેરિકન કવિ, વિવેચક. ધર્મપરાયણ માતાપિતાનું સંતાન. શિક્ષણ ઑગલથૉર્પ કૉલેજમાં લીધું. બાળપણથી જ સંગીત અને કવિતાના અનુરાગી. વિગ્રહ વખતે સંઘીય લશ્કરમાં જોડાયા અને લશ્કરી સેવા બજાવતાં 1864માં પ્રતિપક્ષના હાથે પકડાયા. પૉઇંટ લુકાઉટ, મેરીલૅન્ડમાં…
વધુ વાંચો >લેનૉક્સ, જેમ્સ
લેનૉક્સ, જેમ્સ (જ. 19 ઑગસ્ટ 1800, ન્યૂયૉર્ક સિટી; અ. 17 ફેબ્રુઆરી 1880, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન માનવપ્રેમી અને દુષ્પ્રાપ્ય પુસ્તકોના સંગ્રાહક. પિતા સ્કૉટલૅન્ડના ધનિક વેપારી હતા. વારસામાં મળેલી અઢળક સંપત્તિના તેઓ માલિક બન્યા. ન્યૂયૉર્કમાં તેમની સ્થાવર મિલકતો હતી. કોલંબિયા કૉલેજના સ્નાતક બન્યા ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી. પોતે વકીલ…
વધુ વાંચો >લેનૉક્સ, શાર્લોટ રૅમસે
લેનૉક્સ, શાર્લોટ રૅમસે (જ. 1720, ન્યૂયૉર્ક સિટી; અ. 4 જાન્યુઆરી 1804, લંડન) : જન્મે અમેરિકન, પણ અંગ્રેજ મહિલા નવલકથાકાર. પિતા ન્યૂયૉર્કના લેફ્ટેનન્ટ ગવર્નર હતા. અભિનેત્રી તરીકે સફળતા મળી નહિ એટલે તેમણે લેખનનો વ્યવસાય સ્વીકાર્યો. માત્ર 15 વર્ષની ઉંમરે ન્યૂયૉર્ક છોડીને લંડનમાં વસવાટ કર્યો. 1748માં ઍલેક્ઝાન્ડર લેનૉક્સ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં.…
વધુ વાંચો >લૅમ્બ ચાર્લ્સ
લૅમ્બ, ચાર્લ્સ (જ. 10 ફેબ્રુઆરી 1775, લંડન; અ. 27 ડિસેમ્બર 1834, એડમન્ટન, મિડલસેક્સ) : અંગ્રેજ નિબંધકાર, વિવેચક, નાટ્યકાર અને કવિ. ‘એસેઝ ઑવ્ ઇલિયા’માં સંગૃહીત નિબંધોએ તેમને જગપ્રસિદ્ધ કર્યા. પિતા જૉન લૅમ્બનું રેખાચિત્ર ‘ધી ઓલ્ડ બેન્ચર્સ ઑવ્ ધી ઇનર ટેમ્પલ’ના વકીલ સૅમ્યુઅલ સૉલ્ટના કારકુન તરીકે કરેલું છે. ‘ક્રાઉન ઓફિસ રો’ તરીકે…
વધુ વાંચો >