વિ. પ્ર. ત્રિવેદી

લિમરિક

લિમરિક : ટૂંકું, રમૂજી, વૃત્તબદ્ધ, હળવી શૈલીનું પાશ્ચાત્ય કાવ્યસ્વરૂપ. તે ઘણુંખરું અર્થહીન કે વાહિયાત અને ક્યારેક બીભત્સ કે અશ્લીલ ભાવ પણ રજૂ કરતું હોય છે. અંગ્રેજી કાવ્યમાં પ્રચલિત આ કાવ્યનો મુખ્ય છંદ ઍનેપેસ્ટિક છે. તે પાંચ પંક્તિઓમાં પૂરું થાય છે. તે aabba રીતિમાં પ્રાસાનુપ્રાસમાં રચાય છે. તેની પ્રથમ, દ્વિતીય અને…

વધુ વાંચો >

લિયર, એડ્વર્ડ

લિયર, એડ્વર્ડ (જ. 12 મે 1812, હાઇગેટ, લંડન નજીક; અ. 29 જાન્યુઆરી 1888, સાન રેમો, ઇટાલી) : અંગ્રેજ કવિ અને ચિત્રકાર. પાંચ પાંચ પંક્તિઓવાળાં વિનોદી કાવ્યોના રચયિતા તરીકે સુપ્રસિદ્ધ આ કવિનાં કાવ્યો પ્રથમ નજરે અર્થહીન, વાહિયાત હોય તેમ લાગે છે. તેમની કવિતામાં અજબગજબનાં વિચિત્ર પ્રાણીઓની સૃષ્ટિ અર્થહીન શબ્દો દ્વારા રજૂઆત…

વધુ વાંચો >

લિલી, જૉન

લિલી, જૉન (જ. 1554 ?, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. નવેમ્બર 1606, લંડન) : અંગ્રેજી ભાષાના વિશિષ્ટ ગદ્યકાર અને નાટ્યકાર. કૅન્ટરબરીની કિંગ્ઝ સ્કૂલ અને ઑક્સફર્ડની મૅગડેલન કૉલેજમાં તેમણે શિક્ષણ લીધું હતું. તેમણે કેમ્બ્રિજમાં પણ અભ્યાસ કર્યો હતો. 1598થી 1601 દરમિયાન તેઓ પાર્લમેન્ટમાં ચૂંટાયા હતા. ‘યૂફ્યુઇઝ, ઑર ધી એનૅટોમી ઑવ્ વિટ’ (1578), ‘યૂફ્યુઇઝ…

વધુ વાંચો >

લીકૉક, સ્ટીફન (બટલર)

લીકૉક, સ્ટીફન (બટલર) (જ. 30 ડિસેમ્બર 1869, સ્વાન્મૉર, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 માર્ચ 1944, ટોરૉન્ટો) : કૅનેડિયન હાસ્યલેખક અને હળવી શૈલીનાં રેખાંકનો અને નિબંધોનાં 30થી વધુ પુસ્તકોના લેખક. છ વર્ષની ઉંમરે માતાપિતા સાથે કૅનેડામાં સ્થાયી થયા. અપર કૅનેડા કૉલેજમાં 1882થી 1887 સુધી શિક્ષણ લીધું. યુનિવર્સિટી ઑવ્ ટોરૉન્ટોમાંથી બી.એ.(1891)ની ઉપાધિ મેળવી.…

વધુ વાંચો >

લી હો (પિનિયન લી હી)

લી હો (પિનિયન લી હી) (જ. 791; અ. 817, ચૅંગ્કુ) : ચીનના તેજસ્વી કવિ. અંગ્રેજ કવિ જૉન કીટ્સની જેમ, માત્ર 26 વર્ષની યુવાન વયે તેમનું મૃત્યુ થયું ન હોત તો તેમની ગણના ચીનના સૌથી મહાન કવિઓમાં થઈ હોત. એક દંતકથા પ્રમાણે તેઓ ‘ક્વેઇત્સાઇ’ – આસુરી શક્તિ  ધરાવતા માણસ હતા. ઘોડેસવારીની…

વધુ વાંચો >

લુ ચી (પિન્યિન લુ જી)

લુ ચી (પિન્યિન લુ જી) (જ. 261, દક્ષિણ ચીન; અ. 303, ચીન) : ચીની સાહિત્યવિવેચક અને ‘વુ’ રાજ્યના પહેલા અગત્યના લેખક. વુ રાજ્યના સ્થાપક લુ હુનના પૌત્ર અને સેનાધિપતિ લુ કાગના ચોથા પુત્ર. ચિન વંશના સત્તાકાળ દરમિયાન લગભગ 10 વર્ષ સુધી લુ ચી ભૂગર્ભમાં રહ્યા. 290માં રાજધાનીના શહેર લો-યૉંગ આવ્યા…

વધુ વાંચો >

લુબા (બાલુબા)

લુબા (બાલુબા) : ઝાયરના અગ્નિ વિસ્તારના બાન્ટુ ભાષા બોલતા આફ્રિકન લોકોનો સમુદાય. કિવુથી શરૂ કરીને, શાબામાં થઈને જતાં, કાસાઈ-ઑરિયેન્ટલ સુધીના મોટા વિસ્તારમાં લુબા લોકો પ્રસર્યા છે. ‘લુબા’ એટલે જાતભાતની ટોળકીઓનાં અનેક કુટુંબોનાં વિધવિધ જૂથ; જોકે તેમની ભાષા-બોલીઓ એકમેકની ઘણી નજીક છે. સમાન સાંસ્કૃતિક વારસાને લીધે તેમનાં લક્ષણો સમાન હોય તેવાં…

વધુ વાંચો >

લુ શિંગ, પિન્યિન લુ ક્ષિંગ

લુ શિંગ, પિન્યિન લુ ક્ષિંગ : ચીનની દંતકથામાં આવતી ફુ-શાઉ-લુ નામની તારકત્રયી પૈકીના એક દેવ. આ એક એવા દેવ છે જે માણસોના વેતનમાં વધારો કે નોકરીના સ્થાનમાં બઢતી આપે છે. તે સમૃદ્ધિ(લુ)ના દેવ છે. ખરેખર તો લુ શિંગ મોટા વિદ્વાન હતા. તેમનું નામ શી ફેન હતું. ઈ. પૂ.ની બીજી સદીમાં…

વધુ વાંચો >

લુંડક્વિસ્ત આર્તુર

લુંડક્વિસ્ત આર્તુર (જ. 3 માર્ચ 1906, ઑદર્લુંગા, સ્વીડન; અ. 1991) :  સ્વીડિશ કવિ, નવલકથાકાર અને વિવેચક. વીસમી સદીના ત્રીજા દશકના ફેમ ઊંગા – પાંચ યુવાનોની ટોળીમાંના એક એવા આર્તુરે પ્રાણવાદી (vitalist) ચળવળની અગ્રિમ હરોળના નેતા તરીકે મહત્વનો ભાગ ભજવ્યો હતો. માણસની ભાવાવેશતા તથા સાહજિકતા જેવી જન્મજાત વૃત્તિઓને આદર્શ તરીકે સ્થાપીને…

વધુ વાંચો >

લૂઇસ, (હૅરી) સિંકલેર

લૂઇસ, (હૅરી) સિંકલેર (જ. 7 ફેબ્રુઆરી 1885, સૉક સેન્ટર, મિનેસોટા, યુ.એસ.; અ. 10 જાન્યુઆરી 1951, રોમ નજીક) : અમેરિકન સાહિત્યકાર. 1930નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ અમેરિકન નવલકથાકાર. શિક્ષણ યેલ યુનિવર્સિટીમાં. ત્યાંથી 1907માં સ્નાતકની ઉપાધિ મેળવી. અભ્યાસ દરમિયાન અપ્ટન સિંકલેરના ન્યૂ જર્સીવાળા સમાજવાદી પ્રયોગમાં ‘હેલિકૉન હોમ કૉલોની’માં તેઓ પ્રત્યક્ષ…

વધુ વાંચો >