વિ. પ્ર. ત્રિવેદી

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં)

ઉદાત્ત તત્વ (સાહિત્યમાં) : અજ્ઞાત લેખકના અપૂર્ણ ગ્રંથ ‘ઑન ધ સબ્લાઇમ’માં રજૂ થયેલો સાહિત્યમાં ઉદાત્તતાનો ખ્યાલ. તે પહેલી સદીમાં લખાયેલો પણ તેની હસ્તપ્રત ત્રીજી સદીમાં ઉપલબ્ધ થઈ. તેનું પ્રથમ અંગ્રેજી ભાષાંતર 1652માં જૉન હૉલે કર્યું હતું. ફ્રેન્ચ અનુવાદ 1674માં બુવાલોએ કર્યો હતો. ઉદાત્ત તત્વનો ખ્યાલ વિશાળતા, પ્રાકૃતિક ભવ્યતા અને ધાર્મિક…

વધુ વાંચો >

એગ્નૉન, શ્મુઅલ યોસેફ

એગ્નૉન, શ્મુઅલ યોસેફ (જ. 17 જુલાઈ 1888, બુક્ઝૅક્સ, પૂર્વ ગેલેશિયા, પોલૅન્ડ નજીક; અ. 17 ફેબ્રુઆરી 1970, જેરૂસલેમ) : યહૂદી નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. મૂળ નામ શ્મુઅલ યોસેફ. જર્મન કવયિત્રી નેલી ઝાખ્સ સાથે સમાન ભાગે 1966ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પોલિશ-યહૂદી માતાપિતાના પુત્ર. પિતા વેપારી અને વિદ્વાન. નવ વર્ષની…

વધુ વાંચો >

ઍઝ યુ લાઇક ઇટ

ઍઝ યુ લાઇક ઇટ : શેક્સપિયરની કૉમેડી પ્રકારની મશહૂર નાટ્ય- કૃતિ. 1599માં સરકારી દફતરે નોંધાયેલી, પરંતુ તે પહેલાં વર્ષો અગાઉ તેની રચના થયેલી જણાય છે. જોકે 1623ના પ્રથમ ફોલિયોમાં તે નાટક સૌપહેલાં છપાયું. વિલ્ટન મુકામે જેમ્સ પહેલાની સમક્ષ તે ભજવાયું હોય તે બાબતનો કોઈ સચોટ પુરાવો અત્રે પ્રાપ્ત થતો નથી.…

વધુ વાંચો >

ઍડિસન, જોસેફ

ઍડિસન, જોસેફ (જ. 1 મે 1672, મિલ્સ્ટન, વિલ્ટશાયર; અ. 17 જૂન 1719, લંડન) : અંગ્રેજ નિબંધકાર, કવિ, નાટ્યકાર અને ગ્રીક તથા લૅટિન સાહિત્યના મર્મજ્ઞ રાજનીતિજ્ઞ. ‘ટૅટલર’ અને ‘સ્પેક્ટૅટર’ સામયિકોના માર્ગદર્શક અને સહાયક-લેખક. અનૌપચારિક નિબંધ- (familiar essay)ના પ્રવર્તકોમાંના એક. પિતા રેવરંડ લૅન્સલૉટ એડિસન, આર્ચડેકન ઑવ્ કૉવેન્ટ્રી અને લિચફીલ્ડના ડીન. શિક્ષણ ઍમેસબરી,…

વધુ વાંચો >

એડૉનેઇસ (1821)

એડૉનેઇસ (1821) : કવિ જૉન કીટ્સના અકાળ મૃત્યુ નિમિત્તે અંગ્રેજ કવિ શેલીએ રચેલી સુદીર્ઘ કરુણપ્રશસ્તિ (elegy). તેની રચના ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા છંદ’માં, 55 કડીઓની 495 પંક્તિઓમાં પ્રસરે છે. ઇટાલીના પીઝા નગરમાં કીટ્સનો દેહવિલય 26 વર્ષની યુવાન વયે થતાં આ કાવ્ય રચાયેલું. આ કાવ્ય પર ગ્રીક કવિઓ બિયૉન અને મોશ્ચસની અસર છે.…

વધુ વાંચો >

ઍનૅગ્નૉરિસિસ

ઍનૅગ્નૉરિસિસ (recognition) : ગ્રીક કાવ્યશાસ્ત્રની સંજ્ઞા, જેનો અર્થ છે નિર્ભ્રાંત જ્ઞાન અથવા ઓળખ. સાહિત્યકૃતિમાં પાત્રને પોતાની સાચી ઓળખ થવાની પળ. એ એવી અનન્ય ઘડી છે, જ્યારે અજ્ઞાનનું અંધારું અર્દશ્ય થઈને જ્ઞાન અથવા સાચી ઓળખનો પ્રકાશ પ્રગટે છે. ‘પોએટિક્સ’ના ‘ટ્રૅજેડી’ ઉપરના છઠ્ઠા પ્રકરણમાં ઍરિસ્ટૉટલ ‘ઍનૅગ્નૉરિસિસ’ને નાટકના વસ્તુના અનિવાર્યપણે આવશ્યક એવા મહત્વના…

વધુ વાંચો >

ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા (1607)

ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા (1607) : રોમના સેનાધિપતિ ઍન્ટની અને ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના પ્રણયને આવરી લેતું શેક્સપિયર લિખિત પાંચ અંકમાં પ્રસરતું કરુણ નાટક. શેક્સપિયરે લખેલી ઐતિહાસિક પ્રકારની ટ્રૅજેડી. 1623 (પ્રથમ ફોલિયો) સુધી આ નાટક છપાયું ન હતું. એનું કથાવસ્તુ  બહુધા પ્લૂટાર્કના ‘ઍન્ટનીનું જીવનચરિત્ર’માં સમાવિષ્ટ છે. સર ટી. નૉર્થે કરેલા પ્લૂટાર્કના ભાષાંતરને…

વધુ વાંચો >

ઍન્ડરસન મૅક્સવેલ

ઍન્ડરસન મૅક્સવેલ (જ. 15 ડિસેમ્બર 1888, આટલાંટિક, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 28 ફેબ્રુઆરી 1959, સ્ટેન્ફર્ડ, કનેક્ટિક્ટ) : અગ્રગણ્ય અમેરિકન નાટ્યકાર. તેમનો ઉછેર ઉત્તર ડાકોટામાં. 1914માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવીને તેઓ કૅલિફૉર્નિયા અને ઉત્તર ડાકોટામાં શિક્ષક થયા. 1924 સુધી ન્યૂયૉર્કના પત્રકાર તરીકે કાર્ય કર્યું. તેમનું પ્રથમ કરુણ નાટક ‘વ્હાઇટ ડેઝર્ટ’ (1923)…

વધુ વાંચો >

એપિગ્રામ

એપિગ્રામ : ગદ્ય કે પદ્યમાં લખાયેલું સૂત્રાત્મક અર્થસભર વિધાન. મહદ્અંશે જે લેખકોએ અંગ્રેજીમાં એપિગ્રામ લખ્યાં છે તેમણે તેનો કાં તો પ્રશસ્તિ માટે અથવા કટાક્ષની રીતે ઉપયોગ કર્યો છે. પ્રાચીન ગ્રીસ તથા રોમમાં સમ્રાટો, તત્વચિંતકો અને સેનાધ્યક્ષોનાં પૂતળાં નીચે એપિગ્રામનું લખાણ મૂકવામાં આવતું. પ્રથમ ગ્રીક ઍન્થોલૉજી – આશરે 925માં પ્રસિદ્ધ થઈ…

વધુ વાંચો >

એપિફની

એપિફની : ખ્રિસ્તી ધર્મ અને સાહિત્યના સંદર્ભમાં અલક્ષિત વાસ્તવનું સર્જનાત્મક ક્ષણે થતું ત્વરિત આંતરદર્શન. ગ્રીક ભાષાના આ શબ્દનો અર્થ પ્રાગટ્ય કે દર્શન થાય છે. ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’માં તેનો સંદર્ભ ઈસુ ખ્રિસ્તના પ્રાગટ્ય સાથે જોડાયેલો છે. મજાઈ યાત્રીઓને ઈસુ ખ્રિસ્તે છઠ્ઠી જાન્યુઆરીએ બારમી રાત્રીએ દર્શન દીધાં હતાં. ઈસુદર્શનનો આ પર્વદિન છે. જેમાં…

વધુ વાંચો >