વિ. પ્ર. ત્રિવેદી

લા ગુમા, ઍલેક્સ

લા ગુમા, ઍલેક્સ (જ. 20 ફેબ્રુઆરી 1925, કેપટાઉન, દક્ષિણ આફ્રિકા; અ. 1985) : આફ્રિકન અશ્વેત નવલકથાકાર અને પત્રકાર. મૂળ નામ જસ્ટિન ઍલેક્ઝાન્ડર લા ગુમા. શિક્ષણ કેપ ટૅકનિકલ કૉલેજમાં અને પત્રવ્યવહાર દ્વારા લંડન સ્કૂલ ઑવ્ જર્નાલિઝમમાં. ઝીણામાં ઝીણું અવલોકન, સ્વાભાવિક હાસ્ય, દયા કે ખિન્નતા ઉપજાવનાર અને ભય કે કમકમાટી પેદા કરતી…

વધુ વાંચો >

લા ફૉન્તેઇન, ઝાં દ

લા ફૉન્તેઇન, ઝાં દ (જ. 8 જુલાઈ 1621, શૅમ્પેન, ફ્રાન્સ; અ. 13 એપ્રિલ 1695) : ફ્રેન્ચ કવિ. પ્રાણીકથાઓના મુખ્ય કવિઓમાંના એક. ઈસપ અને ફિડ્રસની પરંપરામાં નોંધપાત્ર સર્જક-કવિ. ઉપલક દૃષ્ટિએ સીધાંસાદાં લખાણોમાં તેમનો કટાક્ષ અત્યંત વેધક અને અભૂતપૂર્વ હોય છે; એટલું જ નહિ, પરંતુ તેમનાં લખાણોમાં અદભુત માનસશાસ્ત્રીય અવલોકન વરતાય છે.…

વધુ વાંચો >

લાફૉર્ગ, ઝૂલ (Laforgue, Jules)

લાફૉર્ગ, ઝૂલ (Laforgue, Jules) (જ. 16 ઑગસ્ટ 1860, મૉન્ટે વિડિયો, ઉરુગ્વે; અ. 20 ઑગસ્ટ 1887) : ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ તથા નવલિકાકાર. ફ્રાન્સના તાર્બમાં પરિવાર સાથે રહેવા ગયેલા. ત્યાં તેમણે શિક્ષણ લીધેલું. 1876માં તેઓ પૅરિસ ગયેલા અને ત્યાં તત્વજ્ઞાન અને લલિત કલાઓનો અભ્યાસ કર્યો. ‘ગાઝેલ દ ભોઝાર્ત’માં તેમણે કાર્ય કરેલું. જર્મનીમાં…

વધુ વાંચો >

લામાર્તિન, આલ્ફૉન્સ દ

લામાર્તિન, આલ્ફૉન્સ દ (જ. 21 ઑક્ટોબર 1790, માકો, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1869, પૅરિસ) : ફ્રેન્ચ કવિ અને રાજપુરુષ. ફ્રેન્ચ સાહિત્યમાં રોમૅન્ટિક ચળવળના મુખ્ય પ્રચારકોમાંના એક. ફ્રાન્સની રાજ્યક્રાંતિ વખતે, ભયાનક ત્રાસ તરીકે ઓળખાયેલા કપરા જુલમી સમયમાં તેમના ઉમરાવ પિતા ગિલોટિનના માંચડે ચડતાં માંડ માંડ બચી ગયેલા. આલ્ફૉન્સનું શિક્ષણ બેલી મુકામે…

વધુ વાંચો >

લા રૉશફૂકો ફ્રાંસ્વા છઠ્ઠો, દિક દ

લા રૉશફૂકો ફ્રાંસ્વા છઠ્ઠો, દિક દ (જ. 15 સપ્ટેમ્બર 1613; અ. 16 માર્ચ 1680, પૅરિસ) : ફ્રેન્ચ લેખક. ‘મૅક્સિમ’ પ્રકારના ચતુરોક્તિ-સાહિત્યના મુખ્ય લેખકો પૈકીના એક. તેમના પિતા ફ્રાંસ્વા કાતે દ લા રૉશફૂકો અને માતા ગેબ્રિયલ દિક પ્લેસિલિયા કોર્ત હતાં. માત્ર 15 વર્ષની વયે તેમનું લગ્ન આન્દ્રે દ વિવૉન સાથે થયેલું.…

વધુ વાંચો >

લાર્કિન, ફિલિપ (આર્થર)

લાર્કિન, ફિલિપ (આર્થર) (જ. 9 ઑગસ્ટ 1922, કૉવેન્ટ્રી, વૉર્વિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1985, શ્રૉપશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર અને નિબંધકાર. થોકબંધ પારિતોષિકો અને બહુમાન મેળવેલ, બ્રિટિશ સામ્રાજ્યના સી. બી. ઈ. (કમાન્ડર ઑવ્ બ્રિટિશ એમ્પાયર, 1975). શિક્ષણ કિંગ હેન્રી એઇટ્થ ગ્રામર સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. 1943માં બી.એ. અને 1947માં એમ.એ.ની…

વધુ વાંચો >

લાલા રુખ

લાલા રુખ (1817) : પૂર્વીય દેશોની કેટલીક કાવ્યકથાઓનું ટી. મૂરે અંગ્રેજીમાં કરેલું પદ્ય અને ગદ્ય રૂપાંતર. આમાંની મુખ્ય કથાની નાયિકા દિલ્હીથી કાશ્મીર સુધીના મુલ્કના બાદશાહની પુત્રી શાહજાદી લાલા રુખ છે. તેનું લગ્ન બુખારિયાના બાદશાહ સાથે નક્કી કરવામાં આવેલું. બુખારિયા તરફ મુસાફરી દરમિયાન, તેના કાફલાની સૌ સખીઓને એક યુવાન કાશ્મીરી કવિ…

વધુ વાંચો >

લિડગેટ, જૉન

લિડગેટ, જૉન (જ. 1370 ?, લિડગેટ, અડ્રોક, ઇંગ્લૅન્ડ; અ. 1450, બેરી સેંટ એડ્મન્ડ્ઝ) : અંગ્રેજ કવિ. લાંબાં નીતિબોધ અને ધાર્મિક કાવ્યોના રચયિતા. તેઓ કદાચ જેફ્રી ચૉસરના ગાઢ પરિચયમાં હોય તેમ લાગે છે, કારણ કે તેમના સમયના બંને અત્યંત લોકપ્રિય કવિઓ હતા. 1385માં બેરી સેંટ એડ્મન્ડ્ઝના બેનીડિક્ટાઇન ઍબીમાં દીક્ષિત થયા. 1397માં…

વધુ વાંચો >

લિથુઆનિયન ભાષા અને સાહિત્ય

લિથુઆનિયન ભાષા અને સાહિત્ય : લિતુવિયુકાલ્બા તરીકે પણ ઓળખાતી અને લૅટવિયન ભાષાની વધુ નજીકની પૂર્વ બાલ્ટિક ભાષાઓમાંની એક ભાષા અને તેનું સાહિત્ય. તે લિથુઆનિયા(1991માં સંયુક્ત સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિકમાંથી છૂટું પડીને સ્વતંત્ર રાષ્ટ્ર ‘ધ રિપબ્લિક ઑવ્ લિથુઆનિયા’ તરીકે ઓળખાય છે)ની 1918થી રાજ્યભાષા બની છે. ઇન્ડો-યુરોપીય ભાષાકુળની તે જૂની ભાષા છે અને…

વધુ વાંચો >

લિબર્ટી બેલ

લિબર્ટી બેલ : અમેરિકન સ્વાતંત્ર્યના પરંપરાગત પ્રતીક સમો મોટો ઘંટ. પેન્સિલવેનિયા પ્રાંતની વિધાનસભાના આદેશથી 1751માં તેને નવા સ્ટેટ હાઉસ(નવું નામાભિધાન ઇન્ડિપેન્ડન્સ હૉલ, ફિલાડેલ્ફિયા)માં મૂકવામાં આવેલો. લંડનમાં તેને વ્હાઇટ ચૅપલ બેલ ફાઉન્ડ્રી દ્વારા ઢાળવામાં આવેલો. તેની કિંમત તે વખતે 100 પાઉન્ડની રાખવામાં આવી હતી. 1751માં તેને અમેરિકા લાવવામાં આવેલો. અવાજની ચકાસણી…

વધુ વાંચો >