વિ. પ્ર. ત્રિવેદી
ફોસ્ટર, સર નૉર્મન (રૉબર્ટ)
ફોસ્ટર, સર નૉર્મન (રૉબર્ટ) (જ. 1935, માન્ચેસ્ટર, નૉર્થવેસ્ટ, ઇંગ્લૅન્ડ, યુ.કે.) : બ્રિટિશ સ્થપતિ. ફોસ્ટર નૉર્મન ઍન્ડ ઍસોસિયેટ્સ(1967)ના સ્થાપક અને ભાગીદાર, ‘હાઇટેક સ્કૂલ’ની પરંપરાના. શિક્ષણ બ્રિટનની માન્ચેસ્ટર અને અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં. સ્થાપત્યની ટૅકનૉલૉજી વિકસાવનાર મોખરાના સ્થપતિઓમાં તેમનું નામ નોંધપાત્ર છે. દુનિયામાં ઠેર ઠેર પથરાયેલાં કેટલાંક વિશિષ્ટ સ્થાપત્યોની રચનામાં તેમનું પ્રદાન નોંધપાત્ર…
વધુ વાંચો >ફ્રેન્ચ ભાષા
ફ્રેન્ચ ભાષા : મૂળ ઇન્ડો-યુરોપિયન અને ત્યારપછી લૅટિનના પ્રોટોરોમાન્સ ભાષાજૂથની ગૅલોરૉમાન્ય શાખામાંની ફ્રેન્ચ બોલીઓમાંથી નિષ્પન્ન થયેલ ફ્રાન્સના લોકોની ભાષા. રોમાન્સ ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય મોભો પ્રાપ્ત કરવામાં તેનું સ્થાન મોખરે છે. રાષ્ટ્રસંઘની તે માન્ય ભાષા છે. 21 દેશોમાં ફ્રેન્ચનું સ્થાન રાજકીય ભાષા તરીકે સ્વીકારાયું છે; જ્યારે 6 દેશોમાં તેનું સ્થાન રાજ્યની વધારાની…
વધુ વાંચો >ફ્લેમિશ ભાષા અને સાહિત્ય
ફ્લેમિશ ભાષા અને સાહિત્ય : જૂના ફ્લેન્ડર્સ(હાલના બેલ્જિયમના ઉત્તર ભાગ અને નેધરલૅન્ડ્ઝ તથા ફ્રાન્સના કેટલાક ભાગની ભાષા. તે કેટલીક બોલીઓમાંથી નેધરલૅન્ડઝ્ અને ફ્લેન્ડર્સમાં બારમી સદીના મધ્યભાગમાં ઉદભવી હતી. હાલના બેલ્જિયમના 55 % જેટલા લોકોની આ એક રાજભાષા છે, જે લેખનમાં પ્રયોજાય છે. ફ્રાન્સમાં તેનો મર્યાદિત ઉપયોગ થાય છે. નેધરલૅન્ડઝ્ની ડચ…
વધુ વાંચો >બરુવા, ચંદ્રધર
બરુવા, ચંદ્રધર (જ. 1878; અ. 1961) : અસમિયા નાટ્યકાર અને કવિ. રંગદર્શી સાહિત્યના પ્રણેતા. ‘રંજન’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમાં પ્રણય અને પ્રકૃતિ ઉપરાંત હળવી શૈલીમાં લખાયેલાં હાસ્યપ્રધાન કાવ્યો પણ છે. ‘સ્મૃતિ’માં પ્રાકૃતિક પશ્ચાદભૂમાં પ્રણયભાવો રજૂ થયા છે. વિખૂટી પડી ગયેલી પ્રેયસીનો અમૃત-સ્પર્શ હવે કવિને પ્રકૃતિમાં ઠેર ઠેર ર્દષ્ટિગોચર થાય છે.…
વધુ વાંચો >બર્મી ભાષા અને સાહિત્ય
બર્મી ભાષા અને સાહિત્ય : મ્યાનમાર(પ્રાચીન બર્મા કે બ્રહ્મદેશ)ની અધિકૃત ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. અહીં બોલાતી બર્મી, કારેન, શાન, મોન અને બીજી આદિવાસી ભાષાઓમાં તે મુખ્ય સ્થાન ધરાવે છે. તે મુખ્યત્વે ઇરાવદી નદીના ખીણપ્રદેશમાં બોલાય છે. સિનો-તિબેટન ભાષાકુલના તિબેટન-બર્મી જૂથની આ મુખ્ય શાખા છે. આ ભાષામાં પ્રગટ થતાં સામાન્ય…
વધુ વાંચો >બલૂચી ભાષા અને સાહિત્ય
બલૂચી ભાષા અને સાહિત્ય : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની ભાષા. ઇન્ડોયુરોપિયન કુળની ઇન્ડોઇરાનિયન શાખાની તથા ‘બલોચી’ કે ‘બેલૂચી’ તરીકે ઓળખાતી આ ભાષા 32 લાખથી વધુ ભાષકો બોલે છે. પડોશના દેશો ઈરાન, અફઘાનિસ્તાન બેહરીન અને ભારતના પંજાબ ઉપરાંત દક્ષિણ તુર્કમેનિસ્તાનમાં આવેલ મર્વમાં પણ તે બોલાય છે. અફઘાનિસ્તાનના નૈર્ઋત્ય વિભાગમાં બલૂચી બોલનાર લોકો…
વધુ વાંચો >બલ્ગેરિયન ભાષા અને સાહિત્ય
બલ્ગેરિયન ભાષા અને સાહિત્ય : બલ્ગેરિયન ભાષા : ઇન્ડો-યુરોપિયન કુળની, સ્લાવિક જૂથની દક્ષિણ શાખાની બલ્ગેરિયાની રાષ્ટ્રભાષા. સ્લાવિક અથવા સ્લાવૉનિક ઇન્ડો-યુરોપિયન ભાષાકુળમાં અલાયદું જૂથ છે. આ ભાષાઓનું મૂળ ઑડર અને ડેપર નદીઓની વચ્ચેના પ્રદેશમાં છે. ત્યાંથી તે બાલ્કન પ્રદેશોમાં ફેલાઈ; દા.ત., દક્ષિણ યુરોપમાં બલ્ગેરિયન અને સર્બો-ક્રૉશિયન, મધ્યપૂર્વમાં ચેક અને સ્લૉવૅક, પૂર્વ-યુરોપમાં…
વધુ વાંચો >બાંટુ ભાષાઓ
બાંટુ ભાષાઓ : આફ્રિકાના નાઇજર-કૉંગો ભાષાકુલની બેનુકાગો શાખાનો મુખ્ય ભાષાસમૂહ. આફ્રિકાના ઉત્તરથી દક્ષિણના મોટા વિસ્તારમાં પ્રસરેલા 6 કરોડથી વધુ લોકો દ્વારા પ્રયોજાતી 790 જેટલી ભાષાઓ, બોલીઓ. આમાંની કેટલીક રોમન લિપિમાં લખાય છે. આ બધા લોકો પૂર્વ, મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે વૈવિધ્ય ધરાવે છે. ‘બાંટુ’નો અર્થ…
વધુ વાંચો >બુરુશાસ્કી ભાષા
બુરુશાસ્કી ભાષા : ઉત્તર કાશ્મીરના હુંઝા અને નાઝિરમાં વસતા અલ્પસંખ્યક બુરુશો લોકોની ભાષા. યાસીન નદીની ખીણમાં ગિલગિટ વિસ્તારમાં આ ભાષાની નિકટની બોલીને વર્ચિકવાર કે વર્શિકવાર કહેવાય છે. ડી. એલ. આર. લૉરિમેર જેવા ભાષાશાસ્ત્રીઓએ આ બોલીનો અભ્યાસ આદર્યો છે. આ બોલીને કોઈ ઇતિહાસ નથી. તેનું કોઈ સાહિત્ય નથી. એક રીતે જોતાં…
વધુ વાંચો >બેઇઓવુલ્ફ
બેઇઓવુલ્ફ : ઍંગ્લોસૅક્સન ભાષાની પશ્ચિમ બોલીમાં લખાયેલી, 3,182 પંક્તિમાં પ્રસરતી સૌથી જૂની અંગ્રેજી કાવ્યકૃતિ. તેની એકમાત્ર ઉપલબ્ધ હસ્તપ્રત બ્રિટિશ મ્યૂઝિયમમાં છે. આઠમી સદીના કોઈ ઍંગ્લિયન કવિએ તે કાવ્ય લખ્યું હોવાની માન્યતા છે. મૌખિક પરંપરામાં જળવાયેલું આ કાવ્ય નૉર્ધમ્બરલૅંડમાં આઠમી સદીમાં આજના સ્વરૂપને પામ્યું હોય તેમ લાગે છે. કાવ્યની પાર્શ્વભૂમિ દક્ષિણ…
વધુ વાંચો >