વાતાવરણશાસ્ત્ર
પિશારોટી પી. આર.
પિશારોટી, પી. આર. (જ. 10 ફેબ્રુઆરી 1909, કોલેનગોડે, જિ. પાલઘાટ, કેરળ; અ. 24 સપ્ટેમ્બર 2002, પુણે) : હવામાનશાસ્ત્રના પ્રખર ભૌતિકશાસ્ત્રી. મૅટ્રિક સુધીનો અભ્યાસ કોલેનગોડેની શાળામાં જ 1925માં પૂરો કર્યો અને પછી 1931માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ, ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવી. 1932થી 1941 સુધી એક કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે…
વધુ વાંચો >પીઠિકા ખડક
પીઠિકા ખડક : જુઓ પવન
વધુ વાંચો >પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર કૉલકાતા
પોઝિશનલ ઍસ્ટ્રૉનૉમી સેન્ટર, કૉલકાતા : રાષ્ટ્રને વૈજ્ઞાનિક અને નાગરિક હેતુઓ માટે તથા પંચાંગ તૈયાર કરવા જરૂરી આધારભૂત ખગોલીય સામગ્રી પૂરી પાડતી સરકારી કચેરી. ‘ઇન્ડિયા મીટિયરલૉજિકલ ડિપાર્ટમેન્ટ’ અર્થાત ભારતના ઋતુવિજ્ઞાન વિભાગ હેઠળ કામગીરી બજાવતું આ સેન્ટર કૉલકાતામાં આવેલું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછીના સમયમાં ભારતમાં ખગોળ અને ખગોળ-ભૌતિકીમાં થયેલી પ્રગતિ અને હવે…
વધુ વાંચો >પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology)
પ્રાચીન આબોહવાશાસ્ત્ર (Palaeoclimatology) : ભૂસ્તરીય અતીતમાં જુદા જુદા કાળગાળાઓ દરમિયાન પૃથ્વીના પટ પર પ્રવર્તેલી આબોહવાનો અભ્યાસ. જે રીતે આજે પ્રવર્તતા હવામાન અને આબોહવાનો ખ્યાલ આપણે તાપમાપકો, ભેજમાપકો, વર્ષામાપકો અને વાયુભારમાપકો જેવાં સાધનો દ્વારા તેમજ ઉપગ્રહ આધારિત વાદળોની તસવીરો, નકશાઓ, આંકડાઓ અને કમ્પ્યૂટર દ્વારા મેળવી શકીએ છીએ તે રીતે ભૂસ્તરીય અતીતની…
વધુ વાંચો >પ્રોટૉનમંડળ (protonosphere)
પ્રોટૉનમંડળ (protonosphere) : પૃથ્વીના ઉચ્ચતર વાતાવરણનો વિસ્તાર જેના મુખ્ય ઘટકોમાં હાઇડ્રોજનના (તટસ્થ) પરમાણુ અને પ્રોટૉન (હાઇડ્રોજનના આયન) હોય છે; અને જેને આયનમંડળનો સૌથી બહારનો વિસ્તાર પણ ગણી શકાય. 100 કિમી. ઊંચાઈ સુધીના વાતાવરણના સૌથી નીચેના સમમંડળ(homosphere)માં વિક્ષોભને લીધે વાતાવરણના ઘટકોનું સતત મિશ્રણ થતું હોય છે, જ્યારે 100 કિમી.થી ઉપર વિષમમંડળ(heterosphere)માં…
વધુ વાંચો >પ્લૂવિયલ પ્રદેશો (વૃષ્ટીય પ્રદેશો) (Pluvial regimes)
પ્લૂવિયલ પ્રદેશો (વૃષ્ટીય પ્રદેશો) (Pluvial regimes) : પૃથ્વી પરના કેટલાક વિશિષ્ટ વિસ્તાર કે સ્થળમાં નિયમિત થતી વર્ષા–હિમવર્ષાની મોસમી તથા વાર્ષિક ગતિવિધિ. પૃથ્વી પરના વિવિધ પ્રાદેશિક વિભાગોના ભૌગોલિક સંદર્ભમાં સરેરાશ રીતે વિચારતાં, અયનવૃત્તો પર તેમજ બંને ગોળાર્ધોના 40° ઉ. દ. અક્ષાંશથી ધ્રુવો તરફના પ્રદેશોમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વાર્ષિક વર્ષાપ્રમાણ…
વધુ વાંચો >ફેરલ કોષ
ફેરલ કોષ (Ferrel cell) : વાતાવરણમાં સરેરાશ પવન-પરિવહન દર્શાવતો કોષ. વાતાવરણ-વિજ્ઞાનના અભ્યાસના પ્રારંભિક દિવસોમાં પૃથ્વી ઉપરના વાતાવરણની સરેરાશ (કોઈ એક રેખાંશ માટે તમામ અક્ષાંશ ઉપર લીધેલ સરેરાશ) પરિવહન-વર્તણૂક સમજાવવા માટે ત્રિકોષીય સિદ્ધાંતનું સૂચન કરવામાં આવેલ. ફેરલ કોષ 30થી 60 અંશ અક્ષાંશ વચ્ચેના પરિવહનને અનુરૂપ હોય છે. આ સિદ્ધાંત ફેરલે 1856માં…
વધુ વાંચો >ફોહન પવન (foehn wind)
ફોહન પવન (foehn wind) : પર્વતની નીચેની બાજુએ વાતો ગરમ અને શુષ્ક પવન. પર્વતીય વિસ્તારમાં આવેલા ઊંચાણ-નીચાણવાળા ભાગો – સ્થળર્દશ્ય (climate) દ્વારા પવનની ક્ષૈતિજ ગતિ વિક્ષિપ્ત થાય છે અને હવાને ઊંચે ચઢવા કે નીચે ઊતરવાની ફરજ પડે છે. આ ક્રિયા દરમિયાન તેના દબાણમાં ફેરફાર થાય છે, જેને કારણે તાપમાનમાં ફેરફાર…
વધુ વાંચો >બાયઝ બૅલૉટનો નિયમ
બાયઝ બૅલૉટનો નિયમ (Buys Ballat’s Law) : ભૂમિ અને સમુદ્ર પર હવાના દબાણની જુદી જુદી પરિસ્થિતિ દરમિયાન પવનની દિશા નક્કી કરવા માટેનો નિયમ. ઘણાંબધાં અવલોકનોના પૃથક્કરણ પછી ઈ. સ. 1837માં ડચ હવામાનશાસ્ત્રી બાયઝ બૅલૉટે અનુભવબળે (empirically) આ નિયમ નક્કી કર્યો હતો. આ નિયમ આ પ્રમાણે છે : ‘ઉત્તર ગોળાર્ધમાં પવનની…
વધુ વાંચો >બીર્કનેસ, વિલ્હેલ્મ ફ્રિમાન કૉરેન
બીર્કનેસ, વિલ્હેલ્મ ફ્રિમાન કૉરેન (જ, 14 માર્ચ 1862, ક્રિસ્ટિયાના, નૉર્વે; અ. 9 એપ્રિલ 1951, ઑસ્લો) : નૉર્વેજિયન ભૌતિક અને મોસમ-વિજ્ઞાની (meteorologist). હવામાનની આગાહી માટે જરૂરી આધુનિક વિજ્ઞાનના સ્થાપકોમાંના એક. તેમના પિતા ક્રિસ્ટિયાના ખાતે ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા. તે સમયે તેઓ તેમના પિતાને દ્રવગતિકી(hydrodynamics)ના ક્ષેત્રે સંશોધનમાં મદદ કરતા હતા. 1890માં તેઓ જર્મની…
વધુ વાંચો >