વનસ્પતિશાસ્ત્ર
બિજોરું
બિજોરું : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus medica Linn. (સં. बीजापुर, मातुलुंग, फलपूट; હિં. बीजोरा; મ. મહાળુંગ; બં. ટાવાલેબુ; અં. citron) છે. તે 2.0 મી.થી 3.0 મી. ઊંચું ક્ષુપ અથવા નાનું વૃક્ષ છે અને ભારતનું સ્થાનિક (indigenous) હોવાનું મનાય છે. લીંબુના વર્ગની આ વનસ્પતિના…
વધુ વાંચો >બિયો
બિયો : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પેપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pterocarpus marsupium Roxb. (સં. बीजक, बंधूक पुष्प; હિં, असन, बीजसाल; બં. પિતશાલ; મ. અસન, બીબલા; ગુ. બિયો હિરાદખણ, બીવલો; અં. Indian Kino Tree) છે. તે મધ્યમ કદથી માંડી વિશાળ કદનું લગભગ 30.0 મી. જેટલું ઊંચું અને…
વધુ વાંચો >બિલાડીનો ટોપ
બિલાડીનો ટોપ (mushroom) : બેસિડિયોમાયસેટિસ વર્ગમાં આવેલા કુળ ઍગેરિકેલ્સની ફૂગ અથવા આવી ફૂગનું પ્રકણીફળ (basidiocarp). બિલાડીના ટોપની મોટાભાગની જાતિઓ લાકડા પર અને ઘાસનાં મેદાનોમાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની લગભગ 3,300 જેટલી જાતિઓ થાય છે. તે ક્લૉરોફિલરહિત હોય છે અને તેમની આસપાસ રહેલી જીવંત કે કોહવાતી વનસ્પતિઓમાંથી પોષક દ્રવ્યોનું શોષણ…
વધુ વાંચો >બિંદુસ્રાવ
બિંદુસ્રાવ (guttation) : ઉષ્ણ અને ભેજવાળી આબોહવામાં ઊગતી કેટલીક વનસ્પતિઓની પર્ણકિનારીઓ દ્વારા પ્રવાહીમય સ્વરૂપ પાણીનું થતું નિ:સ્રવણ (exudation). બર્ગરસ્ટેઈને સૌપ્રથમ આ શબ્દને પ્રચલિત કર્યો. આ પ્રક્રિયા મોટેભાગે શાકીય વનસ્પતિઓની લગભગ 333 જેટલી પ્રજાતિઓ પૂરતી મર્યાદિત છે; જેમાં બટાટા, ટમેટાં, અળવી, જવ, ઓટ, પ્રિમ્યુલા ટ્રોપિયોલમ અને ઘાસની વિવિધ જાતિઓનો સમાવેશ થાય…
વધુ વાંચો >બીજ (વનસ્પતિ)
બીજ (વનસ્પતિ) : સપુષ્પ વનસ્પતિમાં જોવા મળતું ફલિત અંડક. તે આવરણ ધરાવતી પરિપક્વ મહાબીજાણુધાની (mega-sporangium) છે. પ્રત્યેક બીજ સૌથી બહારની બાજુએ બીજાવરણ (seed coat) ધરાવે છે. બહારના જાડા અપારદર્શી બીજાવરણને બાહ્યબીજાવરણ (testa) અને અંદરના પાતળા પારદર્શી બીજાવરણને અંત:બીજાવરણ (tegmen) કહે છે. કેટલીક વાર બાહ્ય અને અંત:બીજાવરણ એકબીજા સાથે જોડાઈ જઈ…
વધુ વાંચો >બીજાણુજનન
બીજાણુજનન (sporogenesis) : દ્વિઅંગીઓ(bryophytes)થી માંડી આવૃતબીજધારી (angiosperm) વનસ્પતિઓમાં જોવા મળતી બીજાણુનિર્માણની પ્રક્રિયા. બીજાણુ એકગુણિત (haploid) અલિંગી પ્રજનનકોષ છે અને તેના અંકુરણથી વનસ્પતિની જન્યુજનક (gametophytic) અવસ્થા ઉત્પન્ન થાય છે. વનસ્પતિની બીજાણુજનક (sporophytic) અવસ્થા દ્વારા બીજાણુજનનની પ્રક્રિયા થાય છે. બીજાણુનિર્માણ કરતા અંગને બીજાણુધાની (sporangium) કહે છે. જોકે દ્વિઅંગી વનસ્પતિઓમાં પ્રાવર (capsule) નામના…
વધુ વાંચો >બીજાંકુરણ
બીજાંકુરણ : બીજને જમીનમાં વાવવાથી માંડીને તેમાંથી તરુણ રોપના સર્જન સુધીની સમગ્ર પ્રક્રિયા. વનસ્પતિની વિવિધ જાતિઓમાં બીજાંકુરણ દરમિયાન થતી ઘટનાઓનો ક્રમ ભિન્ન ભિન્ન હોવા છતાં મૂળભૂત પ્રક્રિયાઓ સમાન હોય છે : પાણીનું અંત:ચૂષણ (imbibition), કોષવિસ્તરણ, બીજપત્રો (cotyleclons) કે ભ્રૂણપોષમાં સંચિત ખોરાકનું જલાપઘટન (hydrolysis), ભ્રૂણ તરફ દ્રાવ્ય ચયાપચયિકો(metabolites)નું વહન, ભ્રૂણમાં કોષીય…
વધુ વાંચો >બીટ
બીટ : દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડિયેસી કુળની એક દ્વિવર્ષાયુ (biennial) વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Beta vulgaris Linn. છે. તે અરોમિલ માંસલ શાકીય જાતિ છે અને તેનાં મૂળ શર્કરાઓ ધરાવે છે. તે યુરોપ, અમેરિકા, ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશ અને વિશ્વના અન્ય વિવિધ ભાગોમાં વાવવામાં આવે છે. કૃષ્ટ (cultivated) બીટમાં ‘શુગર બીટ’, ‘ઉદ્યાન-બીટ’,…
વધુ વાંચો >બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ
બીરબલ સહાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પેલિયોબોટની, લખનૌ : ભારતમાં લખનૌ ખાતેની વનસ્પતિ-જીવાશ્મવિજ્ઞાનની એક નામાંકિત સંસ્થા. ઉપર્યુક્ત એક જ વિષયને વરેલી દુનિયાની તે પ્રથમ સંસ્થા છે. તેના આદ્ય સંસ્થાપક લખનૌ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાનશાખાના અધ્યક્ષ અને અશ્મીભૂત વનસ્પતિઓના વિશ્વવિખ્યાત અન્વેષક પ્રા. બીરબલ સહાની હતા. તેની શિલારોપણવિધિ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના વરદ હસ્તે…
વધુ વાંચો >બીલી
બીલી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aegle marmelos (Linn.) correa ex Roxb. (સં. बिल्व, महाकपित्थ; હિં. બં. મ. बेल; ગુ. બીલી, અં. Bael tree) છે. તે મધ્યમ કદનું 6.0 મી. થી 7.5 મી. ઊંચું અને 90.0 સેમી.થી 120.0 સેમી.નો ઘેરાવો ધરાવતું નાજુક વૃક્ષ છે.…
વધુ વાંચો >