વનસ્પતિશાસ્ત્ર

તૃણાહારી

તૃણાહારી (Herbivore) : પોષણ માટે વનસ્પતિ પેશીઓ પર પૂર્ણપણે આધાર રાખનાર પ્રાણી. તૃણાહાર માટેનાં  અનુકૂલનોમાં વાગોળનારાં (ruminant) પ્રાણીઓમાં ચતુષ્ખંડ જઠર; કૃન્તકો(rodent)માં સતત વૃદ્ધિ પામતા છેદક દાંત; ઢોર, ઘેટાં-બકરાં, અન્ય પશુઓ અને હાથીમાં ચૂર્ણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલી દાઢ; પાણીની ગોકળગાય અને ચૂષક મુખવાળા બિડાલ–મત્સ્ય (sucker mouthed catfish-Plecostomus)માં રેતન જીભ(rasping–tongue)નો સમાવેશ…

વધુ વાંચો >

તેજબળ

તેજબળ : દ્વિદળી વર્ગમાં આવેલા રૂટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zanthoxylum armatum DC. syn. Z. alatum. Roxb. (સં. તેજોવતી, તેજસ્વિની; હિં. મ; ગુ. તેજબળ) છે. ભારતમાં હિમાલયમાં જમ્મુથી માંડી ભુતાન સુધી ગરમ ખીણોમાં 1000-2100 મી.ની ઊંચાઈ સુધી, ખાસીની ટેકરીઓમાં 600-1800 મી.ની ઊંચાઈ સુધી અને ઓરિસા તથા આંધ્ર પ્રદેશમાં…

વધુ વાંચો >

તેજાના પાકો

તેજાના પાકો ખોરાકને સ્વાદિષ્ટ ને સુગંધીદાર બનાવતા મસાલાના પાકો. આ પાકોની બનાવટો, ખાદ્ય પદાર્થોમાં ઉમેરવાથી ખોરાકને સુગંધિત અને લહેજતદાર બનાવી શકાય છે. તેજાના અને મસાલામાં બાષ્પશીલ (volatile) તેલ હોય છે; જે ખોરાકમાં સોડમ અને સ્વાદ ઉમેરે છે. ત્રેસઠ જેટલા તેજાના–મસાલા પાકો ભારતમાં ઉગાડવામાં આવે છે. તેજાના પાકોનું વર્ગીકરણ વિવિધ રીતે…

વધુ વાંચો >

ત્રાયમાણ

ત્રાયમાણ : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gentiana kurroo Royle (સં., ગુ., મ. ત્રાયમાણ; બ. બલાહુસુર; ફા. અસ્ફાક; યૂ. ગ્રાફિક્સ; અં. ઇન્ડિયન જેન્શિયન રૂટ) છે. તે એક નાની બહુવર્ષાયુ વનસ્પતિ છે અને મજબૂત ગાંઠામૂળી ધરાવે છે. તેની શાખાઓ ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓના અગ્ર ભાગો…

વધુ વાંચો >

ત્રિઅંગી વનસ્પતિઓ

ત્રિઅંગી વનસ્પતિઓ (pteridophytes) : મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવતી, વાહકપેશીધારી, અપુષ્પી અને બીજરહિત વનસ્પતિઓનો સમૂહ. તે બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. આ વનસ્પતિસમૂહે ભૂમિ પર સફળતાપૂર્વક વસવાટ કર્યો છે. ગ્રીક શબ્દ ‘pteron’ (પીછું) અને ‘phyton’ (વનસ્પતિ) પરથી આ વનસ્પતિસમૂહને માટે ‘pteridophytes’ શબ્દ પ્રયોજાયો છે. આ વનસ્પતિસમૂહ આશરે 40 કરોડ વર્ષ…

વધુ વાંચો >

ત્વક્-કાય સિદ્ધાંત

ત્વક્-કાય (tunica corpus) સિદ્ધાંત : વનસ્પતિઓમાં પ્રરોહાગ્ર(shoot apex)ના સંગઠન અંગેનો એક સિદ્ધાંત. આ સિદ્ધાંત સૌપ્રથમ સ્કિમડ્ટે (1924) રજૂ કર્યો. આ સિદ્ધાંત પ્રમાણે પ્રરોહાગ્રને અસમાન રચના અને દેખાવ ધરાવતા બે પ્રદેશોમાં વહેંચવામાં આવે છે : (1) કેન્દ્રસ્થ અંતર્ભાગ જેને કાય (corpus) કહે છે. તેના કોષો મોટા હોય છે અને અરીય (anticlinal)…

વધુ વાંચો >

થનબર્જિયા

થનબર્જિયા : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની શાકીય કે કાષ્ઠમય આરોહી વનસ્પતિઓની પ્રજાતિ. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ થાય છે અને કેટલીક વિદેશી (exotics) જાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. તે ઉષ્ણકટિબંધમાં થાય છે. Thunbergia grandiflora Roxb. (હિં. નાગરી; બં. નુલ-લતા; આ. કુકુઆલોતી; પં. કાનેસી) મોટી કાષ્ઠમય આરોહી જાતિ છે. તેનાં…

વધુ વાંચો >

થાઇમ

થાઇમ : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thymus valgaris Linn. (અં. કૉમન થાઇમ, ગાર્ડન થાઇમ) છે. તેનાં સૂકાં પર્ણો અને પુષ્પવાળો અગ્રભાગ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે નીચો બહુવર્ષાયુ ક્ષુપ (undershrub) છે અને 20-30 સેમી. ઊંચો હોય છે. નીલગિરિમાં તે સફળતાપૂર્વક પ્રવેશ પામેલી વનસ્પતિ…

વધુ વાંચો >

થિમાન, કેનેથ વિલિયન

થિમાન, કેનેથ વિલિયન (જ. 5 ઑગસ્ટ 1904, ઍશફર્ડ, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 15 જાન્યુઆરી 1997, ક્વૉડ્રેન્ગલ, હાવરફૉર્ડ, પીએ.) : જન્મે અંગ્રેજ, છતાં અમેરિકન વનસ્પતિદેહધર્મવિજ્ઞાની. તેમણે લંડનની ઇમ્પીરિયલ કૉલેજમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1928માં જૈવરસાયણમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. લંડનની મહિલાઓની કિંગ્ઝ કૉલેજમાં બે વર્ષ અધ્યાપન કર્યા પછી તેઓ અમેરિકા ગયા. તેઓ…

વધુ વાંચો >

થોર

થોર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલાં કુળ યુફોરબીએસી અને કૅક્ટેસીની કેટલીક વનસ્પતિઓ. કાંટાળો ચોધારો થોર (Euphorbia nivulia Buch-Ham; સં. पत्रस्नुही; હિં. काटा थोहर; બં. સીજ) : તે ક્ષુપ અથવા 9થી 10 મી. ઊંચું વૃક્ષ છે અને લીલી, નળાકાર, સાંધામય તેમજ ઘણુંખરું શૂલ (spine) સહિતની ભ્રમિરૂપ (whorled) શાખાઓ ધરાવે છે. તેનાં…

વધુ વાંચો >