વનસ્પતિશાસ્ત્ર
સંઘ (વનસ્પતિશાસ્ત્ર)
સંઘ (વનસ્પતિશાસ્ત્ર, association) : વનસ્પતિસમાજના વર્ગીકરણ ક્લિમેંટ્સ(1916)ની પદ્ધતિનો એક એકમ. ક્લિમેંટ્સના મત પ્રમાણે, વનસ્પતિ-સામાજિક (phytosociological) દૃષ્ટિએ, વનસ્પતિ-સમાજમાં મુખ્યત્વે ચાર એકમો જોવા મળે છે : (1) વનસ્પતિ સમાસંઘ (plant formation), (2) સંઘ, (3) સંસંઘ (consociation) અને (4) સમાજ (society). આ પદ્ધતિમાં જાતિની પ્રભાવિતા અને અનુક્રમને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારવામાં આવેલ છે.…
વધુ વાંચો >સંતતિઓનું એકાંતરણ
સંતતિઓનું એકાંતરણ : વનસ્પતિઓના જીવનક્રમ દરમિયાન બીજાણુજનક (sporophyte) અને જન્યુજનક (gametophyte) અવસ્થાઓ(સંતતિઓ)નું એકાંતરણ. યુગ્મનજ (zygote) અવસ્થાથી શરૂ થઈ અર્ધસૂત્રીભાજન (meiosis) સુધીની વનસ્પતિની અલિંગી અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહે છે. આ અવસ્થામાં દ્વિગુણિત (diploid) કોષોમાં રંગસૂત્રોની સંખ્યા બેગણી હોય છે અને પ્રજનન સમયે તેઓ અર્ધસૂત્રીભાજન દ્વારા એકગુણિત (haploid, કોષમાં રંગસૂત્રોની સંખ્યા એકગણી)…
વધુ વાંચો >સંધેસરો (સફેદ ગુલમહોર)
સંધેસરો (સફેદ ગુલમહોર) : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix elata Gamble syn. Poinciana elata Linn. (સં. સિદ્ધેશ્વર, સિદ્ધનાથ; હિં. ગુલતુર્રા, સફેદ ગુલમૌર; મ. સંખેસર; તે. સંકેસુલા, વટનારાયણા; ત. વડનારાયણા; ક. કેંપુકેન્જીગા). તે 6.0 મી.થી 9.0 મી. ઊંચું ટટ્ટાર વૃક્ષ છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ…
વધુ વાંચો >સાઇઝીયેસી (Schizaeaceae)
સાઇઝીયેસી (Schizaeaceae) : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા અથવા ફિલિકોપ્સિડા વર્ગમાં આવેલા ગોત્ર ફિલિકેલ્સનું એક કુળ. તે વિભિન્ન સ્વરૂપો ધરાવતા ભૌમિક હંસરાજનું બનેલું છે. કેટલીક જાતિઓ તૃણ જેવી અને બીજી કેટલીક લાંબી પર્ણારોહી હોય છે; દા.ત., Lygodium પ્રકાંડ ભૂપ્રસારી હોય છે અથવા ભૂમિગત રોમ કે શલ્કો વડે આચ્છાદિત ગાંઠામૂળી(rhizome)નું બનેલું હોય છે;…
વધુ વાંચો >સાઇનેરેરિયા
સાઇનેરેરિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. પુષ્પવિક્રેતાઓ (florists) માટે સાઇનેરેરિયા તરીકે જાણીતી આ પ્રજાતિની બધી જાતિઓને હવે Senecio પ્રજાતિ હેઠળ મૂકવામાં આવી છે. કેનેરીના ટાપુઓની વતની Senecio cruentas સાથે સેનેસીઓની અન્ય જાતિઓના સંકરણથી ઉદ્ભવતી તે જાતિઓ છે. તે શિયાળામાં થતી એકવર્ષાયુ (annual) શાકીય વનસ્પતિઓ છે. મધ્યમ…
વધુ વાંચો >સાઇલેજ
સાઇલેજ : લીલા ચારાને હવારહિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી સાચવીને તૈયાર કરવામાં આવતો ઘાસચારો. તેને ‘લીલા ચારાનું અથાણું’ પણ કહી શકાય. ચોમાસામાં મળતા વધારાના લીલા ચારાનો સંગ્રહ કરવામાં આવે તો તેનો તંગીની ઋતુમાં પશુઓને ખવડાવવામાં ઉપયોગ કરી શકાય છે. વળી ચોમાસામાં આ વધારાના લીલા ચારાને સૂકવીને સંગ્રહ કરી શકાતો નથી.…
વધુ વાંચો >સાઇલોટોપ્સિડા
સાઇલોટોપ્સિડા : ત્રિઅંગી વનસ્પતિઓના વિભાગ સાઇલોફાઇટાનો એક વર્ગ. આ વર્ગની વનસ્પતિઓ સૌથી આદ્ય, સૌથી પ્રાચીન, ભૂમિ પર વસવાટ ધરાવતી, વાહકપેશીધારી અને મૂળવિહીન છે. બીજાણુજનક(sporophyte)નું મૂલાંગો (rhizoids) ધરાવતી ભૂમિગત ગાંઠામૂળી (rhizome) અને અરીય (radial) અને યુગ્મશાખી (dichotomously branched) હવાઈ પ્રરોહતંત્રમાં વિભેદન થયેલું હોય છે. પર્ણો જો હાજર હોય તો તેઓ નાનાં,…
વધુ વાંચો >સાએથિયેસી
સાએથિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા વર્ગના ગોત્ર ફિલિકેલ્સમાં આવેલું વૃક્ષસ્વરૂપી હંસરાજ ધરાવતું કુળ. આ કુળનાં વૃક્ષ ક્યારેક 20 મી.થી 25 મી.ની ઊંચાઈ ધરાવે છે. Cyathea medullaris ન્યૂઝીલૅન્ડમાં નૈસર્ગિક રીતે થાય છે અને 6 મી.થી 15 મી. ઊંચાઈ ધરાવે છે. પ્રકાંડ અશાખિત હોય છે. ક્યારેક તે એક વાર દ્વિશાખી બને છે.…
વધુ વાંચો >સાકરિયું
સાકરિયું : વરિયાળીના પાકમાં મોલો પ્રકારની જીવાતને લીધે થતો રોગ. ખેડૂતો તેને ‘સાકરિયું’ તરીકે ઓળખે છે. મોલો પ્રકારની જીવાતના શરીરમાંથી મધ જેવું શર્કરાયુક્ત પ્રવાહી નીકળે છે. તેથી મોલોના ઉપદ્રવને કારણે છોડ, શાખાઓ, પર્ણો અને દાણાના ચક્કર પર શર્કરાયુક્ત પ્રવાહી એકત્રિત થતાં તેના પર મૃતોપજીવી ફૂગ વૃદ્ધિ કરે છે. આ જીવાત…
વધુ વાંચો >સાગ
સાગ દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tectona grandis Linn. F. (સં. દ્વારદારુ, સ્થિરસાર; હિં. સાગૌન, સાગબાન; મ. સાગ, સાયા; બં. શેગુન; ક. જાડી, સાગવાની, ટેગા, ત્યાગડમરા; તે. અદાવીટીકુ, પેડ્ડાટીકુ, ટીકુ; ત. ટેકકુમાર, ટેક્કુ; મલા. થેક્કુ, ટેક્કા; અં. ટીક) છે. ટેક્ટોના પ્રજાતિનું વિતરણ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ…
વધુ વાંચો >