સાકરિયું

January, 2007

સાકરિયું : વરિયાળીના પાકમાં મોલો પ્રકારની જીવાતને લીધે થતો રોગ. ખેડૂતો તેને ‘સાકરિયું’ તરીકે ઓળખે છે. મોલો પ્રકારની જીવાતના શરીરમાંથી મધ જેવું શર્કરાયુક્ત પ્રવાહી નીકળે છે. તેથી મોલોના ઉપદ્રવને કારણે છોડ, શાખાઓ, પર્ણો અને દાણાના ચક્કર પર શર્કરાયુક્ત પ્રવાહી એકત્રિત થતાં તેના પર મૃતોપજીવી ફૂગ વૃદ્ધિ કરે છે. આ જીવાત છોડ પરથી રસ ચૂસે છે અને મૃતોપજીવી ફૂગની વૃદ્ધિને કારણે છોડ નબળો પડે છે. ચેપી ભાગો કાળા પડી જાય છે. આ મોલોનું સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો દાણાના ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે અને રોગગ્રસ્ત ભાગો સુકાઈ જાય છે.

નિયંત્રણ : 0.3 % ડાયમિથોયેટ (1 મિલી. દવા/1 લિટર) જેવી શોષક પ્રકારની દવાના છંટકાવથી મોલોનું નિયંત્રણ થાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ