વનસ્પતિશાસ્ત્ર

સર્કેડિયન તાલબદ્ધતા (દૈનિક તાલબદ્ધતા)

સર્કેડિયન તાલબદ્ધતા (દૈનિક તાલબદ્ધતા) : પ્રકાશ અને અંધકારનાં દૈનિક ચક્રોના ફેરફારના સંદર્ભમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા દર્શાવાતી તાલબદ્ધ (rhythmic) વર્તણૂક. ‘સર્કેડિયન’ લૅટિન ભાષામાંથી ઊતરી આવેલો શબ્દ છે. તેનો અર્થ ‘લગભગ એક દિવસ’ (about one day) થાય છે. સર્કેડિયન તાલબદ્ધતાનાં ઉદાહરણોમાં પર્ણો અને દલપત્રોનું હલનચલન, પર્ણરંધ્ર(stomata)નું ખૂલવું અને બંધ થવું, પીલોબોલસ…

વધુ વાંચો >

સર્ગેસમ

સર્ગેસમ : સમુદ્રમાં વસવાટ ધરાવતી એક પ્રકારની બદામી હરિત લીલ. તેને ફિયોફાઇટા વિભાગમાં મૂકવામાં આવે છે. આ લીલના કોષોના હરિતકણોમાં ક્લૉરોફિલ-a, b-કૅરોટિન, વાયોલોઝેન્થિન, ફ્લેવોઝેન્થિન, લ્યૂટિન અને ફ્યુકોઝેન્થિન (C40H54O6) નામનાં રંજકદ્રવ્યો હોય છે. ફ્યુકોઝેન્થિનને કારણે તેનો સુકાય બદામી રંગનો લાગે છે. ખોરાક-સંગ્રહ મેનિટોલ અને લેમિનેરિન સ્વરૂપે થાય છે. સર્ગેસમની 150 જેટલી…

વધુ વાંચો >

સર્પગંધા

સર્પગંધા દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rauvolfia serpentina Benth. ex Kurz. (સં. સર્પગંધા, ચંદ્રિકા; હિં. ચંદ્રભાગા, છોટા ચાંદ; બં. ચંદ્ર; મ. હરકાયા, હાર્કી; તે. પાતાલગની, પાતાલગરુડ; તા. ચિવન અમેલ્પોડી; ક. સર્પગંધી, પાતાલગંધી; ગુ. સર્પગંધા; અં. રાઉલ્ફિયા રૂટ, સર્પેન્ટીન રૂટ; વ્યાપાર-નામ રાઉલ્ફિયા) છે. આ વનસ્પતિનું વૈજ્ઞાનિક…

વધુ વાંચો >

સલગમ

સલગમ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. subsp. rapifera (Metzg.) Sinsk. (હિં. શલજમ; બં. શલગમ; ક., તા., તે. ટર્નિપ; મલ. સીમામુલંકી; મ. સલગમ; અં. ધ ટ્રૂ કે કૉમન ટર્નિપ, રેપ) છે. તે લીલાં પર્ણોવાળી, રોમિલ, દ્વિવર્ષાયુ (biennial) શાકીય વનસ્પતિ છે અને કુંભીરૂપ…

વધુ વાંચો >

સવા (સુવા)

સવા (સુવા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anethum sowa Roxb ex Flem. syn. A. graveolens Linn. var. sowa Roxb.; A. graveolens Dc., Peucedanum sowa Roxb.; P. graveolens Benth. (સં. શતાહ્વા, શતપુષ્પા; મ. બાળંતશેપ; હિં. સોયા; બં. શુલ્ફા; ક. સબ્બાશિંગે; તે. સદાપા, શતાકુપી; તા. શડાકુપ્પિ;…

વધુ વાંચો >

સવાના (પરિસ્થિતિવિદ્યા)

સવાના (પરિસ્થિતિવિદ્યા) : વધતેઓછે અંશે વીખરાયેલાં વૃક્ષો કે ક્ષુપ ધરાવતી તૃણભૂમિ. આ વનસ્પતિસમૂહનો પ્રકાર આબોહવાકીય પરિબળોને કારણે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આધુનિક વ્યાખ્યા મુજબ સવાના રૂપાકૃતિવિજ્ઞાન (physiognomy) અથવા પર્યાવરણની દૃષ્ટિએ ઉષ્ણકટિબંધીય કે બાહ્યોષ્ણકટિબંધીય (extratropical) પ્રદેશોમાં સમાન વનસ્પતિસમૂહના પ્રકારોની વિવિધતાઓ ધરાવે છે. વ્યાપક સંદર્ભમાં ઉષ્ણકટિબંધીય સવાનામાં…

વધુ વાંચો >

સહકારાત્મક આંતરક્રિયાઓ

સહકારાત્મક આંતરક્રિયાઓ : સજીવો વચ્ચે પરસ્પર જોવા મળતી સહકારાત્મક (લાભદાયી) આંતરક્રિયાઓ. એક જ પર્યાવરણમાં વસતા એક જ કે વિવિધ જાતિના સજીવો પરસ્પર સંકળાયેલા હોય છે. આવો સંબંધ પ્રજનનના હેતુ, ખોરાક અને રહેઠાણની જગ્યા માટેની સ્પર્ધાના નિમિત્તે હોય છે. આ પ્રકારના પારસ્પરિક સંબંધમાં એક અથવા બંને જાતિના સજીવોને લાભ થાય છે;…

વધુ વાંચો >

સહદેવી (સેદરડી)

સહદેવી (સેદરડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vernonia cinerea Less. (સં. સહદેવી; હિ. સહદેઈ, સહદેવી; મ. સદોડી, ઓસાડી; બં. કાલાજીરા; અં. પર્પલ ફ્લિએબેન; એશ-કલર્ડ ફ્લિએબેન) છે. તે ટટ્ટાર, ભાગ્યે જ અગ્રોન્નત અનુસર્પી (decumbent) શાકીય વનસ્પતિ છે અને ચોમાસામાં સમગ્ર ભારતમાં આશરે 1,800 મી.ની ઊંચાઈ…

વધુ વાંચો >

સહાની, બીરબલ

સહાની, બીરબલ (જ. 14 નવેમ્બર 1891, મૅરા, પંજાબ; અ. એપ્રિલ 1949, લખનૌ) : ખ્યાતનામ વનસ્પતિવિદ અને પુરાવનસ્પતિવિજ્ઞાની (palaeobotanist). 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા. 1919માં લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસસી. અને 1929માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એસસી.ડી. થયા. 1919-20 દરમિયાન બનારસ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક; 1920-21માં પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1921માં લખનૌ યુનિવર્સિટી વનસ્પતિવિજ્ઞાનના…

વધુ વાંચો >

સહિષ્ણુતાનો સિદ્ધાંત

સહિષ્ણુતાનો સિદ્ધાંત : અજૈવ ઘટકના કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પરિબળ માટે સજીવની સહિષ્ણુતાની લઘુતમ અને મહત્તમ મર્યાદા દર્શાવતો સિદ્ધાંત. આ સિદ્ધાંત વી. ઈ. શેલ્ફર્ડે (1913) આપ્યો. લિબિગ-બ્લૅકમૅનના સીમિત પરિબળના સિદ્ધાંતમાં આ એક મહત્ત્વનો ઉમેરો હતો. શેલ્ફર્ડે જણાવ્યું કે વસ્તીની વૃદ્ધિ અને પ્રજનન પર નિશ્ચિત પરિબળની અત્યંત ઊંચી કે અત્યંત…

વધુ વાંચો >