વનસ્પતિશાસ્ત્ર

વછનાગ

વછનાગ : દ્વિદળી વર્ગમાં આવેલા રેનન્કયુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Aconitum ferox Wall. exser (સં. વત્સનાભ, હિં. બચનાગ, સિગિયાવિષ, બં. કાટબિષ, મ. બચનાગ, ગુ. વછનાગ, ક. મલ. વત્સનાભી, ત. વશનાબી, તે. અતિવસનાભી) છે. તે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, ગડવાઈ, દાર્જીલિંગ અને નેપાળમાં 3,600 મી.ની ઊંચાઈ સુધી વન્ય બહુવર્ષાયુ…

વધુ વાંચો >

વજ

વજ : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acorus calamus Linn. (સં. વચા, ઉગ્રગંધા; મ. વેખંડ, હિં. બં. વચ, ગુ. વજ, ઘોડાવજ, ક. બાજેગિડ, નારૂબેરૂ; ત. વશુંબુ, મલ. વાયંપુ, અં. કૅલેમસ, સ્વીટ રૂટ, સ્વીટ ફ્લૅગ) છે. તે અર્ધ-જલજ (semi-aquatic) બહુવર્ષાયુ, સુગંધીદાર શાકીય વનસ્પતિ છે અને વિસર્પી…

વધુ વાંચો >

વજ્રચક્ર (calyx)

વજ્રચક્ર (calyx) : પુષ્પનું સૌથી નીચેનું ચક્ર. વજ્રચક્ર બનાવતાં વજ્રપત્રો (sepals) સામાન્યત: લીલાં હોય છે. તે પુષ્પ કલિકા અવસ્થામાં હોય ત્યારે તેનું રક્ષણ કરે છે. તે કેટલીક વાર ખૂબ જાડું અને સખત હોય છે અને સામાન્ય પર્ણોની જેમ શિરાઓ અને રંધ્ર ધરાવે છે. તે નિયમિત કે અનિયમિત, મુક્ત વજ્રપત્રી (polysepalous)…

વધુ વાંચો >

વટાણા

વટાણા દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pisum Sativum Linn. syn. P. arvense Linn. (સં. કલાય; મ. કવલા, વાટાણે; હિં. મટર, કેરાવ, કેરાઉશાક; ગુ. વટાણા, ક. બટ્ટકડલે, વટાણિ; તે. પટાન્લુ, ત. મલ. પટાણિ; અં. ફીલ્ડ પી) છે. તે એકવર્ષાયુ, અશક્ત પ્રકાંડ ધરાવતી, સૂત્રારોહી (tendril climber) શાકીય…

વધુ વાંચો >

વડ

વડ : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus benghalensis Linn. (સં. બં. વટ, ગુ. મ. વડ, હિં. બડ, ક. આદલ ગોલીમારા, તે. મર્રિચેટ્ટુ, ત. અલામારમ્, મલ. પેરાલ, ફા. દરખતરેશા, વડવાઈરેશા, એબર્ગદ, અં. બનિયન ટ્રી) છે. તે એક અત્યંત વિશાળ 30 મી. જેટલું ઊંચું વૃક્ષ છે…

વધુ વાંચો >

વડગુંદો

વડગુંદો : દ્વિદળી વર્ગમાં આવેલા બોરેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cordia dichotoma Forst. f. syn. C. obliqua Willd; C. myxa Roxb. (સં. શ્ર્લેષ્માતક; હિં. લ્હિસોડા, નિસોરે, બહુવાર; બં. ચાલતા, બોહરો; મ. ભોંકર, રોલવટ; ક. દોહચળ્ળુ, બોકેગિડ; તે. પેદ્દાનાક્કેરુ) છે. તે નાનું કે મધ્યમ કદનું વૃક્ષ છે અને ટૂંકું,…

વધુ વાંચો >

વનસ્પતિ-અનુક્રમણ

વનસ્પતિ-અનુક્રમણ : જુઓ અનુક્રમણ.

વધુ વાંચો >

વનસ્પતિ-અંગો

વનસ્પતિ-અંગો : વનસ્પતિઓમાં વિવિધ પેશીઓના સંગઠનથી બનતી રચનાઓ. આ અંગો નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. પેશીઓ અને અંગોનું વિભેદન ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં જ જોવા મળે છે. વનસ્પતિ-અંગોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજનો સમાવેશ થાય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો વાનસ્પતિક (vegetative) અંગો છે. આ અંગો પ્રજનન સિવાયની વિવિધ…

વધુ વાંચો >

વનસ્પતિ-ઉદ્યાન

વનસ્પતિ-ઉદ્યાન : જુઓ ઉદ્યાનવિદ્યા.

વધુ વાંચો >

વનસ્પતિજન્ય ઔષધો

વનસ્પતિજન્ય ઔષધો : વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં ઔષધો. ભારતના પ્રાચીન ગ્રંથ રામાયણમાં લંકાના સુષેણ વૈદે લક્ષ્મણની મૂર્ચ્છાવસ્થા હનુમાન દ્વારા હિમાલય પર થતી ‘સંજીવની’ છોડની ઔષધિ દ્વારા મટાડ્યાનો ઉલ્લેખ છે. અમેરિકાનાં મૂળ વતની ઇન્ડિયનો વિલો વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવીને તાવ ઓછો કરી યા મટાડી શકતા હતા. ફ્રેન્ચ લોકો એ જાણીને આશ્ર્ચર્ય પામ્યા…

વધુ વાંચો >