વનસ્પતિશાસ્ત્ર
રૂટા
રૂટા : જુઓ સતાબ.
વધુ વાંચો >રૂપાંતરણ (વનસ્પતિ)
રૂપાંતરણ (વનસ્પતિ) : બૅક્ટેરિયામાં જનીન-પુન:સંયોજન (gene recombination) દરમિયાન જોવા મળતો જનીનિક વિનિમયનો એક પ્રકાર. બૅક્ટેરિયામાં જનીન-વિનિમયની પ્રક્રિયા ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે : (1) રૂપાંતરણ (transformation), (2) સંયુગ્મન (conjugation) અને (3) પરાંતરણ (transduction). રૂપાંતરણ દરમિયાન દાતા કોષમાંથી કે પર્યાવરણમાંથી મુક્ત DNAનો ખંડ સંગતિ દર્શાવતા જીવંત ગ્રાહકકોષમાં પ્રવેશી તેના જનીન સંકુલ…
વધુ વાંચો >રૂંછાળો દૂધલો (રાઇટિયા)
રૂંછાળો દૂધલો (રાઇટિયા) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Wrightia tinctoria R. Br. (સં. શ્ર્વેતકુટજ; હિં. ઇન્દ્રજવ, મીઠા ઇન્દ્રજવ; બં. ઇન્દ્રજવ; ગુ. રૂંછાળો દૂધલો, દૂધલો, કાળો ઇન્દ્રજવ; મ. કાલાકુડા, ઇન્દ્રજવ; તે. ટેડ્લાપાલા, આમકુડા, જેડ્ડાપાલા; ક. કોડામુર્કી, બેપાલ્લે; ત. વેયપાલે, ઇરુમ્પાલાઈ, થોંયાપાલાઈ; મલ. કોટકપ્પાલ્લા, અં. પાલા…
વધુ વાંચો >રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો
રેઝિન તથા લિગ્નિનયુક્ત વાનસ્પતિક ઔષધો પાઇન અને ચીડ પ્રકારનાં વૃક્ષો તથા અન્ય છોડવામાંથી મળી આવતા ઔષધીય ગુણ ધરાવતા ઘટકો. રેઝિન એ પાઇન અને ચીડ જેવાં વૃક્ષોમાંથી ઝરતો અને હવામાં સખત બની જતો પદાર્થ છે, જ્યારે લિગ્નિન એ કાષ્ઠીય (woody) છોડવાની કોષદીવાલોમાંથી મળી આવતો કુદરતી બહુલક છે. તેમનો સીધો યા આડકતરો…
વધુ વાંચો >રેણુકા
રેણુકા : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper wallichi Hand. Mazz. syn. P. aurantiacum Wall. ex DC.; P. arcuatum Blume (સં. હિં. બં. ક. રેણુકા; મ. રેણુકબીજ) છે. તે એક મજબૂત અરોમિલ આરોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો ચર્મિલ અને 7.5 સેમી.થી 10.0 સેમી. લાંબાં હોય…
વધુ વાંચો >રૅનન્ક્યુલેસી (બટરકપ કુળ)
રૅનન્ક્યુલેસી (બટરકપ કુળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક આદિ ક્રોન્ક્વિસ્ટના મતાનુસાર આ કુળ 50 પ્રજાતિઓ અને 2,000 જેટલી જાતિઓનું બનેલું છે. લૉરેન્સ આ કુળ માટે 35 પ્રજાતિઓ અને 1,500 જાતિઓ સૂચવે છે. લગભગ 20 જેટલી પ્રજાતિઓ અને 300 જેટલી જાતિઓ ઉત્તર અમેરિકાની સ્થાનિક છે. આ કુળની કેટલીક…
વધુ વાંચો >રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ
રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ (જ. 22 ઑક્ટોબર 1783, ગૅલાટા, તુર્કસ્તાન; અ. 18 સપ્ટેમ્બર 1840, ફિલાડેલ્ફિયા, ઉત્તર અમેરિકા) : જાણીતા પ્રકૃતિવિદ (naturalist). તેઓ ઔપચારિક રીતે શિક્ષણ આપતા કોઈ પણ વિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે જોડાયા ન હતા. તેમણે ખાનગી રીતે જે તે વિષયના નિષ્ણાતો પાસેથી જ્ઞાન સંપાદન કર્યું હતું. પ્રકૃતિવિજ્ઞાનમાં તેઓ ઊંડો રસ ધરાવતા…
વધુ વાંચો >રેમિરીઆ
રેમિરીઆ : એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એકલપ્રરૂપી (monotypic) પ્રજાતિ. તે માત્ર Remirea maritima Aubl. નામની જાતિ દ્વારા પ્રતિનિધિત્વ દર્શાવે છે. તેની શોધ બ્રાઝિલ અને ગુયાનાના દરિયાકિનારાના પ્રદેશોમાંથી થઈ હતી. તે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં બધે જ થાય છે. ભારતમાં પશ્ચિમ કિનારાના દરિયાકાંઠે ભરતી વિસ્તારના રેતાળ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું જોવા મળે…
વધુ વાંચો >રેમી
રેમી : દ્વિદળી વર્ગમાં આવેલા અર્ટિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boehmeria nivea (Linn) Gaudich (બં. કંખુરા; આસામી – રહીઆ; નેપાળી – પોઆહ; અં. ચાઇનાગ્રાસ, રેમી, રહીઆ) છે. તે બહુવર્ષાયુ, ગાંઠામૂળી ધરાવતો, રોમિલ અને 2.4 મી. જેટલી ઊંચાઈ ધરાવતો ક્ષુપ છે. તેનું પ્રકાંડ ગોળ હોય છે અને તે નાજુક…
વધુ વાંચો >રેવંચી
રેવંચી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rheum emodi Wall. ex Meissn. (સં. હેમાવતી, પીતમૂલિકા, રેવન્દચીની, ક્ષીરિણી, કાંચનક્ષીરી; હિં. રેવંદચીની; બં. રેવનચીની; મ. રેવાચીની; ગુ. રેવંચી; અં. હિમાલયન રૂબાર્બ, ઇંડિયન રૂબાર્બ) છે. તે ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને તુર્કસ્તાન, રશિયા, ભૂતાન, તિબેટ અને કાશ્મીરથી નેપાળ…
વધુ વાંચો >