રા. ય. ગુપ્તે

સૂક્ષ્મજીવવિજ્ઞાન (Microbiology)

સૂક્ષ્મજીવવિજ્ઞાન (Microbiology) બૅક્ટેરિયા (જીવાણુ), વાયરસ (વિષાણુ), ફૂગ (Fungi) અને પ્રજીવ (Protozoa) જેવા સૂક્ષ્મજીવોનો જેમાં વિગતવાર અભ્યાસ થાય છે તેવી જીવવિજ્ઞાનની પ્રાયોજિત શાખા. (I) અગાઉ તેનો અભ્યાસ રોગોની અસર જાણવા માટે થતો. 20મી સદીમાં આ સૂક્ષ્મજીવવિજ્ઞાનનો ઝોક દેહધાર્મિક ક્રિયા, જીવરસાયણશાસ્ત્ર અને જનીનવિદ્યાની પ્રક્રિયાઓ સમજવા તરફનો છે. પ્રયોગશાળામાં જીવાણુ કે વિષાણુઓનું સંવર્ધન…

વધુ વાંચો >

સેપિયા (Sepia or Cuttle fish)

સેપિયા (Sepia or Cuttle fish) : મૃદુકાય સમુદાયનું, ખુલ્લા સમુદ્રમાં મુક્ત તરતું, દ્વિપાર્શ્ર્વીય સમરચના ધરાવતું પ્રાણી. સમુદ્રમાં તેની હાજરી ભરતી-ઓટના પાણીમાં તણાઈ આવેલા ‘કટલબૉન’થી જાણી શકાય છે. આ કટલબૉન (cuttle bone) તેનું એકમાત્ર આંતરિક ચૂનાયુક્ત કંકાલ છે. પ્રાણીનો નાશ થતાં કટલબૉન ક્ધિાારે ફેંકાય છે. કટલબૉનને કારણે સેપિયા ‘કટલફિશ’ના નામે પણ…

વધુ વાંચો >

સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)

સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે. આકૃતિ 1 : કેટલાંક યાયાવર પક્ષીઓના સ્થળાંતરી માર્ગો : (1) લાલકંઠી સક્કરખોરો (ઉત્તર અમેરિકાથી મધ્ય અમેરિકા તરફ), (2) કાળી ચાંચ ફૂત્કી (કૅનેડાથી…

વધુ વાંચો >

સ્વાદ (taste)

સ્વાદ (taste) : પ્રાણીઓની એક મહત્વની સંવેદના. આ સંવેદના દ્વારા પ્રાણીઓમાં આહારના સેવનથી મળતો આનંદ એટલે કે સ્વાદની પરખ થાય છે. તે કેવો અને કેટલો ખોરાક ખાવો તે નક્કી કરવામાં મદદ કરે છે. સ્વાદની પરખ ઉપરથી માણસ ભાવતો અને અણગમતો ખોરાક નક્કી કરે છે. સ્વાદની પરખ સાથે આહારમાં સુવાસ (flavour)…

વધુ વાંચો >

હક્સલી ટી. એચ.

હક્સલી, ટી. એચ. (જ. 1825, ઇંગ્લૅન્ડ; અ. 1895) : પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી, ચાર્લ્સ ડાર્વિનના સમકાલીન અને તેમના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતના સબળ સમર્થક. પ્રજાના ગળે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ઉતારવા માટે અન્ય કોઈ વ્યક્તિ કરતાં થૉમસ હક્સલીએ સૌથી વધુ કાર્ય અને સઘન પ્રયત્નો કર્યા હતા. વ્યાખ્યાનો, લખાણો અને સભાઓ મારફત વૈજ્ઞાનિક વિચારોને આગળ લાવવામાં તેમણે…

વધુ વાંચો >

હજીરા

હજીરા : સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ખંભાતના અખાતને કાંઠે આવેલું ગામ અને બંદર. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે.. તે તાપી નદીના જમણા કાંઠે આવેલા મુખત્રિકોણપ્રદેશની પંકભૂમિ નજીક વસેલું છે. નદીના ડાબા કાંઠા પર પ્રવાસન-મથક તરીકે જાણીતું ડુમસ આવેલું છે. હજીરાની પૂર્વમાં આશરે 30…

વધુ વાંચો >

હજીરા–વિજયપુર–જગદીશપુર પાઇપલાઇન

હજીરા–વિજયપુર–જગદીશપુર પાઇપલાઇન : ખંભાતના અખાતી વિસ્તારમાંથી ‘બૉમ્બે હાઈ’ દ્વારા પ્રાપ્ત થયેલા કુદરતી વાયુને હજીરાથી ઉત્તર ભારતના પ્રદેશોનાં ઔદ્યોગિક ક્ષેત્રોને પૂરી પાડતી ગૅસ પાઇપલાઇન. તેને એચ.વી.જે. પાઇપલાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતની સર્વપ્રથમ રાષ્ટ્રવ્યાપી ગૅસ પાઇપલાઇન છે અને તે ભારતના પશ્ચિમી કિનારાના દરિયાઈ વિસ્તારમાંથી પ્રાપ્ત થયેલ ગૅસનું વહન કરીને…

વધુ વાંચો >

હન્ટર જ્હૉન (Hunter John)

હન્ટર જ્હૉન (Hunter, John) (જ. 13 ફેબ્રુઆરી 1728, લૉંગ કોલ્ડરવુડ, લેનાર્કશાયર, સ્કૉટલૅન્ડ; અ. 16 ઑક્ટોબર 1793, લંડન) : ઇંગ્લૅન્ડના શલ્યવિદ્યાતજ્જ્ઞ (sergeon), ‘રોગગ્રસ્ત શરીરશાસ્ત્ર’-(Pathological anatomy)ના સ્થાપક અને પ્રાયોગિક સંશોધનના હિમાયતી. આ ઉપરાંત તેમણે જીવનશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, દેહધર્મક્રિયાશાસ્ત્ર અને રોગશાસ્ત્રનો તુલનાત્મક અભ્યાસ કરેલો. જ્હૉન હન્ટર 18મી સદીમાં શલ્યવિદ્યાના અભ્યાસ માટે યુનિવર્સિટીમાં જોડાવું આવશ્યક…

વધુ વાંચો >

હરણ (deer)

હરણ (deer) : ખરીવાળું, વાગોળનારું, સર્વિડી કુળ અને આર્ટિયોડેક્ટિલા શ્રેણીનું સસ્તન પ્રાણી. વન્ય પ્રાણીઓમાં તે ખૂબ નાજુક અને આકર્ષક પ્રાણીઓ પૈકીનું એક છે. આ કુળમાં 17 પ્રજાતિઓ અને 53 જાતિઓ મળી આવે છે. તે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કર સિવાયના લગભગ બધા જ પ્રદેશોમાં વિવિધ પ્રકારમાં…

વધુ વાંચો >

હાર્ટલે ડેવિડ (Hartley David)

હાર્ટલે, ડેવિડ (Hartley David) (જ. 8 ઑગસ્ટ 1905, આર્મલે, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1957, બાથ, સમરસેટ) : અંગ્રેજ તબીબ અને તત્વવેત્તા, જેમણે માનસશાસ્ત્રના તંત્રને અન્ય વિષયો સાથે સાંકળતો ‘એકીકરણવાદ’ (associationism) પ્રથમ રજૂ કર્યો. આધુનિક માનસશાસ્ત્રના સિદ્ધાંતોના પાયામાં હાર્ટલેનો આ એકીકરણવાદ કે જોડાણવાદ અંતર્ગત ભાગ છે. તે પારભૌતિકવાદ(metaphysics)થી અલગ, એવા…

વધુ વાંચો >