રાજ્યશાસ્ત્ર

બંડારનાયક, સિરિમાવો

બંડારનાયક, સિરિમાવો (જ. 1916, બેલનગોડા, દક્ષિણ શ્રીલંકા) : શ્રીલંકાનાં વડાપ્રધાન. એમના પતિ સૉલોમન બંડારનાયક શ્રીલંકાના અગ્રણી રાજકીય નેતા તથા 1956થી 1959 સુધી શ્રીલંકાના વડાપ્રધાન હતા. 1959માં તેમની હત્યા થઈ તે પછી સિરિમાવો બંડારનાયકને રાજકારણનો અનુભવ ન હતો, છતાં તેમને તેમના પતિના રાજકીય પક્ષ શ્રીલંકા ફ્રીડમ પાર્ટીનાં પ્રમુખ બનાવવામાં આવ્યાં. 1960માં…

વધુ વાંચો >

બંધ (રાજકારણ)

બંધ (રાજકારણ) : સાર્વજનિક હેતુ માટે રોજિંદાં વ્યાવસાયિક કાર્યોની સામૂહિક તહકૂબી. જ્યારે સમાજનો ઘણો મોટોભાગ કોઈ જાહેર વિષય અથવા મુદ્દા વિશે અસંતોષની તીવ્ર લાગણી અનુભવતો હોય અને એ તરફ સમાજ અને સરકારનું ધ્યાન દોરવા અથવા/અને એ અસંતોષને વાચા આપવા વ્યવસાયને લગતું પોતાનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરે ત્યારે સામાન્ય…

વધુ વાંચો >

બંધારણ

બંધારણ : દેશનો મૂળભૂત કાયદો જેમાં દેશની શાસનવ્યવસ્થાના સ્વરૂપનું તથા રાજ્ય અને નાગરિકો વચ્ચેના પારસ્પરિક સંબંધોનું નિર્ધારણ કરેલું હોય છે. તેના દ્વારા દેશની શાસનવ્યવસ્થાનાં વિવિધ અંગોની સત્તાઓ અને ફરજો નક્કી કરવામાં આવેલી હોય છે, તેમાં દેશના નાગરિકોના હકોનું સંહિતાકરણ કરવામાં આવેલું હોય છે તથા અપવાદરૂપ કિસ્સાઓમાં નાગરિકોની ફરજોનું પણ બયાન…

વધુ વાંચો >

બંધારણ, ભારતનું

બંધારણ, ભારતનું સ્વતંત્ર ભારતના શાસનતંત્રના પાયારૂપ નિયમો. ઈ. સ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયા પછીના લગભગ સાડા ત્રણ સૈકાના વિદેશી પ્રભાવ બાદ ભારત સ્વતંત્ર રાજ્ય બનવાની દિશામાં વેગથી આગળ વધી રહ્યું હતું. આ સદીઓ દરમિયાન આર્થિક શોષણ, રાજકીય દમન અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને…

વધુ વાંચો >

બંધારણવાદ

બંધારણવાદ : બંધારણની સર્વોપરિતા સૂચવતો સિદ્ધાંત અથવા વિચારધારા. કોઈ પણ દેશની શાસનવ્યવસ્થા, ચોક્કસ ધ્યેયો અથવા આદર્શોને વ્યવહારમાં ચરિતાર્થ કરવા, જે લિખિત અને અમુક અંશે અલિખિત નિયમો અથવા સિદ્ધાંતોને આધારે સંગઠિત અને સંચાલિત થતી હોય એને સામાન્ય રીતે દેશનું બંધારણ અથવા રાજ્ય-બંધારણ કહેવામાં આવે છે. બંધારણને દેશના સર્વોપરી અથવા મૂળભૂત (fundamental)…

વધુ વાંચો >

બંધારણસભા

બંધારણસભા : દેશનું બંધારણ ઘડવા માટે લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓની બનેલ સભા. બંધારણસભા દ્વારા બંધારણ ઘડવાનો અને તેનો અંગીકાર કરવાનો પહેલો પ્રયોગ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં થયો. અમેરિકાનું બંધારણ એ બંધારણસભા દ્વારા ઘડાયેલ લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્રનું પ્રથમ લેખિત બંધારણ છે. ભારતનું સ્વતંત્ર બંધારણ કોઈ પણ જાતની બાહ્ય દખલગીરી કે દબાણ…

વધુ વાંચો >

બંધારણીય કાયદો

બંધારણીય કાયદો : શાસનતંત્રનો ઢાંચો, તેની રચના, તેના સંબંધો અને સત્તાઓ તથા તેના અમલ અંગેના નિયમોનો સમુચ્ચય. બંધારણ એ એક એવું વૈધાનિક માળખું (mechanism) છે, જેની મદદથી કાયદાઓ બનાવવામાં આવે છે. બંધારણીય કાયદો એ કાનૂની નિયમોનો એક એવો સમુચ્ચય છે, જે અમુક નિશ્ચિત રાજકીય બિરાદરીની સરકારનો કાનૂની ઢાંચો, તેનું રચનાવિધાન,…

વધુ વાંચો >

બંસીલાલ

બંસીલાલ (જ. 26 ઑગસ્ટ 1927, ગોલાગઢ, ભિવાની, હરિયાણા) : ભારતના અગ્રણી રાજપુરુષ, કેન્દ્રના પૂર્વ પ્રધાન તથા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી. પિતા ચૌધરી મોહરસિંઘ, માતા વિદ્યાદેવી. તેઓ યુવાન વયથી જ સામાજિક કાર્યોનો શોખ ધરાવતા હતા. તેઓ આર્યસમાજની વિચારધારાથી પ્રભાવિત હતા. 1954માં બી. એ. થયા બાદ તેમણે જલંધરની લૉ કૉલેજમાંથી 1956માં એલએલ.બી.ની પરીક્ષા…

વધુ વાંચો >

બાકુનિન, મિખાઇલ ઍલેક્ઝાન્દ્રોવિચ

બાકુનિન, મિખાઇલ ઍલેક્ઝાન્દ્રોવિચ [જ. 30 મે (જૂના કૅલેન્ડર મુજબ 18 મે) 1814, તાજોક પ્રેમુખિના, રશિયા; અ. 1 જુલાઈ (જૂના કૅલેન્ડર મુજબ 19 જૂન) 1876, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ] : ઓગણીસમી સદીના અગ્રણી અરાજ્યવાદી ચિંતક અને રશિયન ક્રાંતિકારી. ગર્ભશ્રીમંત કુલીન પરિવારમાં જન્મ. લશ્કરી તાલીમ માટે તેમને પોલૅન્ડ સાથેની સરહદ પરની લશ્કરી છાવણીમાં મોકલવામાં…

વધુ વાંચો >

બાથ પક્ષ

બાથ પક્ષ : સંયુક્ત આરબ સમાજવાદી રાષ્ટ્રનું ધ્યેય સેવતો અને આરબ એકતાની હિમાયત કરતો રાજકીય પક્ષ. પૂરું નામ આરબ સોશિયાલિસ્ટ બાથ પાર્ટી. તેનો મુખ્ય પ્રભાવ ઇરાક અને સિરિયામાં, અને કંઈક અંશે લેબેનૉન અને જૉર્ડનમાં વર્તાય છે. ‘બાથ’ શબ્દનો અર્થ ‘પુનરુત્થાન’ થાય છે. આરબ રાષ્ટ્રીય અસ્મિતાને પુનર્જીવન બક્ષવાના ધ્યેયથી 1943માં દમાસ્કસમાં…

વધુ વાંચો >