રાજ્યશાસ્ત્ર
હિન્ડનબર્ગ પૉલ ફૉન
હિન્ડનબર્ગ, પૉલ ફૉન (જ. 2 ઑક્ટોબર 1847, પોસન, પ્રશિયા; અ. 2 ઑગસ્ટ 1934, ન્યૂ ડેક, જર્મની) : રાજનીતિજ્ઞ અને જર્મન ફિલ્ડ માર્શલ. જર્મનીના વાઇમર રિપબ્લિક(1925–1934)નો બીજો પ્રમુખ. મધ્યમવર્ગીય કુટુંબનું સંતાન. પિતા પ્રશિયાના અધિકારી, 11 વર્ષની વયે લશ્કરની કામગીરીનું આકર્ષણ. 1866માં પ્રશિયન લશ્કર પ્રારંભિક અધિકારી, તે વેળા ઑસ્ટ્રો–હંગેરિયન યુદ્ધમાં અને 1870–1877માં…
વધુ વાંચો >હિરોહિટો
હિરોહિટો (જ. 29 એપ્રિલ 1901, ટોકિયો; અ. 7 જાન્યુઆરી 1989, ટોકિયો) : જાપાનના રાજા અને શાસક, તેમણે સતત 62 વર્ષ સુધી આ હોદ્દો ધરાવ્યો હતો. વિશ્વની એક સૌથી જૂની રાજાશાહીના પારિવારિક સભ્ય. તેઓ જાપાનના સૌપ્રથમ શાસક જિમ્મુના 124મા પરંપરાગત વારસદાર હતા. ટોકિયોના એઓયામા મહેલમાં જન્મેલા આ શાસકે ‘પીયર્સ’ શાળા અને…
વધુ વાંચો >હિંદુ મહાસભા
હિંદુ મહાસભા : હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે સ્થપાયેલું સંગઠન. હિંદુ મહાસભાનો ઉદભવ મુખ્યત્વે એક રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સંગઠન તરીકે, હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે થયો હતો. અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિથી 20મી સદીનો આરંભ થયો. મુસલમાનો અને ખ્રિસ્તી ચર્ચ પ્રત્યે સ્પષ્ટ પક્ષપાત અને હિંદુઓની અવગણના વધી. મજહબી…
વધુ વાંચો >હીથ એડવર્ડ
હીથ, એડવર્ડ (જ. 9 જુલાઈ 1916, બ્રૉડસ્ટેર્સ કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 17 જુલાઈ, 2005) : બ્રિટનના વડાપ્રધાન અને રાજનીતિજ્ઞ. સુથાર પિતાના પુત્ર. શાલેય અભ્યાસને અંતે શિષ્યવૃત્તિ મેળવીને ઑક્સફર્ડમાં પ્રવેશ મેળવેલો, ત્યાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ રૂઢિચુસ્ત પક્ષમાં રસ લેતા થયા. 1937માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કન્ઝર્વેટિવ ઍસોસિયેશનના પ્રમુખ બન્યા. તે સમયે નેવિલ ચેમ્બરલીન બ્રિટનના…
વધુ વાંચો >હુઆ-કુઓ ફેંગ
હુઆ-કુઓ ફેંગ (જ. 16 ફેબ્રુઆરી 1918, શાન્સી પ્રાંત, ચીન; અ. 20 ઑગસ્ટ 2008) : ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ. 1949માં ચીનનું ગૃહયુદ્ધ પૂરું થયું ત્યારે તેઓ શાન્સી પ્રાંતના સામ્યવાદી પક્ષના સ્થાનિક મંત્રી હતા. 1955માં તેઓ હુનાન પ્રાંતના સામ્યવાદી પક્ષના મંત્રી બન્યા. 1958-66 દરમિયાન તેઓ હુનાન પ્રાંતના રાજ્યપાલ બન્યા. 1966-69ના ચીનની સાંસ્કૃતિક…
વધુ વાંચો >હુકર રિચાર્ડ
હુકર, રિચાર્ડ (જ. ? માર્ચ 1554, હેવિત્રી, દેવન, ઇંગ્લૅન્ડ; અ. 2 નવેમ્બર 1600, બિશપસોબોર્ન, કેન્ટબરી નજીક) : ઇંગ્લૅન્ડના ચર્ચના પાદરી, ધર્મશાસ્ત્રી અને વિદ્વાન લેખક. ગરીબ પરિવારનું સંતાન હોવા છતાં અભ્યાસમાં આગળ વધ્યા. ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1579માં ત્યાં જ હિબ્રૂ ભાષાના ઉપપ્રાધ્યાપક…
વધુ વાંચો >હુ ચિંતાઓ
હુ ચિંતાઓ (જ. 1942, નિક્સી, અનહુઈ પ્રાંત, ચીન) : ચીન ગણરાજ્યના રાષ્ટ્રાધ્યક્ષ. સમગ્ર શિક્ષણ ચીનમાં. 1965માં હાઇડ્રૉઇલેક્ટ્રિક ઇજનેરીમાં પદવી પ્રાપ્ત કરી; પરંતુ તે પૂર્વે એક વર્ષ 1964માં તેમણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં સક્રિય કામકાજની શરૂઆત કરી હતી. દસ વર્ષ સુધી જલસંચાલન મંત્રાલયમાં સેવાઓ આપ્યા પછી 1980ના પૂર્વાર્ધમાં કમ્યુનિસ્ટ યૂથ લીગનું નેતૃત્વ…
વધુ વાંચો >હુજી
હુજી (હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી – બાંગ્લાદેશ, HUJAI – BD) : બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન. ભારતમાં છેલ્લાં થોડાંક વર્ષોથી સક્રિય બનેલું સંગઠન. આ કટ્ટર ઇસ્લામવાદી સંગઠન ભારતમાં અન્ય આતંકવાદી સંગઠનો સાથે તાલમેલ રાખી આતંકની પ્રવૃત્તિઓને અંજામ આપે છે. હુજીની ગતિવિધિઓ વધવા સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘અલ-કાયદા’ સાથે તે સક્રિય બની રહ્યું છે. 1984માં ફઝલુર…
વધુ વાંચો >હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ)
હુર્રીયત કૉન્ફરન્સ (ઑલ પાર્ટી હુર્રીયત કૉન્ફરન્સ) : સ્થાપના : 9 માર્ચ, 1993. જમ્મુ-કાશ્મીર રાજ્યનાં કુલ 26 રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનોથી રચાયેલી સંસ્થા. ભારતની સ્વતંત્રતાના કાળથી જ જમ્મુ-કાશ્મીર રાજ્ય વિવાદાસ્પદ બન્યું. તેને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો. ભૌગોલિક રીતે તેના વિસ્તારનો મોટો ભાગ ભારત સાથે જોડાયેલો છે, તેની બહુમતી…
વધુ વાંચો >હુલ્લડ
હુલ્લડ : અનિયંત્રિત ટોળાંઓ દ્વારા થતો ઉપદ્રવ. સશસ્ત્ર વિદ્રોહ એ તેનું ચિહન છે. રાજકીય સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિપ્લવ નામથી ઓળખાય છે. 1857નો બળવો સામાન્ય રીતે વિપ્લવ નામથી ઓળખાય છે. તેવી જ રીતે 1973–74ના વર્ષમાં ગુજરાતમાં નવનિર્માણના નામે જે ચળવળ થઈ ગઈ તે પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત તત્કાલીન રાજ્ય…
વધુ વાંચો >