રાજ્યશાસ્ત્ર
હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હચિંગ્ટન સેમ્યુઅલ
હચિંગ્ટન, સેમ્યુઅલ (જ. 18 એપ્રિલ 1927, ન્યૂયૉર્ક શહેર; અ. 24 ડિસેમ્બર 2008, માર્થાઝ વિનેયાર્ડ, મૅસેચૂસેટ્સ) : હાર્વર્ડ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક અને વિચારક. 18ની વયે તેઓ યેલ કૉલેજમાંથી સ્નાતક થયા. 1949થી 2007 સુધી તેમણે અવિરતપણે હાર્વર્ડમાં રાજ્યશાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કર્યું. અધ્યયન-અધ્યાપનની આ મુખ્ય કારકિર્દી સાથે હાર્વર્ડ યુનિવર્સિટીના ‘આલ્બર્ટ જે. વેધરહેડ સેન્ટર…
વધુ વાંચો >હઝારિકા ભૂપેન
હઝારિકા, ભૂપેન (જ. 8 ઑગસ્ટ 1926, સાદિયા, આસામ) : આસામના બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર અને વિધાનસભાના સભ્ય. ગુવાહાટીમાંથી ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ કરીને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1944માં તેઓ સ્નાતક અને 1946માં અનુસ્નાતક બન્યા. અનુસ્નાતક કક્ષાએ તેમના અભ્યાસનો મુખ્ય વિષય રાજ્યશાસ્ત્ર હતો. તે પછી અમેરિકા જઈ પાંચેક વર્ષ ત્યાં રોકાઈને કોલંબિયા…
વધુ વાંચો >હડતાળ (strike)
હડતાળ (strike) : માલિકો પાસેથી કામદારોએ ધારેલો લાભ પ્રાપ્ત કરવા માટે કામદારો દ્વારા પોતાની કામગીરીનો પુરવઠો આંશિક ઓછો અથવા પૂરેપૂરો બંધ કરવાનું સાધન. કામદાર/કર્મચારી અને માલિક વચ્ચેના સંબંધો આર્થિક સંબંધો છે. સંબંધો બાંધતા અને નિભાવતા માલિકનો હેતુ સામાન્યત: એ હોય છે કે કર્મચારીને ન્યૂનતમ વળતર આપીને મહત્તમ ઉત્પાદકતા મેળવવી, તેથી…
વધુ વાંચો >હનુમન્તૈયા કે.
હનુમન્તૈયા, કે. (જ. 1908, લક્કાપ્પનહલ્લી, જિ. બેંગલોર; અ. 1 ડિસેમ્બર 1980) : મૈસૂર રાજ્યના મુખ્ય પ્રધાન. પ્રમુખ, મૈસૂર પ્રદેશ કૉંગ્રેસ સમિતિ, ભારતની બંધારણ સભાના સભ્ય. હનુમન્તૈયા સાધારણ ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ 1930માં મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી સ્નાતક થયા અને 1932માં પુણેની લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમના જીવન પર…
વધુ વાંચો >હમાસ
હમાસ : પેલેસ્ટાઇનનું ત્રાસવાદી, ગેરીલા સંગઠન. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બે સાખ પડોશી દેશો છે. આ ભૂમિ મૂળ કોની તે અંગે બંને દેશો વચ્ચે સતત યુદ્ધ અને તંગદિલી પ્રવર્તે છે. આ અંગેનું મુખ્ય કારણ એ છે કે 1939માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે આ પેલેસ્ટાઇનના ભૂમિ-વિસ્તારમાંથી કેટલોક ભાગ અલગ તારવીને ત્યાં…
વધુ વાંચો >હમ્ફ્રી હુબર્ટ
હમ્ફ્રી, હુબર્ટ (જ. 27 મે 1911, વાલેસ સાઉથ, ડાકોટા; અ. 13 જાન્યુઆરી 1978) : અમેરિકાના 38મા ઉપપ્રમુખ (1965–1969). અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર અને ફાર્મસીના વિષયોનો અભ્યાસ કર્યો. 1944માં ડેમોક્રેટિક પક્ષના સંગઠક બન્યા. 1945માં મિન્યાપોલિસના નગરપતિ (મેયર) ચૂંટાયા. હુબર્ટ હમ્ફ્રી પક્ષમાં તેઓ ઉદારમતવાદી વલણો તરફી ઝોક ધરાવનાર નેતા તરીકે જાણીતા હતા.…
વધુ વાંચો >હલ કોડેલ
હલ, કોડેલ (જ. 2 ઑક્ટોબર 1871, ઓવરટન કાઉન્ટી, ટેનેસી; અ. 23 જુલાઈ 1955, બેથેસ્કા, મેરીલૅન્ડ) : રાજનીતિજ્ઞ, કાયદાના નિષ્ણાત, સૌથી લાંબા કાળ માટે અમેરિકાના ગૃહમંત્રી અને 1945ના શાંતિ માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. ગરીબ પરિવારના આ સંતાને પ્રારંભિક સંઘર્ષ સાથે વેરવિખેર રીતે શિક્ષણ મેળવ્યું. આ પ્રારંભિક જીવનમાં અસાધારણ રાજનીતિજ્ઞ બનવાની કોઈ તાલીમ…
વધુ વાંચો >હવાના ખતપત્ર
હવાના ખતપત્ર : 1948માં ક્યુબાના હવાના ખાતે ટેરિફ અને ટ્રેડ અંગેનું ખતપત્ર રજૂ થયું તે ઘટના. 1948–1994 અંગેનો બહુદેશીય કરાર આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન દ્વારા રજૂ થયો હતો. તે ‘ગૅટ’ (General Agreement on Tariffs and Trade – GATT) નામથી પણ જાણીતો છે. તેનો મુખ્ય આશય રાષ્ટ્રો વચ્ચેનો મુક્ત વ્યાપાર વધે તે…
વધુ વાંચો >