રાજ્યશાસ્ત્ર
વાંટા પદ્ધતિ
વાંટા પદ્ધતિ : ગુજરાતના સુલતાન અહમદશાહ પહેલા(1411’-42)એ રાજપૂત અને કોળી જમીનમાલિકોના વિરોધને શાંત પાડવા દાખલ કરેલી પદ્ધતિ. આ પદ્ધતિ અગાઉ અહમદશાહે જમીન પોતાને કબજે કરી લેવાનું શરૂ કર્યું, ત્યારે વારસાગત જમીન ધરાવનારા રાજપૂતો અને કોળીઓએ વિરોધ અને તોફાનો કર્યાં. એમણે ખાલસા ગામોના લોકોને પજવવા માંડ્યા. તેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ…
વધુ વાંચો >વિજયરાઘવાચારી, સી.
વિજયરાઘવાચારી, સી. (જ. 18 જૂન 1852, પોન વિલેઇન્ધ કાલાતુર, જિ. ચિંગલપુટ, તમિલનાડુ; અ. 19 એપ્રિલ 1944, સાલેમ) : 1920માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની નાગપુર બેઠકના અને 1931માં ઑલ ઇન્ડિયા હિંદુ મહાસભાની અકોલા બેઠકના પ્રમુખ. તેમનો જન્મ ધર્મચુસ્ત વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સદાગોપાચારી અને માતા કન્કાવલ્લી અમ્મલનાં બાર…
વધુ વાંચો >વિટો (નિષેધાધિકાર) (veto)
વિટો (નિષેધાધિકાર) (veto) : ખરડો, કાયદો, ઠરાવ કે નિર્ણય નામંજૂર કરવાનો હોદ્દાધારકનો અધિકાર. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘veto’ શબ્દ લૅટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે : ‘હું નિષેધ કરું છું.’ (I forbid.) આ જ પ્રમાણે ફ્રેન્ચ શબ્દ ‘vetare’ પરથી ‘veto’ શબ્દ ઊતરી આવ્યો છે. ‘vetare’નો અર્થ પણ ‘નિષેધ…
વધુ વાંચો >વિઠ્ઠલ, એન.
વિઠ્ઠલ, એન. (જ. 31 જાન્યુઆરી 1938, તીરુવનંતપુરમ) : ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી અને જાહેર વહીવટના નિષ્ણાત. પ્રારંભે વિજ્ઞાનની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી રસાયણશાસ્ત્ર વિષય સાથે તેઓ સ્નાતક બન્યા. જમાલ મહમદ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ટૂંકી કામગીરી બજાવી, 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. સનદી સેવાની ગુજરાત કૅડરમાં તેમણે વિવિધ હોદ્દાઓ શોભાવ્યા. 1962-63માં…
વધુ વાંચો >વિદેશનીતિ
વિદેશનીતિ વિશ્વમાં રાજકીય ક્ષેત્રે કાનૂની રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ એવાં અનેક રાજ્યો નજરે પડે છે જે વધતા ઓછા પ્રમાણમાં રાષ્ટ્રરાજ્યો છે. આ રાજ્યોને કર્તા કે અદાકાર (actors) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કર્તાઓના વર્તનનો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે. રાજ્ય સિવાય બીજા બિનરાજ્યકર્તાઓ પણ હોઈ શકે અને તેમના…
વધુ વાંચો >વિધાન-પરિષદ
વિધાન–પરિષદ : રાજ્યની ધારાસભાનું પરોક્ષ રીતે ચૂંટાતું ઉપલું ગૃહ. વિધાન-પરિષદની રચના રાજ્યો માટે ઐચ્છિક હોવાથી બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનાં મળીને કુલ છ રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. આ પ્રત્યેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન-પરિષદ એમ બે ધારાગૃહો અસ્તિત્વ ધરાવે છે. વિધાન-પરિષદની રચના અંગે બંધારણીય જોગવાઈ એવી…
વધુ વાંચો >વિધાનસભા
વિધાનસભા : ભારતમાં રાજ્યની ધારાસભાનું પ્રજા દ્વારા ચૂંટાતું નીચલું ગૃહ. ભારતના બંધારણમાં ‘સંઘ’ શબ્દપ્રયોગ દ્વારા સમવાયતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આથી રાજ્યો સ્વતંત્ર અને સ્વાયત્ત એકમ સરકારો તરીકે કાર્ય કરે છે. સમવાયતંત્રનાં ઘટક રાજ્યો તરીકે પ્રત્યેક એકમ રાજ્યની સરકાર ધારાસભા ધરાવે છે. રાજ્યોની ધારાસભા તેની ઇચ્છાનુસાર એકગૃહી કે દ્વિગૃહી હોઈ…
વધુ વાંચો >વિયેટ મિન્હ
વિયેટ મિન્હ : વિયેટનામની સ્વતંત્રતા માટેનું સક્રિય સંગઠન. 1941માં ફ્રાંસના આધિપત્ય તળેથી વિયેટનામને સ્વતંત્ર કરવા માટે હો ચિ મિન્હના નેતૃત્વ હેઠળ વિયેટ મિન્હની સ્થાપના કરવામાં આવી. હો ચિ મિન્હ પોતે સામ્યવાદી વિચારસરણી ધરાવતા હોવા છતાં વિયેટનામની આઝાદીના ધ્યેય ખાતર તેમણે વિયેટ મિન્હમાં રાષ્ટ્રવાદી પરિબળો, ખેડૂતો, કામદારો અને લશ્કરના સૈનિકોને પણ…
વધુ વાંચો >વિરોધપક્ષ
વિરોધપક્ષ : સંસદીય લોકશાહી રાજ્ય વ્યવસ્થા ધરાવતા દેશોમાં સંસદના નીચલા ગૃહમાં બહુમતી પક્ષ પછી સ્થાન મેળવનાર રાજકીય પક્ષ. સંસદીય લોકશાહીમાં સામાન્ય ચૂંટણીને અંતે બહુમતી મેળવનાર પક્ષ સરકારની રચના કરે છે; જ્યારે તેની પછી બીજો ક્રમાંક મેળવનાર અથવા બહુમતી પછી વધુમાં વધુ બેઠકો મેળવનાર રાજકીય પક્ષ નીચલા ગૃહમાં વિરોધપક્ષનું સ્થાન ધારણ…
વધુ વાંચો >વિલ્કી, વેન્ડેલ
વિલ્કી, વેન્ડેલ (જ. 18 ફેબ્રુઆરી 1892, એલ્વુડ, ઇન્ડિયાના અમેરિકા; અ. 8 ઑક્ટોબર 1944, ન્યૂયૉર્ક શહેર) : 1940માં અમેરિકાના પ્રમુખપદ માટે રિપબ્લિકન પક્ષના નિષ્ફળ ઉમેદવાર અને એફ. ડી. રુઝવેલ્ટના પ્રતિસ્પર્ધી. તેમના પિતા વકીલ હતા. સ્નાતક થયા બાદ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી 1916માં તેઓ કાયદાના સ્નાતક બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધ (191418) દરમિયાન થોડા સમય માટે…
વધુ વાંચો >