રસાયણશાસ્ત્ર

લેહને, ઝાં-મારી (Lehn, Jean-Marie)

લેહને, ઝાં-મારી (Lehn, Jean-Marie) (જ. 30 સપ્ટેમ્બર 1939, રોસહીમ, ફ્રાન્સ) : જીવંત સજીવોમાંના અણુઓનાં જીવનાવદૃશ્યક રાસાયણિક અને જૈવિક કાર્યોની નકલ કરતા અણુઓનું પ્રયોગશાળામાં સંશ્લેષણ કરનાર અને 1987ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અન્ય બે હતા  ડૉનાલ્ડ જેમ્સ ક્રૅમ અને ચાર્લ્સ જૉન પેડરસન. લેહને સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી 1960માં સ્નાતકની તથા…

વધુ વાંચો >

લૅંગમ્યૂર, અરવિંગ

લૅંગમ્યૂર, અરવિંગ (જ. 31 જાન્યુઆરી 1881, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 16 ઑગસ્ટ 1957, ફાલ્માઉથ, મૅસેચૂસેટ્સ) : યુ.એસ.ના રસાયણવિદ અને 1932ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કાર વિજેતા. કુટુંબના ચાર પુત્રો પૈકીના ત્રીજા અરવિંગ છ વર્ષની નાની વયથી જ તેમના મોટા ભાઈ આર્થરના રાસાયણિક પદાર્થો ઉપરના પ્રયોગો તરફ આકર્ષાયેલા. અરવિંગની 13 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

લોડસ્ટોન (Loadstone)

લોડસ્ટોન (Loadstone) : ચુંબકીય ગુણધર્મધારક કાળા રંગનો સખત પાષાણ. વાસ્તવમાં તે મૅગ્નેટાઇટ(Fe3O4)થી બનેલું ખનિજ છે. એક દંતકથા મુજબ, આ લોડસ્ટોન એશિયા માઇનર(હવે ટર્કી)ના એક ભરવાડે શોધ્યો હોવાનું કહેવાય છે. તેનાં પગરખાં નીચેના લોખંડના ખીલા અને તેની લાકડીના છેડે પહેરાવેલી લોખંડની ટોપી, જ્યારે તે આવા પથ્થરો પરથી પસાર થતો ત્યારે જડાઈ…

વધુ વાંચો >

લૉરેન્સિયમ

લૉરેન્સિયમ : કૃત્રિમ રીતે સંશ્ર્લેષિત કરવામાં આવેલ વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Lr. ફેબ્રુઆરી 1961માં બર્કલી(કૅલિફૉર્નિયા)માં આવેલી લૉરેન્સ રેડિયેશન લૅબોરેટરીમાં હેવી આયન લિનિયર ઍક્સિલરેટર (HILAC) વાપરી આલ્બર્ટ ઘિયૉર્સો, ટૉર્બજૉર્ન સિક્કલૅન્ડ, આલ્મન ઈ. લાર્શ અને રૉબર્ટ એમ. લાટિમરે આ તત્વની શોધ કરી હતી. તેમણે કૅલિફૉર્નિયમ તત્વ(પરમાણુક્રમાંક 98)ના સમસ્થાનિકો 249, 250, 251 અને…

વધુ વાંચો >

લ્યૂટેશિયમ

લ્યૂટેશિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા (અગાઉના III A) સમૂહમાં આવેલ લૅન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાતાં તત્વો પૈકીનું છેલ્લું ધાત્વિક તત્વ. સંજ્ઞા Lu. 1907માં જી. ઉર્બેઇને યટર્બિયા (ytterbia) નામના પદાર્થમાંથી બે અંશો (fractions) અલગ પાડ્યા અને તેમને લ્યૂટેશિયા (lutecia) અને નિયોયટર્બિયા નામ આપ્યાં. આ જ સમયે સી. એફ. એ. વૉન વેલ્સબાખે પણ…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (ખનિજ)

લ્યૂસાઇટ (ખનિજ) : ફેલ્સ્પેથૉઇડ વર્ગનું ખનિજ. ટેક્ટોસિલિકેટ. રાસા.  બં. : KAlSi2O6 અથવા K2O · Al2O3 · 4SiO2 સ્ફ. વ.: ક્યૂબિક (સૂડોક્યૂબિક). નીચા તાપમાને તૈયાર થતું લ્યૂસાઇટ ટેટ્રાગોનલ વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે, પરંતુ આવા સ્ફટિકો 625° સે. સુધી ગરમ થતાં તેમાં ક્રમિક ફેરફાર થતો જઈને ક્યૂબિક વર્ગની સમતામાં ફેરવાય છે. સ્ફ.…

વધુ વાંચો >

લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર)

લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર) : ખૂબ ઊંચા અણુભારવાળો સંશ્લેષિત કાર્બનિક બહુલક. તેનાં અન્ય વ્યાપારી છાપ (trade mark) ધરાવતાં નામો પરસ્પેક્સ (perspex) તથા પ્લેક્સિગ્લાસ (plexiglas) છે. રાસાયણિક દૃષ્ટિએ તે પૉલિમિથાઇલ મિથાક્રિલેટ ઍસ્ટર નામના એકલક(monomer)ની લાંબી શૃંખલા(long chain)માં બહુલકીકરણ પ્રવિધિ કરતાં તે મળે છે. આ પ્રવિધિ ઊંચા તાપમાને કે પ્રકાશની હાજરીમાં યોગ્ય ઉદ્દીપકની ઉપસ્થિતિમાં…

વધુ વાંચો >

વનસ્પતિજ વર્ણકો (plant pigments)

વનસ્પતિજ વર્ણકો (plant pigments) : જીવંત છોડવાં દ્વારા ઉત્પન્ન કરાતા કુદરતી કાર્બનિક રંગકારકો (colourants). આમાંના કેટલાક પ્રાણીઓમાં પણ મળી આવે છે. કેટલાંક કેરૉટિનોઇડ સંયોજનો (પર્ણપાતિકાભો, carotenoids) વનસ્પતિજ તથા પ્રાણીજ – એમ બંને સ્રોત દ્વારા મળે છે. વનસ્પતિમાં કેરૉટિનોઇડો એસ્ટર કે પ્રોટીન-સંકીર્ણો રૂપે કલિલીય અવસ્થામાં મળે છે. જ્યારે પ્રાણીઓમાં તે ચરબીમાં…

વધુ વાંચો >

વર્ણક-સમુચ્ચય

વર્ણક-સમુચ્ચય : સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસ માટે મહત્વનાં પદ્યાનુકારી ગદ્ય-વર્ણકોનો સંગ્રહ. રચના 15માથી 18મા શતકમાં. હસ્તપ્રતો અમદાવાદ-વડોદરાના વિવિધ સંગ્રહોમાં છે. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા સંપાદિત મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા દ્વારા પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલાના ગ્રન્થ 4 રૂપે પ્રકાશિત, 1956. ડૉ. સાંડેસરા તથા ડૉ. રમણલાલ ના. મહેતાએ કરેલ સાંસ્કૃતિક અધ્યયન ભાગ 2…

વધુ વાંચો >

વર્ણકો (pigments)

વર્ણકો (pigments) સામાન્ય રીતે પૃષ્ઠ-વિલેપન (surface coating) માટે વપરાતા રંગીન, કાર્બનિક અથવા અકાર્બનિક, જળ-અદ્રાવ્ય પદાર્થો. ઉદ્યોગમાં તેઓ શાહી (ink), પ્લાસ્ટિક, રબર, ચિનાઈ માટી(કામ)-ઉદ્યોગ, કાગળ તેમજ લિનોલિયમને રંગીન બનાવવા માટે વપરાય છે. સામાન્ય રીતે વર્ણકો પેઇન્ટમાં રંગ, ચળકાટ અને અપારદર્શકતા લાવવા તથા ધાત્વીય દેખાવનો ઉઠાવ આપવા માટે ઉમેરાય છે. આ ઉપરાંત…

વધુ વાંચો >