રસાયણશાસ્ત્ર
સિલ્વર નાઇટ્રેટ
સિલ્વર નાઇટ્રેટ : સિલ્વરનું સૌથી વધુ અગત્યનું સંયોજન અને રાસાયણિક પ્રક્રિયક. રાસાયણિક સૂત્ર : AgNO3. સિલ્વરને મંદ નાઇટ્રિક ઍસિડ(HNO3)માં ઓગાળી દ્રાવણને સંકેન્દ્રિત કરતાં સિલ્વર નાઇટ્રેટના સ્ફટિક મળે છે. 3Ag + 4HNO3 → 3AgNO3 + NO↑+ 2H2O જો સિલ્વરમાં તાંબા(કૉપર)ની અશુદ્ધિ હોય તો અવશેષને આછા રક્તતપ્ત (dull red-heat) તાપમાન સુધી ગરમ…
વધુ વાંચો >સિંજ રિચાર્ડ લૉરેન્સ મિલિંગ્ટન
સિંજ, રિચાર્ડ લૉરેન્સ મિલિંગ્ટન (જ. 28 ઑક્ટોબર 1914, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 18 ઑગસ્ટ 1994, નૉર્વિક, નૉર્ફોક) : બ્રિટિશ જૈવરસાયણવિદ અને 1952ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના માર્ટિનના સહવિજેતા. સિંજ 1928માં વિન્ચેસ્ટર કૉલેજ, કેમ્બ્રિજમાં જોડાયા અને ત્રણ વર્ષ સુધી પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1933માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની…
વધુ વાંચો >સિંદૂર
સિંદૂર : સીસા(લેડ)નો ચળકતા લાલ રંગનો પાઉડરરૂપ ઑક્સાઇડ. તે રેડ લેડ, લેડ ટેટ્રૉક્સાઇડ, મિનિયમ (minium) તેમજ ડાઇલેડ (II) લેડ (IV) ઑક્સાઇડ તરીકે પણ ઓળખાય છે. લિથાર્જ (litharge)[લેડ (II) ઑક્સાઇડ(PbO)]ને પરાવર્તની (reverberatory) ભઠ્ઠીમાં હવાના પ્રવાહમાં 450°થી 500° સે. તાપમાને ગરમ કરીને તે બનાવવામાં આવે છે. તેનો એક અસામાન્ય ગુણ એ છે…
વધુ વાંચો >સી.એમ.સી. (carboxymethyl cellulose CMC)
સી.એમ.સી. (carboxymethyl cellulose, CMC) : સેલ્યુલૉઝના સોડિયમ વ્યુત્પન્ન(derivative)ની સોડિયમ ક્લોરોએસિટેટ સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજ. CMC અર્ધસંશ્લેષિત, જળદ્રાવ્ય બહુલક છે. તે શુષ્ક હોય ત્યારે સફેદ પાઉડર રૂપે હોય છે. તેનો સોડિયમ ક્ષાર જળદ્રાવ્ય હોવાથી પ્રક્ષાલક તરીકે, છિદ્રપૂરક દ્રવ્ય (sizing) તરીકે તથા પ્રલેપ, આસંજક તેમજ ખાદ્યાન્નોમાં પાયસીકારક તરીકે વપરાય છે. ઔષધીય…
વધુ વાંચો >સી.ઓ.ડી. (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ)
સી.ઓ.ડી. (કેમિકલ ઑક્સિજન ડિમાન્ડ) : મલિન જળમાં રહેલા સકાર્બનિક અને અકાર્બનિક પદાર્થોના સંપૂર્ણ ઉપચયન માટે જરૂરી ઑક્સિજન-પ્રમાણ. મલિન જળમાં અનેક પ્રકારની અશુદ્ધિઓ રહેલી હોય છે. તેમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો તથા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. તેથી આવા મલિન જળનો કોઈ પણ પ્રકારની માવજત વિના નિકાલ કરવામાં આવે તો વાતાવરણ…
વધુ વાંચો >સીઝિયમ (Caesium)
સીઝિયમ (Caesium) : આવર્તક કોષ્ટકના પહેલા (અગાઉના IA) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુ-તત્ત્વ. સંજ્ઞા Cs. ક્રૂઝનેખ અને દુર્ખીમના ઝરામાંના ખનિજદ્રવ્યયુક્ત પાણીના બાષ્પીભવનથી મળતા અવશેષના વર્ણપટને તપાસતાં બુન્સેન અને કિરચોફે 1860માં તેને શોધી કાઢ્યું હતું. વર્ણપટમાંની સૌથી પ્રભાવી (prominent) રેખાના વાદળી રંગ માટેના લૅટિન શબ્દ caesius (sky blue) પરથી તેને આ નામ…
વધુ વાંચો >સીબૉર્ગ ગ્લેન થિયૉડૉર
સીબૉર્ગ, ગ્લેન થિયૉડૉર [જ. 1912, ઇસ્પેમિંગ (Ishpeming), મિશિગન, યુ.એસ.] : પ્લૂટોનિયમ અને શ્રેણીબદ્ધ ટ્રાન્સયુરેનિયમ તત્ત્વોની શોધ માટે ખ્યાતનામ અમેરિકન રસાયણવિદ. યુરેનિયમનો પરમાણુક્રમાંક 92 છે. ટ્રાન્સયુરેનિયમ તત્ત્વો રેડિયોઍક્ટિવ છે તેમજ યુરેનિયમથી ભારે છે. સીબૉર્ગે અને તેમના સહકાર્યકર એડવિન મેકમિલને પ્લૂટોનિયમ તત્ત્વ છૂટું પાડ્યું તે બદલ બંનેને 1951ની સાલનું રસાયણવિજ્ઞાનનું નૉબેલ પારિતોષિક…
વધુ વાંચો >સીબૉર્ગિયમ
સીબૉર્ગિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં સમાવિષ્ટ અનુઍક્ટિનાઇડ (transactinide) શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્ત્વ. સંજ્ઞા Sg. પરમાણુક્રમાંક 106. ઇન્ટરનૅશનલ યુનિયન ઑવ્ પ્યૉર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી(IUPAC)એ 1994માં તત્ત્વ-106ને રૂથરફૉર્ડિયમ (સંજ્ઞા, Rf) નામ આપ્યું હતું, પણ અમેરિકન કેમિકલ યુનિયને તેને સીબૉર્ગિયમ તરીકે ઓળખવાનું પસંદ કરેલું. અંતે 1997માં સમાધાન રૂપે IUPAC દ્વારા તત્ત્વ-106 માટે…
વધુ વાંચો >સીરિયમ (cerium)
સીરિયમ (cerium) : આવર્તક કોષ્ટકમાં 3જા (અગાઉના IIIA) સમૂહમાં સમાવિષ્ટ એવાં લેન્થેનૉઇડ્સ (lanthanoids) અથવા લેન્થેનાઇડ તત્ત્વો [અથવા વિરલ મૃદા (rare earth) ધાતુઓ] પૈકીનું એક રાસાયણિક તત્વ. 1791માં સ્વીડિશ ખનિજ-વૈજ્ઞાનિક (mineralogist) ક્રૉનસ્ટેટે શોધેલ એક ભારે ખનિજમાંથી 1803માં જર્મનીના એમ. એચ. ક્લેપ્રોથે અને તેમનાથી સ્વતંત્ર રીતે સ્વીડનના જે. જે. બર્ઝેલિયસ અને વિલ્હેમ…
વધુ વાંચો >