રવીન્દ્ર વસાવડા

કલન

કલન : ચામ સંસ્કૃતિનાં મંદિરોના સ્થાપત્યના સ્તંભો. પ્રણાલીગત શૈલીમાં આ મંદિરો ત્રણના સમૂહમાં બાંધવામાં આવતાં. તેમાં મુખ્ય મંદિર વચ્ચે અને આજુબાજુ બીજાં બે નાનાં મંદિરો બંધાતાં. આ મંદિરો ચતુષ્કોણ ઓટલા પર બંધાતાં અને તેની નજીકના કલન તરીકે ઓળખાતા સ્તંભો. ભારતીય મંદિરપ્રણાલીનાં શિખરોની સરખામણીમાં આ શૈલીનાં મુખ્ય અંગ ગણાતા; પરંતુ મંદિરોથી…

વધુ વાંચો >

કુતુબ મસ્જિદ

કુતુબ મસ્જિદ : ગુલામવંશની સ્થાપના પછીનું મુસ્લિમ પ્રણાલીનું પહેલું અગત્યનું સ્થાપત્ય. કુતુબુદ્દીન ઐબકે તેનું બાંધકામ કરાવ્યું હતું. આ મસ્જિદમાં ઉત્તરોત્તર સુધારાવધારા થતા રહેલ. તેથી લગભગ 1200 અને 1206 સુધી તે ઇમારત બંધાતી રહેલી. પ્રથમ તબક્કામાં તત્કાલીન હિંદુ કિલ્લાની અંદરના તથા આસપાસનાં મંદિરોના ભાગોનો ઉપયોગ કરી મસ્જિદનું આયોજન થયેલું. આ પ્રમાણે…

વધુ વાંચો >

કુમ્ભપંચારમ્

કુમ્ભપંચારમ્ : દક્ષિણ ભારતનાં મંદિરોના સ્થાપત્યમાં ઉપયોગમાં લેવાયેલા વિશિષ્ટ સ્તંભો. અત્યંત કૌશલપૂર્ણ શિલ્પ-સ્થાપત્યના મિશ્ર સ્વરૂપે તેમની રચના કરવામાં આવતી. આ રચનાઓ દ્વારા ઘણી વખત દાતાઓનાં શિલ્પ અને ઘણી વખત પ્રાણીઓનાં આકૃતિ દર્શાવતાં શિલ્પોનું સ્તંભની સાથે આયોજન કરીને આધાર આપતા ઇમારતી ભાગને વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવતું. આ જાતના સ્તંભોને કુમ્ભપંચારમ્ કહેવામાં…

વધુ વાંચો >

કુષક મહેલ

કુષક મહેલ : ચંદેરી(ગ્વાલિયર નજીક)ના ફતાહ્બાદમાં ઈ.સ. 1445માં માલવાના મુહમ્મદ શાહ પ્રથમે બંધાવેલ મહેલ. આ ઇમારત સૌથી અગત્યની ગણાય છે. તે સાત મજલાની ઇમારતના અત્યારે ચાર જ મજલા હયાત છે. આ ઇમારત 35.006 મી. સમચોરસ આધાર પર રચાયેલ છે. ચારે બાજુ પર અંદર દાખલ થવા માટેનાં પ્રવેશદ્વાર હતાં. આ રીતે…

વધુ વાંચો >

કોઠાર

કોઠાર : (સં. कोष्ठागार). આવાસ કે કિલ્લામાં જીવનોપયોગી સાધનસામગ્રી, ખાસ કરીને ખોરાક માટેની સામગ્રીના સંગ્રહ માટેનો ઓરડો. રાજધાનીથી માંડીને ઘરની અંદર આવેલ અનાજ ભરવાના કોઠા સુધી દરેક કોઠારના આયોજન પ્રત્યે સમાન સભાનતા અને ઉદ્દેશ જોવા મળે છે. કોઠારનો પ્રકાર અને તેનું આયોજન કૌટુંબિક સમૃદ્ધિ, રહેણીકરણી તથા કુટુંબના વિસ્તાર પર આધાર…

વધુ વાંચો >

કૉલોનેડ

કૉલોનેડ : પાશ્ચાત્ય સ્થાપત્ય અનુસાર મકાનની આગળ અથવા ચારે બાજુ સ્તંભોની હારમાળાથી બંધાયેલ અંતરાલ. શાસ્ત્રીય નિયમો પ્રમાણે, દેવળોના સ્થાપત્યમાં આવા કૉલોનેડની રચના માટે કેટલાંક નિશ્ચિત ધોરણ હતાં. જેમ કે કૉલોનેડમાં સ્તંભોની સંખ્યા હંમેશાં બેકી રહે અને તેની વચ્ચેના ગાળા એકી સંખ્યામાં રહે. ગ્રીક દેવળોમાં કૉલોનેડની રચના પ્રમાણે દેવળોનું વર્ગીકરણ થતું.…

વધુ વાંચો >

ક્રાઉન હૉલ આઈ. આઈ. ટી.

ક્રાઉન હૉલ, આઈ. આઈ. ટી. : શિકાગો[ઇલિનૉઇસ]માં સ્થપતિ લુદવિક મિઝ વાન ડર રોહે બાંધેલી સ્થાપત્યશાળા. આધુનિક સ્થાપત્યના વિકાસની ર્દષ્ટિએ ક્રાઉન હૉલ નમૂનેદાર ઉદાહરણ ગણાય છે. સ્થાપત્ય માટેની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ મુક્ત વાતાવરણ માટે આ મકાનનું વિશાળ માળખું ઊભું કરાયેલ, જેમાં જગ્યા અવિભાજિત છે. તેનું આંતરિક આયોજન જરૂર પ્રમાણે બદલી…

વધુ વાંચો >

ક્રિસ્ટલ પૅલેસ, લંડન

ક્રિસ્ટલ પૅલેસ, લંડન : ઇંગ્લૅન્ડના હાઈ વિક્ટોરિયન સમયની સૌથી અગત્યની ઇમારત. 1850–51 દરમિયાન બંધાયેલ આ મકાનનું આયોજન જૉસેફ પાકસ્ટન નામના સ્થપતિએ કરેલું. સૌપ્રથમ આ મકાન લંડનના હાઇડ પાર્કમાં 1851ના મહાન પ્રદર્શન માટે બંધાયેલ. ત્યાર બાદ 1852-54 દરમિયાન તે સિડનહામમાં ખસેડાયેલ અને 1936માં તે આગમાં નાશ પામેલ. 1849માં મહાન પ્રદર્શનનો નિર્ણય…

વધુ વાંચો >

ખાન અલ્-વઝીર

ખાન અલ્-વઝીર : એલેપ્પો(સીરિયા)માં આવેલી ઑટોમન સ્થાપત્ય(લગભગ સત્તરમી સદીના મધ્યકાળ)ના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પ્રખ્યાત ઇમારત. ખાન (Khans) તરીકે ઓળખાતી આ ઇમારતો પટાંગણની આજુબાજુમાં પથરાયેલ તથા વચ્ચે એક ઘુમ્મટવાળી મસ્જિદરૂપ હોય છે. ખાસ કરીને અત્યંત પ્રભાવશાળી પ્રવેશદ્વાર – દરવાજો અને તેની અંદર ઑફિસ, રહેવાની સગવડ અને બીજી જરૂરિયાતોની વ્યવસ્થા હોય છે.…

વધુ વાંચો >

ગાર્ન્યે, શાર્લ

ગાર્ન્યે, શાર્લ (જ. 6 નવેમ્બર 1825, પૅરિસ; અ. 3 ઑગસ્ટ 1898, પૅરિસ) : ફ્રાન્સના વિખ્યાત સ્થપતિ. 1861માં પૅરિસના વિશ્વવિખ્યાત ઑપેરા હાઉસના આયોજનની હરીફાઈમાં વિજેતા થયેલ અને 1873માં તેનું બાંધકામ પૂરું થયેલું. ફ્રાન્સ જેવા સેકન્ડ એમ્પાયરને અનુરૂપ આ બેનમૂન આયોજન હતું; તેનું બાહ્ય શ્ય અતિઅલંકૃત (baroque) સ્થાપત્યશૈલીનું હતું. વિશાળ પગથિયાં દ્વારા…

વધુ વાંચો >