ખાન અલ્-વઝીર : એલેપ્પો(સીરિયા)માં આવેલી ઑટોમન સ્થાપત્ય(લગભગ સત્તરમી સદીના મધ્યકાળ)ના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે પ્રખ્યાત ઇમારત.

ખાન (Khans) તરીકે ઓળખાતી આ ઇમારતો પટાંગણની આજુબાજુમાં પથરાયેલ તથા વચ્ચે એક ઘુમ્મટવાળી મસ્જિદરૂપ હોય છે. ખાસ કરીને અત્યંત પ્રભાવશાળી પ્રવેશદ્વાર – દરવાજો અને તેની અંદર ઑફિસ, રહેવાની સગવડ અને બીજી જરૂરિયાતોની વ્યવસ્થા હોય છે. ખાન વ્યાપારી શહેર માટેની એક અગત્યની ઇમારત ગણાતી. એક શહેરમાં ઘણી જગ્યાઓએ આવી ખાન બાંધવામાં આવતી.

રવીન્દ્ર વસાવડા