રમતગમત

ક્લૉડિયસ, લેસ્લી

ક્લૉડિયસ, લેસ્લી (જ. 25 માર્ચ 1927, બિલાસપુર) : સતત ચાર ઑલિમ્પિક સ્પર્ધામાં (1948-60) ભાગ લેનારા ભારતીય હૉકી ટીમના રાઇટ-હાફ ખેલાડી. બિલાસપુરની રેલવે સ્કૂલમાં જુનિયર કેમ્બ્રિજ સુધી અભ્યાસ. 1946માં 19 વર્ષની વયે બી. એન. રેલવેની હૉકી ટીમના સેન્ટર-હાફ ખેલાડી ઈજાગ્રસ્ત થતાં લેસ્લી ક્લૉડિયસને તક મળી અને પહેલી વાર બ્રાઇટન કપ ફાઇનલ…

વધુ વાંચો >

ખટાઉ, ટિંગુ

ખટાઉ, ટિંગુ : ભારતના વિક્રમસર્જક તરણવીર. બાળપણમાં ‘ટિંગુ’ના હુલામણા નામે જાણીતા ડી. ડી. ખટાઉના પગમાં ખામી જણાતાં તબીબોએ તરવાની કસરત કરવાની સલાહ આપી. પરિણામે 3 વર્ષની ઉંમરથી ટિંગુનો નાતો તરણ સાથે જોડાયો. મહારાષ્ટ્ર રાજ્યની અને મુંબઈ યુનિવર્સિટીની ચાર વર્ષ સુધી ચૅમ્પિયનશિપ મેળવી. 1967માં રાષ્ટ્રીય સ્પર્ધામાં તરણના ત્રણ વિભાગમાં તેણે નવા…

વધુ વાંચો >

ખન્ના, દિનેશ

ખન્ના, દિનેશ ( જ. 4 જાન્યુઆરી 1943, ગુરદાસપુર, પંજાબ) : બૅડમિન્ટનના ભારતના અર્જુન ઍવૉર્ડવિજેતા. જન્મ પંજાબમાં. શિક્ષણ ચંડીગઢમાં. બી.એસસી. થયા બાદ એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ગમાં પાસ થઈને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જોડાયા. 1956માં સૌપ્રથમ જુનિયર નૅશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં રમ્યા અને તે વખતે તેમની ટીમ રાષ્ટ્રીય વિજેતા બની. 1962માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ટીમ તરફથી મલયેશિયામાં…

વધુ વાંચો >

ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા)

ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા) (જ. 25 ઑગસ્ટ 1972, ધિરાણા, હિમાચલ પ્રદેશ) : ભારતના કુસ્તીબાજ. તે હિમાચલ પ્રદેશના ધિરાણા ગામના વતની છે. માતા-પિતા અને સાત ભાઈબહેનોનો પરિવાર. કુટુંબના સભ્યો મજૂરી કરીને ભરણપોષણ કરતા. બે ટંક ખાવાના પણ સાંસા. બે ઓરડાના મકાનમાં નવ જણનો સમાવેશ કરવો પડતો. શિક્ષણ નહિવત્, પણ ખલીની…

વધુ વાંચો >

ખાડિલકર, રોહિણી નીલકંઠ

ખાડિલકર, રોહિણી નીલકંઠ (જ. 1 એપ્રિલ 1963, મુંબઈ) : ચેસની રમતમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવનારાં ભારતનાં મહિલા ખેલાડી. ભારતનાં મહિલા ચેસ-ખેલાડીઓમાં ખાડિલકર બહેનો – વાસંતી, જયશ્રી અને રોહિણી-નું મહત્વનું યોગદાન રહ્યું છે. આ બહેનોને એમના પિતા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. સહુથી નાની રોહિણીએ 11 વર્ષની વયે મુંબઈમાં રમાયેલી પેટીટ ટુર્નામેન્ટમાં ભાગ…

વધુ વાંચો >

ખેલકૂદ

ખેલકૂદ : શારીરિક તથા માનસિક સ્ફૂર્તિ માટેની જન્મજાત પ્રવૃત્તિ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઊતરી આવેલા ‘ખેલકૂદ’ શબ્દનો વિશાળ અર્થ થાય છે રમતગમત અથવા શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. સજીવ સૃષ્ટિમાં રમતગમત યા ખેલકૂદપ્રવૃત્તિ સર્વત્ર જોવામાં આવે છે. પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરે છે અને ગાય…

વધુ વાંચો >

ખોખો

ખોખો : મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં અત્યંત પ્રચલિત જૂની રાષ્ટ્રીય રમત. ચપળતા અને ઝડપી દોડ પર રચાયેલી આ પીછો પકડવાની (chasing) રમત આરોગ્ય અને સહનશક્તિવર્ધક તથા બિનખર્ચાળ હોવા ઉપરાંત ઓછી જગામાં રમી શકાય તેવી છે. ખોખોનું મેદાન 34 મીટર લાંબું અને 16 મીટર પહોળું હોય છે અને તેમાં બંને છેડે…

વધુ વાંચો >

ગામા

ગામા (જ. 22 મે 1878, દતિયા, મધ્યપ્રદેશ; અ. 23 મે 196૦, લાહોર, પાકિસ્તાન) : અવિભાજિત ભારતના વિશ્વમશહૂર કુસ્તીબાજ. મૂળ નામ ગુલામ મહંમદ. કુસ્તીમાં દંતકથારૂપ બની ગયેલા પહેલવાન ગામા વિશ્વવિજેતા પદ મેળવનાર સર્વપ્રથમ ભારતીય છે તેમજ વિશ્વવિજેતા તરીકે અપરાજિત રહેનાર એકમાત્ર કુસ્તીબાજ છે. પોતાના જીવનકાળ દરમિયાન 12૦૦થી પણ વધુ કુસ્તીમાં તે…

વધુ વાંચો >

ગાયકવાડ, અંશુમાન

ગાયકવાડ, અંશુમાન (જ. 23 સપ્ટેમ્બર, 1952, મુંબઈ) : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ જમણેરી ઓપનિંગ બૅટ્સમૅન અને ભારતના પૂર્વ સુકાની દત્તાજી ગાયકવાડના પુત્ર. 1964–7૦માં વડોદરા તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ગોલંદાજ તરીકે પ્રારંભ કર્યો. 23 વર્ષની કારકિર્દીમાં 18 વર્ષ સુધી વડોદરાની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે રહ્યા. 1975–76માં ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટપ્રવેશ મેળવ્યો.…

વધુ વાંચો >

ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ

ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ (જ. 27 ઑક્ટોબર 1928, વડોદરા) : ભારતીય ક્રિકેટના જમણેરી બૅટ્સમૅન, જમણેરી ગોલંદાજ, ચપળ ફીલ્ડર અને ભારતીય ટીમના પૂર્વ સુકાની. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1947–48માં વડોદરા તરફથી કાઠિયાવાડ સામે રમીને પ્રથમ કક્ષાની મૅચોમાં પ્રવેશ મેળવ્યો. કુલ 11 ટેસ્ટ મૅચો રમ્યા, જેમાં 1959ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં ભારતીય ટીમના સુકાની હતા.…

વધુ વાંચો >