રમતગમત

કિંગકોંગ

કિંગકોંગ (જ. 1909; અ. 15 મે 1970) : જાણીતો કુસ્તીબાજ. રૂમાનિયાના બરાસોવ શહેરમાં જન્મ. મૂળ નામ એમિલઝાયા. બાળપણથી જ તોફાની; નવ-દશ વર્ષની ઉંમરે પોતાનાથી મોટી ઉંમરના છોકરા સાથે ઝઘડી પડતો. એમાંથી છુટકારો મેળવવા પિતાએ વ્યાયામશાળામાં મોકલ્યો; ત્યાંથી એ પહેલવાન બનીને બહાર આવ્યો. 18 વર્ષની ઉંમરે તેણે યુરોપના મિડલવેટ ચૅમ્પિયનને બે…

વધુ વાંચો >

કિંગ બિલિ જિન

કિંગ, બિલિ જિન (જ. 22 નવેમ્બર 1943, લૉંગ બિચ, કૅલિફૉર્નિયા) : એકાગ્રતા, વૈવિધ્ય, તક્નીક અને રમતના સાતત્યથી ટૅનિસની વિખ્યાત વિમ્બલ્ડન સ્પર્ધામાં વીસ વખત વિજેતા બનનાર મહિલા ખેલાડી. 1966, ’68, ’72, ’73 અને ’75માં વિમ્બલ્ડન સ્પર્ધાની સિંગલ્સમાં તેમણે વિજય મેળવેલો. એ ઉપરાંત વિમ્બલ્ડન સ્પર્ધામાં દસ વખત ડબલ્સમાં અને ચાર વખત મિશ્ર…

વધુ વાંચો >

કુસ્તી

કુસ્તી : ઉત્તમ પ્રકારની બુનિયાદી લોકરમત. ‘કુસ્તી’ ફારસી શબ્દ છે અને તેનો શબ્દકોશીય અર્થ થાય છે ‘બથ્થંબથ્થા’. કુસ્તી એ આમ જનતાની દ્વંદ્વ રમત છે અને તેમાં વ્યક્તિનાં તાકાત, કૌશલ્ય, ચપળતા અને દમ, કસોટીની એરણે ચઢેલા છે. કુસ્તી એક યા અન્ય સ્વરૂપે વિશ્વવ્યાપી લોકરમત છે અને વિવિધ દેશોમાં લોકસંસ્કૃતિ-આધારિત શૈલી(style)ભેદે તે…

વધુ વાંચો >

કૃષ્ણન્ રમેશ

કૃષ્ણન્, રમેશ (જ. 5 જૂન 1961, તાંજોર, તામિલનાડુ) : ભારતના વિખ્યાત ટેનિસ ખેલાડી. મહાન ટેનિસ ખેલાડી રામનાથન કૃષ્ણનના પુત્ર. 1979માં તેમણે વિમ્બલ્ડન અને ફ્રેન્ચ જુનિયર ચૅમ્પિયનશિપ મેળવી. લૉસ એન્જિલીઝમાં આવેલા હૅરી હોપમન કોચિંગ સેન્ટરમાં હૅરી હોપમન (8 ડિસેમ્બર 1908-27 ડિસેમ્બર 1985) પાસે તેમણે તાલીમ મેળવી છે. 1986માં ગૌસ મહમદ, રામનાથન્…

વધુ વાંચો >

કૃષ્ણન્ રામનાથન્

કૃષ્ણન્, રામનાથન્ (જ. 11 એપ્રિલ 1937, ચેન્નાઈ) : ‘પદ્મભૂષણ’થી વિભૂષિત (1966). આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર ભારતના ટેનિસ- ખેલાડી. અગિયાર વર્ષની નાની વયે સારું ટેનિસ ખેલી જાણતા એમના પિતા ટી. કે. રામનાથનની પ્રેરણાથી તેમણે ટેનિસ રમવાનો પ્રારંભ કર્યો. 1950માં તેર વર્ષની ઉંમરે કલકત્તામાં જુનિયર નૅશનલ ટેનિસ-સ્પર્ધામાં વિજય મેળવ્યો. 1953માં રાષ્ટ્રીય ચૅમ્પિયન થયા.…

વધુ વાંચો >

કૅરમ

કૅરમ : ઘરમાં બેસીને રમી શકાય તેવી રમત. કૅરમ બોર્ડ 76.20 સેમી. સમચોરસ લીસી સપાટીનું હોય છે, જેના ચારેય ખૂણે કૂટીઓ ઝીલવાનાં પૉકેટ હોય છે અને મધ્યમાં 15.24 સેમી. વ્યાસનું મોટું વર્તુળ અને તેની અંદર કૂટીના માપનું નાનું વર્તુળ હોય છે. 9 કાળી, 9 સફેદ અને 1 રાતી એમ કુલ…

વધુ વાંચો >

કૉન્ટ્રૅક્ટર નરી

કૉન્ટ્રૅક્ટર, નરી (જ. 7 માર્ચ 1934) : ભારતના ટેસ્ટ ક્રિકેટના સમર્થ ડાબોડી ઓપનર તથા કપ્તાન. આખું નામ નરીમાન જમશેદજી. તેમની ક્રિકેટ કારકિર્દીનો અંત 1962ના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં બીજી ટેસ્ટ બાદ  આવી ગયો. બીજી ટેસ્ટ બાદ બાર્બાડોસમાં બ્રિજટાઉન ખાતે બાર્બાડોસ ટીમ સામેની એક મૈત્રી-ક્રિકેટ મૅચમાં ઝંઝાવાતી ફાસ્ટ બોલર ચાર્લી ગ્રિફિથના ફેંકાતા…

વધુ વાંચો >

કોહલી, વિરાટ

કોહલી, વિરાટ (જ. 5 નવેમ્બર 1988, દિલ્હી) : ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ સુકાની. પિતાનું નામ પ્રેમ કોહલી, માતાનું નામ સરોજ કોહલી અને પત્નીનું નામ અનુષ્કા શર્મા  (હિંદી ફિલ્મની હીરોઇન.) વિરાટ કોહલી શરૂઆતથી જ ક્રિકેટમાં રુચિ ધરાવતા હતા. આ બાબત તેના પિતાને ખબર પડતા માત્ર 9 વર્ષની વયે જ પશ્ચિમ દિલ્હીની ક્રિકેટ…

વધુ વાંચો >

ક્રિકેટ

ક્રિકેટ : લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રમત. ક્રિકેટની રમતમાં બે ટીમ મેદાન પર બૅટ અને દડાથી ખેલતી હોય છે. દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે અને ક્રિકેટનું મેદાન 122થી 152 મી. લાંબું અને ઓછામાં ઓછું 68 મી. પહોળું હોય છે. બંને બૉલિંગ ક્રીસની વચ્ચે આવેલા રમવાના મેદાનને પિચ કહે છે. મેદાનની પિચ…

વધુ વાંચો >

ક્રોન્જે, હૅન્સી

ક્રોન્જે, હૅન્સી (જ. 25 સપ્ટેમ્બર 1969, બ્લૉચફૉન્ટીન, દક્ષિણ આફ્રિકા; અ. 1 જૂન 2002, ક્રૅડોક પીક, રીપબ્લીક ઑફ સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન અને ‘મૅચ-ફિક્સિગં’ના ગુનાસર ક્રિકેટની રમતમાંથી આજીવન હાંકી કાઢવામાં આવેલ પૂર્વ ઑલ-રાઉન્ડર. પોતાના જન્મસ્થાન ખાતે શિક્ષણ આપતી અને પ્રતિષ્ઠા ધરાવતી ગ્રે કૉલેજમાંથી 1987માં મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >